SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠક રામનારાયણ વિશ્વનાથ સંસ્કૃત કાવ્યશાસ્ત્રની રાહ જતાને પ્રગટ કરે છે. કાવ્યમર્મજ્ઞ તરીકે “અર્વાચીન ગુજરાતી કાવ્યસ હિત્ય થી ૪ છંદોવિધાનમાં ઉત્કટ ર લઈ રહેલા મને એમની શાસ્ત્રબુદ્ધિ પિગળચર્ચા તરફ રવાભાવિક રીતે જ લઈ જાય છે. પ્રાચીન ગુજરાતી છંદો-એક ઐતિહાસિક સમાલોચના' (૧૯૪૮) અપભ્રંશકાળથી દયારામ સુધીની પદ્યરચનાની શાસ્ત્રીય સમીક્ષા આપીને, કે. હ. ધ્રુવની ‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના'ન: પૂરક ગ્રંથ બને છે. તે ઉપરાંત એમાં દેશીઓને પિંગળબક કરવાને પ્રથમ સમર્થ પ્રયાસ થયેલો છે તે એની વિશેષતા છે. મહારાજા સયાજીરાવ ત્રીજા સુવર્ણ મહોત્સવ રમાક વ્યાખ્યાનમાળાની આશ્રયે ૧૯૫૧ માં આપેલાં ત્રણ વ્યાખ્યાન ‘ગુજરાતી પિંગળ : નવી દૃષ્ટિએ' (૧૯૫૨) “બૃહ પિંગલ' (૧૯૫૫)ના પૂસારરૂપ છે; છતાં એમાં એમની વિકસતી જતી ને વિશદ બનતી જતી છંદવિચારણા જાઈ હાકાય છે.સાહિન્ય અકાદમી દ્વારા પુ૨કૃત 'Jહતું પિગલે તે વદકાળથી આજીનિક સમય સુધીના હિંગળ,દિડી, ગઝલ, બૅન્ક વર્સ વગેરે સમેત છંદોનો ઇતિહાસ, છંદોનાં સ્વરૂપ એમનાં આંતરબ હૈ કલેવરમાં થયેલા ફેરફારો, છંદનાં માત્રા, યતિ, દિ ઘટકોની કેટલીક સમસ્યાઓ, વિવિધ છંદોની ક્ષમતા વગેરે સર્વ બાબતને શાસ્ત્રીય ભૂમિકાએ સૂકમતાથી ને સવીગત, સાધકબાધક દલીલો સાથે ચર્ચતો એક શકવ આકર બની રહે છે. ચાર પ્રકરણ અધૂરા રહેલા અને ચિમનલાલ ત્રિવેદી તથા કાતિલાલ કાલાણી દ્વારા પૂરા થયેલા મધ્યમ પિંગળ' (૧૯૮૧)માં કાવ્યના અભ્યાસીઓ અને વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એ હેતુથી આ જ વિષયની સરળ સંક્ષિપ્ત રજૂ થયેલી છે. એમણે સર્જક તરીકે કવિતા, નાટક, વાર્તા, નિબંધ એમ વિવિધ તેત્રે કામ કર્યું છે. તેઓ નાટકના ત્રિમાં વિદ્યાલયોની, તા વાર્તાનિબંધનાં ક્ષેત્રમાં “યુગધર્મ' - 'પ્રસ્થાન'ની જરૂરિયાતને લઈને ખેંચાયા હતા. કવિતા એમને સ્વત:રસંભવી વ્યાપાર કહેવાય. ૧૯૨૧ -માં ‘જાત્રાળુ' ઉપનામથી લખેલા ‘રાણકદેવીથી એમની કાવ્યયાત્રાનો થયેલ ગારંભ છેક ૧૯૫૫માં લખાયેલા સાલમુબારક સુધી ચાલુ રહ્યો. પહેલા કાવ્યના ‘જાત્રાળુ' અને પછીથી એક વખત પ્રયોજાયેલા ‘ભલારામ” સિવાય એમણે કાવ્ય પરત્વે ‘શષ' ઉપનામ રાખ્યું અને પહેલા કાવ્યસંગ્રહને ‘શેષનાં કાવ્યો' (૧૯૩૮) નામ આપ્યું. પહેલી આવૃત્તિમાં માત્ર સડસઠ અને બીજી આવૃત્તિ (૧૯૫૧)માં તે તેર જેટલાં કાવ્યો તથા થોડાંક પ્રકીર્ણ મુકતકો આદિને સમાવતો આ સંગ્રહ વિષયના વૈવિધ્યથી નહીં પણ રૂપબંધ, છંદોવિધાન, શૈલી અને કાવ્યબાનીના વૈવિધ્યથી ધ્યાન ખેચે છે. ગુજરાતી પ્રા તન અને અદ્યતન કાવ્યપરંપરામાં પોતીકા પ્રયોગ કરનાર ‘શેષ'ની કવિતા સભાન ઘડતરનું પરિણામ હોઈ ‘કાવ્યજ્ઞની કવિતા' તરીકે ઓળખાઈ છે. “પ” ગાંધીયુગને અનુરૂપ જીવનમાંગલ્યનું ગંભીર ગાન કરે છે તે સાથે હાસ્યકટાક્ષવિનોદની રચનાઓ આપે છે, પ્રસન્નદામ્પત્યના રસિકચાતુરીના સંવાદો રચે છે તે સાથે વિરહના શાંતકણ સૂરો પણ રેલાવે છે, સ્વભાજિત સમાં વાસ્તવચિત્રણો કરે છે તેમ ઉપમાચિત્રોની કલ્પનારંગી શૈલી પણ યોજે છે, સૂક્ષ્મ ચિંતનાત્મકતાની સાથે ઊંડી ભાવાર્દ્રતા વ્યકત કરે છે અને આ રીતે કવિતામાં પોતાની આગવી મુદ્રા અંકિત કરે છે. ‘શેષનાં કાવ્યોની સત્તર રચનાઓ અને અન્ય ચાલીસ કાવ્યોને સમાવતે મરણોત્તર સંગ્રહ ‘વિશેષ કાવ્યો' (૧૯૫૯) 'શેષ'ની પર્વ લાક્ષણિકતાઓની જાળવણી અને તુકારામનું સ્વર્ગારે હાર જવા ખંડકાવ્યના નૂતન પ્રયોગને કારણે ધ્યાનાર્હ બને છે. કવિતાની જેમ વાર્તામાં પણ પ્રયોગશીલતા દાખવનાર મા સર્જકનું વાર્તાક્ષેત્રે ઐતિહાસિક પ્રદાન છે. ૧૯૨૩થી ‘દ્વિરેફ'ના ઉપનામે લખાયેલી અને ત્રણ સંગ્રહોની કુલ ચાલીસ વાર્તાઓ આપનાર આલેખકનો પ્રથમ વાર્તાસંગ્રહ “દ્વિરેફની વાતો' ભા. ૧ (૧૯૨૮) ધૂમકેતુના‘તણખા'- મંડળ ૧(૧૯૨૬) ની સાથે ગુજરાતી ટૂંકીવાર્તાના સ્વરૂપની દૃઢ ભૂમિકા રચી આપી એક મહત્ત્વનું સીમાચિહન બને છે. બહુધા ૧૯૪૧ સુધી લખાયેલી વાર્તા ઓના પછીના સંગ્રહો છે ‘દ્વિરેફની વાતો'- ભા. ૨ (૧૯૩૫) અને ‘દ્વિરેફની વાતો'- ભા.૩ (૧૯૪૨; સંવ. વી.આ. ૧૯૬૧). પોતાની રચનાઓને ‘વાતો' તરીકે ઓળખાવી આ વાર્તાકારે કાયડાઓ, કિસ્સાઓ, દૃષ્ટાંતે, પરિસ્થિતિચિત્રણ અદિને સમાવી લેવાની અને ગદ્યકાવ્યની શૈલીથી માંડીને દયશૈલી (નાટ્યાત્મક રચના) સુધીની જાતભાતની કથનરીતિને પ્રયોજવાની મોકળાશ મેળવી લીધી છે તે નેધપાત્ર છે. વિશાળ જીવનમાં શાધેલાં અનેકવિધ માનવપરિસ્થિતિઓ અને જીવનમાઁ, પરિસ્થિતિનું વાસ્તવનિષ્ઠ ને વીગતપૂર્ણ આકલન, મનોવૈજ્ઞાનિક અભિગમ તથા વાર્તાનું આવેગરહિત ઘડતર એ દ્વિરેફની વાર્તાકાર તરીકેની લાક્ષણિક તાઓ છે. ‘મુકુંદરાય', “ખેમી' જેવી એમની ઘણી વાર્તાઓ પ્રભાવક બનેલી છે. એમનું નાટયસર્જન વિદ્યાર્થીઓને ભજવવા માટેની કૃતિઓ પૂરી પાડવા માટે થયેલું હોઈ કેવળ પ્રાસંગિક છે. અનૂદિત નાટયરચનાઓ અને નાટયશોને પણ સમાવતા મરણોત્તર સંગ્રહ ‘કુલાંગાર અને બીજી કૃતિઓ' (૧૯૫૯)માં અનુક્રમે સામાજિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યા લઈને આવતી ‘કુલાંગાર” અને “દેવી કે રાક્ષસી?” એ બે નોંધપાત્ર મૌલિક રચના છે, જે અગાઉ ‘દ્વિરેફની વાતો'-ભા. ૩માં ગ્રંથસ્થ થઈ હતી. ‘પ્રસ્થાન'ના પ્રકાશન અંગે હળવી શૈલીમાં થયેલાં ગુલાસરૂપ લખાણ વાચકોને ગમી જવાથી આવા લખાણને સામયિકનું એક નિયમિત અંગ બનાવીને એમણે ‘વૈરવિહારી'ના ઉપનામથી લખવા માંડેલું, તેના બે સંગ્રહ “સ્વૈરવિહાર'- ભા. ૧ (૧૯૩૧) અને રવિહાર'- ભા. ૨ (૧૯૩૭) થયા છે. ‘રવિહાર’ નામને અનુરૂપ આ લખાણોમાં વિષયવસ્તુ તેમ જ નિરૂપણશૈલી બંને પરત્વે લેખકે કોઈ પણ બંધને સ્વીકાર્યા નથી અને સાહિત્ય, સમાજ, ધર્મ, રાજકારણ, કેળવણી, મનુષ્યસ્વભાવ વગેરે વિષય અંગેની ચકાથી માંડીને નિબંધ પ્રકાર સુધીની રચનાઓ આપી છે. ક્યાંક ક્યાંક પ્રાસંગિકતા, વિશૃંખલતા અને હેતુલક્ષિતા પ્રગટ કરતાં આ લખાણો ઉપહાસ, કટાક્ષ, કરુણા, રોષ આદિ વિવિધ ભાષાચ્છટાઓ, તાર્કિક ને વાચક વિલક્ષણ અભિવ્યકિતપ્રયોગો તથા લેખકની તીણ બૌદ્ધિકતા, સૂક્રમ સંવેદનશીલતા ને રમતિયાળ કલ્પકતાને લીધે ગુજરાતી નિબંધસાહિત્યમાં પોતાનું ચોક્કસ સ્થાન ગુજરાતી સાહિત્યકોશ- ૨ :૩૬૧ Jain Education International For Personal & Private Use Only www.lainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy