SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવસાર સાંકળચંદ ગિરધરભાઈ – ભેસાન્યા રૂસી જે. ઓલ ઇન્ડિયા રેડિયોના વૃત્તવિભાગમાં વૃત્તવાચક અને પછી ૧૯૪૦માં મધ્યસ્થ સરકારના ગૃહખાતામાં પત્રકાર. ૧૯૪૨ થી ૧૯૪૮ સુધી મુંબઈની ધિ પદ્મ પબ્લિકેશન્સ લિ.ના મંત્રી અને ગુજરાતી વિભાગના સંપાદક. ૧૯૪૮-૧૯૫૨ દરમિયાન દૈનિક ‘હિન્દુસ્તાનના સહતંત્રી અને પ્રજામિત્ર' દૈનિકના તંત્રી. ‘રાનું ગજ' (૧૯૫૧) જે. બી. પ્રીસ્ટલીના નાટક’ ‘ડેન્જરસ કોર્નર’નું રૂપાંતર છે; વારસદાર' (૧૯૫૫) હેન્રી જેમ્સની નવલકથા ધૉશિંગ્ટન સ્કવેર’ના અંગ્રેજી નાટયરૂપાંતર “ધઍરેસ’નું ગુજરાતી સંસ્કરણ છે; તે ‘જમા ઉધાર' (૧૯૫૮) આર્થર એકૃત બેથ ઍડ્ઝ મીટ’નું ત્રિઅંકી પ્રહસન સ્વરૂપે કરેલું રૂપાંતર છે. યુસુફ મહેરઅલીના અંગ્રેજી પુસ્તકના રૂપાંતર ‘આપણા નેતાઓ'- ભા. ૨ (૧૯૪૭) માં દેશના અગ્રણી નેતાઓનાં રેખાચિત્રો છે. આ ઉપરાંત એમનું એક નાટક ‘સત્યની શોધમાં પણ પ્રગટ થયું છે. પ્રકીર્ણ પુસ્તકો ‘ભારતનું બંધારણ” નામે અનુવાદ, કોંગ્રેસનાં ૬૦ વર્ષો', ‘તાતાની ઔદ્યોગિક સાહસની કથા’ વગેરે એમના નામ છે. ગુજરાતી વિષયમાં એમ.એ. ૧૯૭૫માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી.). પ્રારંભમાં થોડાં વર્ષ શાળામાં શિક્ષક. પછીથી ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાતીના અધ્યાપક. એકાંકી : સ્વરૂપ અને વિકાસ' (૧૯૭૭) એમનો શોધનિબંધન ગ્રંથ છે. “ઉ ઘોષણા' (૧૯૮૦), 'પૂર્વરંગ' (૧૯૮૧) ઇત્યાદિ એમના વિવેચનસંગ્રહો છે. 10.ગા. ભાવસાર સાંકળચંદ ગિરધરભાઈ : પદ્યકૃતિ 'છપ્પનાના દુકાળની સુરત’ (પંડિત ગોવર્ધનરામ બહેચરભાઈ સાથે, ૧૯૮૦) અને ધાર્મિક કાવ્યોનો સંગ્રહ ‘સુંદર સૂર્યપ્રકાશ' (૧૯૦૭)ના કર્તા. નિ.. ભાવસાર સેમિનાથ બુલાખીદાસ: ‘પ્રેમવાણી ભજનમાળા'- ભા. ૧, ૨, ૩ (૧૯૧૪, ૧૯૧૫, ૧૯૧૬)ના કર્તા. નિ.વા. ભાવસાર સોમાભાઈ આશારામ (1 3-૩-૧૯૧૧) : કવિ, નિબંધકાર, ચરિત્રકાર, બાળસાહિત્યકાર. જન્મ કાલેલમાં. પ્રથમ સુધીનો અભ્યારા. એમની પાસેથી કાવ્યસંગ્રહ “પરિવંદના' (૧૯૭૬), નિબંધસંગ્રહ “જીવનવ્યથા” અને “બાળકોના આચાર” તથા ચરિત્રલક્ષી પુસ્તકો તરણામાંથી મે', ‘વીર હનુમાન' (૧૯૪૯), “અમર ગાંધીજી' (૧૯૪૯), 'રવીન્દ્રનાથ ટાગોર (૧૯૬૧), ‘ગામડાના યાત્રી બબલભાઈ' (૧૯૬૧) અને નાના હતા ત્યારે’ મળ્યાં છે. ધાણીચણા' (૧૯૫૩), ચગડોળ' (૧૯૬૧), ‘તનમનિયા’, ‘ગુંજન', ‘ખારેકટપરા, ‘છિપલીઓ’ અને ‘શિશુરતાથી'- ભા. ૧, ૨, ૩ એમનાં બાળસાહિત્યનાં પુસ્તકો છે. નિ.વા. ભાવે શિવાજી : ગુણદર્શી દૃષ્ટિએ ભગવાન બુદ્ધના જીવનપ્રસંગોને આલેખતું ચરિત્રલક્ષી પુસ્તક ‘ભગવાન બુદ્ધ' (૧૯૬૪)ના કર્તા. નિ.વા. ભિક્ષુ અખંડાનંદજી: જુઓ, ઠક્કર જગજીવન લલ્લુભાઈ. ભિક્ષુ સાયલાકર : જુઓ, દેસાઈ બાલાભાઈ વીરચંદ. ભીખા ગદરશાહ : જુઓ, ફરામરોજ ખુરશેદજી બમનજી. ભીખાભાઈ અમરચંદ : નાટયકૃતિ 'દ્રિ-ત્રીયા પતિ દુ:ખી' (૧૯૦૭) -ના કર્તા. નિ.. ભીખાલાલ હરજીવનદાસ : મહાન ભકતોના જીવનપ્રસંગોને આલેખતું પુસ્તક “ભકિતભાનુ'-ભા. ૨ના કર્તા. નિ.. ભીમદેવ: કનૈયાલાલ માણેકલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા ‘ય સેમિનાથ’નું મુખ્ય પાત્ર. ચં.ટો. ભૂખણવાળા ભગવાનદાસ હીરાલાલ (૨૬-૩-૧૯૧૭) : નાટયકાર, પત્રકાર. જન્મ મુંબઈમાં. ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૩૯માં ભૂતા મગનલાલ જમનાદાસ (૧૯૦૩) : પ્રવાસલેખક. જન્મ ભાવનગરના ભુંભલી ગામમાં. ત્યાં ગામઠી શાળામાં સાત ધોરણ સુધીને અભ્યાસ. ૧૯૨૩માં મેટ્રિક. ૧૯૨૫માં કરાંચીમાં પાર્ટટ્રસ્ટ અને કસ્ટમમાં નોકરી. ત્યારબાદ બર્મા શેલમાં કરી. ૧૯૩૮ - માં ઑઇલસીસ ટ્રેડિંગ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર અને ૧૯૩૯માં કંપનીની મદ્રાસ શાખાના મેનેજર. ૧૯૪૫માં કામાણી એંજિનિયરિંગ કંપનીના સેક્રેટરી. ૧૯૪૬ થી સ્વતંત્ર વેપાર. ૧૯૭૧ માં નિવૃત્ત. એમના પ્રવાસપુસ્તક‘દક્ષિણાપથ' (૧૯૭૪)માં દક્ષિણ ભારતનાં તીર્થસ્થાને વિશેની ઐતિહાસિક, ભૌગોલિક, સામાજિક અને સાંસ્કૃતિક વિગતો તથા યાત્રાના અનુભવો પ્રાસાદિક શૈલીમાં રજૂ થયાં છે. નિ.વા. ભૂતા લક્ષમીદાસ પરમાણંદદાસ: સામાજિક સુધારાને અનુલક્ષતાં નાટક ‘પ્રાણલક્ષ્મી'- ભા. ૧ (૧૯૧૧) અને કન્યાવિક્રયની કૂરતા (૧૯૧૫) ના કર્તા. નિ.વે. ભૂવો : પ્રજા હૃદયમાં જડ ઘાલી બેઠલી ભૂવા અને એના કરતૂતા તથા ગામના અજ્ઞાન વિશે ચિંતવને ઈશ્વર પેટલીકરનો નિબંધ. ચં.ટા. ભેદવારે સાપુર નસરવાનજી (૧૮૫૯, ૧૯૧૬) : ‘હક ઈન્સાફ યાને મૂંગો માર' (૧૮૯૬) નાટકના કર્તા. ચં... ભેસાન્યા રૂસી જે. : કબીર અને તુલસીદાસની પદ્ધતિએ ધાર્મિક, સામાજિક અને રાજકીય વિષયો પર લખાયેલા બારસે ઉપરાંત દેહરાને સંગ્રહ ‘રૂસી વાણી' (૧૯૨૯), અગિયાર પારસી નરનારી ઓની યશગાથા આલેખતાં કાવ્યોનો સંચય નકોની નેય (૧૯૩૧) અને ભકિતવિષયક તેમ જ ઐતિહાસિક ખ્યાલ રજ ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy