SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠક રામનારાયણ વિશ્વનાથ પરિષદના પ્રમુખ. ૧૯૫૬ નું સાહિત્ય અકાદમીનું પારિતોષિક. નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા. મુંબઈમાં અવસાન. વિદ્યાભ્યાસે તત્ત્વવિદ તેઓ કલા તેમ જ શાસ્ત્ર ઉભય ક્ષેત્રની પ્રતિભા ધરાવતા હતા, પરંતુ ગુજરાતી સાહિત્યમાં તેઓ વિવેચક તરીકે વધુ પ્રતિષ્ઠિત છે. તેમની સાહિત્યિક કારકિર્દી ૧૯૨૨ માં ‘સાબરમતી'ના પહેલા અંકમાં પ્રસિદ્ધ થયેલા વિવેચનલેખ “કવિ બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયાનાં કાવ્યો’થી અને એ જ અરસામાં “યુગધર્મ'માં લખાયેલાં અવલોકનથી આરંભાય છે. “અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય' (૧૯૩૩), ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો' (૧૯૩૮), “કાવ્યની શકિત' (૧૯૩૯), “સાહિત્યવિમર્શ’ (૧૯૩૯), “આલોચના' (૧૯૪૪), ‘નર્મદાશંકર કવિ' (૧૯૩૬)ને સમાવતે ‘નર્મદ :અર્વાચીન ગદ્યપદ્યને આદ્ય પ્રણેતા (૧૯૪૫), સાહિત્યાલોક' (૧૯૫૪), નભોવિહાર' (૧૯૬૧) અને ‘આક્લન (૧૯૬૪) એ ગ્રંથમાં સંઘરાયેલા લેખે દર્શાવે છે કે એમનું ઘણું ગ્રંથાવલોકનકાર્ય જેમ “યુગધર્મ' ને પ્રસ્થાનને નિમિત્ત થયું છે તેમ અન્ય કેટલુંક વિવેચનકાર્ય વ્યાખ્યાનો ને સંપાદનને નિમિત્તે થયું છે. આમાંથી ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય’, ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો' અને 'નભોવિહાર' ગુજરાતી કાવ્યસાહિત્યની ઐતિહાસિક સમાલોચના આપતા ગ્રંથ તરીકે જુદા તરી આવે છે. ગુજરાતી કવિતાની પદ્યરચનાના ઇતિહાસને તપાસતા અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય'માં ગુજરાત વિદ્યાસભા તરફથી સંપાયેલાં છ વ્યાખ્યાનમાંથી ત્રણ વ્યાખ્યાની સામગ્રી રજૂ થઈ છે તે જોતાં મુંબઈ યુનિવર્સિટીનાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનોને સમાવતા “અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો'માં એનું અનુસંધાન જોઈ શકાય. 'કાવ્યસમુચ્ચય'-ભાગ ૨ (૧૯૨૪)ની ભૂમિકારૂપે કવિઓના વ્યકિતગત પ્રદાનને અનુલક્ષીને જે પરિચયાત્મક ઇતિહાસ અપાયો હતો તેનાથી, વિવિધ પાસાંઓને અનુલક્ષીને પ્રવાહદર્શન અને વિકાસનિરૂપણની રીતે થયેલું આ આલેખન આગળ જાય છે અને આમ વિવેચકની સમગ્રદર્શનની વિશેષ શકિતને પરિચય કરાવે છે. ‘નવિહારમાં મધ્યકાળનો સર્જકલક્ષી અને અર્વાચીનકાળને સ્વરૂપલક્ષી પરિચય છે તે આકાશવાણી–વાર્તાલાપની સરળતા ને લોકગમ્યતા છતાં ઘણાં નેધપાત્ર નિરીક્ષણોને પણ ગૂંથી લે છે. સુરત અને મુંબઈ ખાતે અપાયેલાં બે વ્યાખ્યાનોને સમાવત ‘નર્મદ : અર્વાચીન ગદ્યપદ્યનો આદ્ય પ્રણેતા” ગ્રંથ ઇતિહાસલક્ષી દૃષ્ટિએ અને બારીકાઈથી થયેલા સર્જક અભ્યાસ તરીકે નમૂનારૂપ છે. 'પૂર્વાલાપ'ના સંપાદન (૧૯૨૬)માં મુકાયેલા કાન્ત અને તેમની કવિતાના સઘન અભ્યાસ પછીનો આ પ્રયત્ન એની સર્વગ્રાહિતાથી ધ્યાન ખેંચનારો બન્યો છે. કાવ્યની શકિત” અને “સાહિત્યવિમર્શમાં અન્ય લેખેની સાથે યુગધર્મ', 'પ્રસ્થાન” નિમિત્તે થયેલાં ગ્રંથાવલોકનો સંઘરાયાં છે તે સંક્ષિપ્ત છતાં કૃતિના હાર્દને પ્રગટ કરનારાં છે અને રામનારાયણને સર્જાતા સાહિત્ય સાથેનો સહૃદય ને સૂઝભર્યો સંબંધ સૂચવે છે. આ ઉપરાંત એમણે કૃતિસમીક્ષાઓ પણ આપી છે. ‘નળાખ્યાન', ‘સરસ્વતીચંદ્ર, “રાઈનો પર્વત', “આપણો ધર્મ, ‘વિશ્વગીતા' વગેરે વિશેના સર્વાગી અભ્યાસ રજૂ કરતા નિબંધ એમની મૌલિક વિવેચનદૃષ્ટિથી ખાર લક્ષ ખેંચે છે. “શરદસમીક્ષા' (૧૯૮૦)માં સંઘરાયેલી શરદબાબુની કૃતિઓના અનુવાદોની તથા રવીન્દ્રનાથની કૃતિઓના અનુવાદોની પણ એમણે લખેલી પ્રસ્તાવનાઓ ઇતર ભાષાની કૃતિઓની સમીક્ષા તરીકે ધ્યાનાર્હ છે. “કાવ્યપરિશીલન' (૧૯૬૫)માં એમના કેટલાક વિદ્યાર્થીભોગ્ય આસ્વાદો પણ ગ્રંથસ્થ થયા છે. એમનું પ્રવાહદર્શન, સર્જક-અભ્યાસ, કૃતિસમીક્ષા કે પ્રત્યક્ષ વિવેચનની નાનકડી નોંધ પણ કશોક નવો પ્રકાશ પાડનાર હોય છે; કેમ કે એમના પ્રત્યક્ષ વિવેચનને પ્રગટ યા પરોક્ષ તત્ત્વવિચારની ભૂમિકા સાંપડેલી હોય છે. કાવ્યની શકિત” લેખમાં પોતાનાં મૂળભૂત સર્વ પ્રતિપાદને રજૂ કરી દે અને અન્ય લેખમાં વિસ્તરતે રહેલો એમને સાહિત્યતત્ત્વવિચાર સાહિત્યમાં ઊમિ કે વિચારનું એકાન્તિક મહત્ત્વ કરવાને સ્થાને લાગણીમય વિચાર’ કે ‘રહસ્યને કેન્દ્રરૂપે સ્થાપે છેને એમાં સાહિત્યની એક કલા તરીકેની સ્વાયત્તતાના સ્વીકાર સાથે જીવન, સત્ય, નીતિ વગેરે સાથેના એના સંબંધની માર્મિક છણાવટ કરે છે. એમની વિવેચનામાં કાવ્યની વર્ણરચનાથી માંડીને સાહિત્યકૃતિની સમગ્ર આકૃતિની તપાસ છે, ખંડકાવ્યાદિ સાહિત્યપ્રકારોની ઘાતક વિચારણા છે તથા જીવન અને ઇતિહાસના વિશાળ સંદર્ભમાં થયેલું સાહિત્યચિંતન પણ છે. એમણે સંસ્કૃત કાવ્યવિચારને સવિશેષપણે ઝીલ્યો છે અને એને આજના સંદર્ભમાં નવેસરથી ઘટાવી એની ઉપયુકતતા સ્થાપિત કરી છે. પણ, યુરોપીય કાવ્યવિચારનો લાભ લેવાનું તેઓ ચૂક્યા નથી. પ્રમાણશાસ્ત્રી એવા એમનું વિવેચન તર્કની ઝણવટ છતાં સમુચિત દૃષ્ટાંતના વિનિયોગથી અને પારદર્શક ગદ્યશૈલીથી સદ્યોગ બને છે. એમણે ઘણાં સંપાદનમાં પણ ઉપોદ્ધાત કે ટિપ્પણ રૂપે પ્રત્યક્ષ વિવેચન કર્યું છે. પૂર્વાલાપ'ની ટિપ્પણ આવૃત્તિ: ઉમાશંકર જોશી સાથે સંપાદિત કરેલ આનંદશંકર ધ્રુવના 'કાવ્યતત્ત્વવિચાર (૧૯૩૯), “સાહિત્યવિચાર' (૧૯૪૨), “દિગ્દર્શન' (૧૯૪૨) અને વિચારમાધુરી': ૧(૧૯૪૬) એ ગ્રંથો; પોતે સંપાદિત કરેલ આનંદશંકર ધ્રુવના ‘આપણે ધર્મની ત્રીજી આવૃત્તિ (૧૯૪૨) તથા ગોવર્ધન પંચાલ સાથે સંપાદિત કરેલ ‘રાસ અને ગરબા (૧૯૫૪)માં એમના નાના યા મોટા ઉદ્યા છે. નરસિંહ મહેતાને નામે ચડેલા ગોવિંદગમન’નું નરહરિ પરીખ સાથે કરેલું સટીક સંપાદન (૧૯૨૩) પાઠ્યક્રમની જરૂરિયાતને વશ વર્તીને થયેલાં, પરંતુ એવા જ હેતુથી થયેલાં ‘કાવ્યસમુચ્ચય'- ભા. ૧-૨ (સટીક, ૧૯૨૪) તથા “કાવ્યપરિચય'- ભા. ૧-૨ (નગીનદાસ પારેખ સાથે, ૧૯૨૮)નાં સંપાદન ગુજરાતી કવિતાના ચક્કસ દૃષ્ટિપૂર્વકના સંય લેખે લાંબો સમય ઉપયોગી નીવડેલાં. આ સિવાય પણ અન્યોની સાથે કેટલાંક શાલેય વગેરે સંકલને એમણે કર્યા છે. મમ્મટકૃત કાવ્યપ્રકાશ': ઉલ્લાસ ૧ થી ૬ને રસિકલાલ પરીખ સાથે કરેલ અનુવાદ (૧૯૨૪) એક પ્રમાણભૂત ને પ્રાસાદિક અનુવાદલેખે તથા થેડી પણ ચાવીરૂપ પરિભાષા-આદિને સ્કુટ કરી આપતાં ટિપ્પણોને કારણે ચોક્કસ મૂલ્ય ધરાવે છે અને લેખકોની ૩૬૦: ગુજરાતી સાહિત્યકોશ -૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy