SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠક રવિશંકર નરોત્તમદાસ -- પાઠક રામનારાયણ વિશ્વનાથ વિભાગમાં સેલ્સટેકસ ઈન્સપેકટર અને અમદાવાદની બેચરદાસ લશ્કરી સ્પિનિંગ એન્ડ વિલિંગ મિલ્સમાં આસિસ્ટન્ટ સેક્રેટરી. ‘મૃતિ' (૧૯૪૮) એમના કાવ્યસંગ્રહ છે. “અરો ક દેવી’ (૧૯૪૨)માં મરાઠી કાવ્યોના અનુવાદો છે. ‘લ ગીતા' (૧૯૫૨), ‘ગુજરાતી સાહિત્યનાં વિરહગીતો' (૧૯૫૪), ‘આપણાં હાલરડાં’ (૧૯૫૭), 'રાંદલ માં ગીત' (૧૯૫૮), “પંચમહાલના ભીનાં ગીત' (૧૯૭૬) ઇત્યાદિ એમનાં લોકસાહિત્યનાં અને ઇતર સંપાદનનાં પુસ્તકો છે. પાઠક રવિશંકર નરોત્તમદાસ (૩૧ ૩-૧૯૧૫) : કવિ, નવલકથાકાર. જન્મ સારસામાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વડોદરામાં. ૧૯૩૪ માં મૅટ્રિક. ૧૯૫૨ માં રાષ્ટ્રભાષરત્ન. વડોદરા રથમાં રેવન્યખાતામાં ૧૯૫૦ સુધીનકરી. ૧૯૬૪માં ‘વીણેલાં મોતી' માસિકનો આરંભ. એમની પાસેથી ‘વનમાલા' (૧૯૩૭), 'અંતરના દીવડ' (૧૯૪૦), ‘શ્રીકૃપગલીલામૃત' (૧૯૬૧), ‘કમી હરિગીતા' (૧૯૬૩) જેવા કાવ્યસંગ્રહો મળ્યા છે. ‘મધુકાન્તા' (૧૯૪૯), ‘જય ભવાની (૧૯૫૦), ‘વરદાન' (૧૯૫૨), 'શકુંતલા' (૧૯૫૫) વગેરે એમની નવલકથાઓ છે. એમણે આપેલા નવલિકાસંગ્રહોમાં ભકતકથાઓ' (૧૯૫૮), ‘મુકિત' (૧૯૫૯) અને “દિવ્યજ્યોતિ’ મુખ્ય છે. કરુણાસિંધુ'(૧૯૪૫), 'મદાલસ’(૧૯૪૯), ‘રાજકુમારી’ (૧૯૫૦), ‘રૂપારાણી' (૧૯૫૨), “મોરપિચ્છ' (૧૯૫૩) વગેરે એમનાં બાલભોગ્ય વાર્તાઓ, નાટકો અને કાવ્યો છે. આ ઉપરાંત નાટકૃતિ “રાધામોહન' (૧૯૫૧), હાસ્યકૃતિ ‘અમૂલ્યની આત્મકથા' (૧૯૫૪) તેમ જ ‘પતિતપાવની' (૧૯૪૯). અને “વાસવદત્તા' (૧૯૫૪) એ અનુવાદો એમણે આપ્યા છે. નિ.. પાઠક રશ્મિન : રહસ્યકથાઓ ‘વકુ જાગીરાજ', ‘ભારેલા અગ્નિ” અને ‘સિપાહી સાલાર'ના કર્તા. નિ.વા. પાઠક રામનારાયણ નાગરદાસ (૨૩-૨-૧૯૦૫, ૪-૭-૧૯૮૮) : જન્મ ધોળકા તાલુકાના ભોળાદ ગામે. આરંભનું શિક્ષણ લાદીની સંસકૃત પાઠશાળામાં. ૧૯૨૩ ના નાગપુર ઝંડા સત્યાગ્રહ, ૧૯૨૮ -ના બારડોલી સત્યાગ્રહ, ૧૯૩૦-૧૯૩૨ ના નમક સત્યાગ્રહ, ૧૯૩૮-૧૯૩૯ના રાજકોટ સત્યાગ્રહને ૧૯૪૨ ના ભારત છોડો આંદોલનમાં ભાગ અને જેલવાસ. ફિૉન્ડમાં હેલસિન્કી ખાતે મળેલી વિશ્વશાંતિ પરિષદમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે હાજરી. રશિયા તથા ઝેકોસ્લોવેકિયાને પવાર. પ્રભાવક વકતા તરીકેની કારકિર્દી. એમનાં પચાસ જેટલાં પુસ્તકોની સૂચિમાં નવલકથા, જીવનચરિત્ર, પ્રવાસવર્ણન, ધર્મકથા, પાદવપુર-તક અને અનુવાદ મુખ્ય છે. ‘પચાસ વર્ષ પછી' (૧૯૩૪), ‘આવતીકાલ' (૧૯૩૬), ‘જગતને તાત' (૧૯૩૮), ‘ખાંડાની ધાર' (૧૯૪૦), ‘માનવતાનાં મૂલ’(૧૯૪૧), ‘સુવર્ણમૃગ' (૧૯૪૩), ‘સાથી' (૧૯૪૫), ‘હા’ (૧૯૪૭), ‘ચોધરા' (૧૯૭૬) વગેરે એમની નવવું કથાઓ છે. 'યુગાવતાર ગાંધી’ - ભા. ૧-૨-૩ (૧૯૩૫), 'ગાંધી બાપુ': ૧-૨(૧૯૫૦), ‘મહાત્મા તેલ્સતેય'(૧૯૫૫), ‘ગૌતમ બુદ્ધ (૧૯૫૬), ‘સત્યાગ્રહી શહીદ' (૧૯૫૮), ‘ગાંધીકથા' (૧૯૬૫), ‘ગાંધીગંગા' (૧૯૬૯), ‘મેહનમાંથી મહાત્મા (૧૯૭૯) વગેરે એમની ચરિત્રલક્ષી કૃતિઓ છે. ‘ભારતયાત્રા'- ભા. ૧-૨ (૧૯૭૫) અને ‘કાળાપાણીને પેલે પાર’ એમના મુખ્ય પ્રવાસગ્રંથ છે. પ્રેમચંદની નવલકથા ‘કાયાકલ્પ તથા રશિયન લેખિકા નતાલિયા ફલૌમરની આત્મકથા ‘મારો પરિવારના એમણે આપેલા અનુવાદો નોંધપાત્ર છે. જ.ત્રિ. પાઠક રામનારાયણ મેહનલાલ: “મધુરઅંદી, ‘મધુરબાળા’, ‘સાગરસરિતા’, ‘સ્નેહસુધા' (૧૯૨૮) વગેરે નાટકોનાં ગાયને ના કર્તા. નિ.. પાઠક રામનારાયણ વિશ્વનાથ, ‘દ્વિરેફ', ‘શેષ', ‘વૈરવિહારી' (૮-૪-૧૮૮૭, ૨૧-૮-૧૯૫૫) : વિવેચક, વાર્તાકાર, કવિ, નિબંધકાર, પિંગળશાસ્ત્રી. જન્મ ગાણોલ (તા. ધોળકા)માં. શિક્ષકની નોકરી કરતા પિતાની બદલીઓને કારણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિવિધ ગામોમાં. ઉચ્ચશિક્ષણ ભાવનગર તેમ જ મુંબઈમાં. તર્કશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર વિષયો સાથે ૧૯૦૮માં બી.એ. વિદ્યાકીય ક્ષેત્રમાં કામ કરવાની ભાવના છતાં સરકારી નોકરી ન કરવાના સંકલ્પને કારણે મુંબઈમાં ૧૯૧૧ માં એલએલ.બી. ના અભ્યાસ પછી અમદાવાદ આવી વકીલાત શરૂ કરી; પણ ક્ષયરોગનું નિદાન થતાં ૧૯૧૨માં સાદરામાં સ્થિર થયા. પ્રર્યાપ્ત આર્થિક જોગવાઈ થયેથી વકીલાત છોડી શેષ જીવન શિક્ષણ અને સાહિત્યની સેવામાં ગાળવાને નિર્ણય કરેલે, પણ ૧૯૧૯ના અંતમાં એમણે માંદગી નિમિત્તે વકીલાત આટોપી લીધી. ૧૯૨૦માં ઇન્દુલાલ યાજ્ઞિકના નિમંત્રણથી ગુજરાત કેળવણી મંડળમાં જોડાઈ જે. એલ. ન્યુ ઇગ્લિશ સ્કૂલનું આચાર્યપદ સંભાળ્યું, પરંતુ ગાંધીજીના અસહકાર આંદોલનનાં મંડાણ થતાં, શાળા છોડી ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ૧૯૨૮ સુધી વિવિધ વિદ્યાશાખાઓના તેજસ્વી | વિદ્વાનોના સંપર્કમાં પ્રમાણશાસ્ત્ર અને ભાષા-સાહિત્યના અધ્યાપક તરીકે કામ કર્યું. ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપક તરીકે તેમ જ ‘પ્રસ્થાન' માસિકના તંત્રી (૧૯૨૫-૧૯૩૭) તરીકે તેઓ ગુજરાતની નવી સાહિત્કારપેઢીના એવા માર્ગદર્શક બન્યા કે “ગાંધીયુગના સાહિત્યગુરુ' તરીકે ઓળખાયા. વિદ્યાપીઠ છોડયા પછી ‘પ્રસ્થાન'ની નિ:શુલ્ક સેવા કરતાં એમણે ખાનગી ટયૂશનથી આજીવિકા ચલાવી. દરમિયાન ગાંધીજીના વિવિધ સત્યાગ્રહામાં ભાગ લઈ, એક વખત જેલ પણ વેઠી. ૧૯૩૫માં મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવરિટીમાં અધ્યાપક તરીકે જોડાયા ત્યારથી ૧૯૫૨ સુધી ત્યાં તથા અમદાવાદની એલ.ડી. આ કોલેજ, ગૂજરાત વિદ્યાસભા,મુંબઈની ભવન્સ કોલેજ તથા ભારતીય વિદ્યાભવનમાં જુદા જુદા સમયે અધ્યાપક. ૧૯૫૩ માં આકાશવાણી મુંબઈના સલાહકાર. ૧૯૪૬માં રાજકોટ ખાતે ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૩૫૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy