SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ભોમિયા વિના-મકાટી પીલા ભીખાજી જ્ઞાન. શિક્ષક તથા પત્રકારને વ્યવસાય. ‘બે ઘડી મોજ' તથા ‘રમતારામ” માસિકના સહતંત્રી તથા તંત્રી. મુંબઈમાં અવસાન. એમની નવલકથા “પચીસી' (૧૯૩૪)માં ગરીબ મુસ્લિમ કુટુંબની કથની મર્મસ્પર્શી ભાષામાં નિરૂપાઈ છે. ‘નૂરે સુખન'માં ઉદૂ શાયરોની કવિતાઓના ગુજરાતી અનુવાદ સંગૃહીત છે. ‘માતૃભૂમિ', “રજવાડાના રંગ’, ‘રસઝરણાં’, ‘સુતાના રઝિયા વગેરે પણ એમની કૃતિઓ છે. નિ.વો. ભેમિયા વિના : “ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા' જેવી ઉઘાડ પંકિતથી, કોઈનીયે સહાય વગર દુર્ગમ ભ્રમણનું સાહસ વ્યકત કરતું ઉમાશંકર જોશીનું પ્રસિદ્ધ ગીત. એ.ટો. ભ્રમર : જુઓ, જોષીપુરા વાયરસુખરામ પુરષોત્તમલાલ. મ: જેલજીવનની નોંધપોથીને આધારે લખાયેલી નવલકથા ‘કબ્રસ્તાન' (૧૯૩૫)ના કર્તા. નિ.. મ. જ. અ.: જુઓ, અધ્યારુ મણિશંકર જગન્નાથ. મકરંદ : જુઓ, નીલકંઠ રમણભાઈ મહીપતરામ. મકરાણી આહમદ લાલમેહમદ (૫-૧૦-૧૯૪૧): ગઝલકાર. જન્મ દેવળિયા (જિ.જામનગર)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ઉપલેટામાં. ૧૯૬૫ માં રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી બી.એ. ૧૯૬૭માં ગુજરાતી વિષય સાથે એમ.એ. ઉપલેટા કોલેજમાં ગુજરાતીના અધ્યાપક. કેટલીક પારંપરિક અસરોને મુકતપણે ઝીલતા એમના ગઝલસંગ્રહ ‘આયના' (૧૯૭૪)માં ભાવનિરૂપણની ઋજુતા, કાવ્યબાનીની સરળતા તથા વિષયની આધુનિકતા નોંધપાત્ર છે. નિ.. મકરાણી ખલીલ ઈસ્માઇલ, “ખલીલ ધનતેજવી' (૧૨-૧૨-૧૯૩૯): નવલકથાકાર. જન્મ વડોદરા જિલ્લાના ધનતેજમાં. ગુજરાતી ચાર ધોરણ સુધી અભ્યાસ. પત્રકારત્વનો વ્યવસાય. “ડૉ. રેખા' (૧૯૭૪), ‘સુંવાળ ડંખ', “કોરી કોરી ભીનાશ', ‘તરસ્યાં એકાંત', ‘મત મલકે મીઠું મીઠું જેવી અનેક નવલકથાઓ એમણે આપી છે. ચં.ટો. મકવાણા ઈસુદાસ ડાહ્યાભાઈ, ‘ઈસુ ડભણિયા' (૨૬-૨-૧૯૪૫) : નવલકથાલેખક. જન્મડભાણમાં. એસ.એસ.સી. સુધીનો અભ્યાસ. ચીતરી છબી ચિત્તમાં' (૧૯૮૨) એમની નવલકથા છે. ચંટો. મકવાણા કરમશીભાઈ કાનજીભાઈ (૭-૧૦-૧૯૨૮) : ચરિત્રલેખક. જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના અડાળા ગામમાં. આંબલાની લોકશાળા ગ્રામદક્ષિણામૂર્તિ અને ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ. ખેતીને વ્યવસાય. ગ્રામસેવક. સંસ્કાર કેન્દ્રના શિક્ષક, ગ્રામવિદ્યાલય લેકશાળા, ધજાળાના સંચાલક. લોકકેળવણી અને ગ્રામવિકાસકાર્યમાં પોતે મેળવેલા અનુભવો અને વિદ્યાર્થીજીવનનાં સંસ્મરણોને આલેખતું પુસ્તક “વનરાનું હું તો ભાઈ ફૂલ'-૨ (૧૮૯૩) એમની પાસેથી મળ્યું છે. નિ.. મકવાણા ખીમજીભાઈ પી. : જાસૂસી કથા “ખૂબસૂરતીને ખૂની' (૧૯૬૩) ના કર્તા. નિ.વ. મકવાણા દેવજી ઉકાભાઈ : “કવિ નાગજીનું જીવનચરિત્ર'ના કર્તા. નિ.વો. મકવાણા રતનજી શામજી : નવલકથા ‘બારે માસ શ્રાવણ' (૧૯૭૭) -ના કર્તા. નિ.. મકવાણા લાલજી, “અમી': કાવ્યસંગ્રહ ‘શબ્દને કાંઠે નગર” (૧૯૭૯)ના કર્તા. નિ.. મકવાણા સવશીભાઈ કાનજીભાઈ (૧૨-૬-૧૯૩૨): ચરિત્રકાર, જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધજાળા ગામમાં. પ્રાથમિક શિક્ષણ જોરાવરનગરમાં. આંબલામાં લેકશાળા દક્ષિણામૂર્તિના વિદ્યાર્થી. ચિત્રકામ અને ખાદી ગ્રામોદ્યોગની તાલીમ. ૧૯૧૩ થી ૧૯૫૮ સુધી વઢવાણની ઘરશાળામાં ચિત્રશિક્ષક અને ગૃહપતિ. ત્યારબાદ ધજાળામાં ગ્રામવિદ્યાલય ટ્રસ્ટની સ્થાપના અને તેના મંત્રી. સુરેન્દ્રનગર જિલ્લા સર્વોદય યોજનાના ઉપસંચાલક. ખેતીને વ્યવસાય. ગ્રામદક્ષિણામૂર્તિ અને લોકભારતીના ગ્રામપ્રદેશ અને પછાતસમાજની પુનર્રચનાનાં કાર્યો કરતાં કરતાં મેળવેલા અનુભવો અને સંસ્મરણેને રજૂ કરતું પુસ્તક “વગડામાં વનરાઈ' (૧૯૮૩) એમની પાસેથી મળ્યું છે. નિ.વા. મકવાણા હરીશકુમાર પુંજાભાઈ (૧૭-૧૦-૧૯૩૨) : વાર્તાકાર, જન્મ વતન ખેડા જિલ્લાના ચકલાસીમાં. શાળાંત, પી.ટી.સી. કર્યા પછી પ્રાથમિક શિક્ષક. સપનાને ઉજાગરો' (૧૯૮૨) એમનો વાર્તાસંગ્રહ છે. જ.ગા. મકાટી પીલા ભીખાજી, નિશાકરી પીલાં' (૯-૭-૧૯૧૩) : જન્મ નવસારીમાં. કર્વે વિદ્યાપીઠમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો, પણ પરીક્ષા આપેલી નહીં. તત્ત્વજ્ઞાનવિષયક એમનાં કેટલાંક પુસ્તકો ઉપરાંત એમણે પારસી સાહિત્યનો ઇતિહાસ' (૧૯૪૯) આપ્યો છે. બારસો પાનાંને આ તવારીખી સાહિત્ય-ઇતિહાસ કુલ વીસ પ્રકરણોમાં વહેંચાયેલો છે. પારસીઓના આગમનથી, મધ્યયુગીન પારસી સાહિત્ય તેમ જ અર્વાચીન પારસી સાહિત્ય સુધીની વીગતોને આવરી લેવાનો એમાં ગુજરાતી સાહિત્યકોશ- ૨ :૪૩૩ Jain Education international For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy