SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ કથનને આધાર પં. લાલચંદ ભગવાનદાસ ગાંધી દ્વારા નિર્દિષ્ટ પ્રાકતદયાશ્રયવૃત્તિની રચના સં. ૧૩૮૭માં છે, તે છે. શ્રી ગાંધીએ “સિદ્ધરાજ અને જૈને ” એ લેખમાળા ૧૯૨૭–૨૦ સુધીમાં જેનમાં લખી હતી, તે પછી તેમના “ઐતિહાસિક લેખસંગ્રહ ૧૯૬૩માં પ્રથમ લેખરૂપે છપાઈ છે. તેમાં પૃ. ૪૦માં પ્રાકૃનક્રયાશ્રયની રાજશેખર કત વૃત્તિમાંથી ઉતારો આપવામાં આવ્યો છે. એથી જણાય છે કે તેમણે રાજશેખરની પ્રાકૃતદ્વયાશ્રયવૃત્તિની હસ્તપ્રતનો ઉપયોગ કર્યો છે. અને તે પાટણના ભંડારમાં હોવાનું જણાવે છે. (૯) નેમિનાથ ફાગ– અજિત શાંતિસ્તવાદિ અનેક નાના મોટા પ્રકરણોના સંગ્રહવાળી લા. દ. વિદ્યામંદિરના પૂ. મુનિરાજશ્રી પુણ્યવિજયજીના સંગ્રહની નં. ૮૬૦૧ પ્રતમાં પત્ર ૬૬-૬૭માં નેમિનાથ ફાગની પ્રતિલિપિ છે. તેને અંતે મારીરૂ તરસૂરિ વીર HIT મીન ફેતિ શ્રી નેમિનાથઃ સમાત: " આ કૃતિ અપભ્રંશ ભાષામાં છે. આ કાગની રચના સં. ૧૪૦પમાં થઈ છે તેમ જૈન પરંપરાના ઈતિહાસમાં નિર્દેશ છે ( પૃ૦ ૩૩૭). તેને આધાર મો. દ. દેસાઈએ જે. સા. સં. ઈ.માં લખેલ આ વાક્ય જણાય છે. “ ઉપર્યુક્ત મલધારી રાજશેખર સૂરિને સં. ૧૪૦૫ લગભગ નેમિનાથકાગ” — વળી જુઓ જૈનગુર્જરકવિઓ ભા. ૨, પૃ૦ ૧૩. ખરી રીતે તેની રચનાનો સમય નિર્દિષ્ટ નથી એમ જ માનવું જોઈએ. આ કૃતિ પ્રાચીન ગુજરાતી કાવ્ય સંગ્રહ” ( વડોદરા, ૧૯૨૦ )માં છપાઈ છે. પૃ૦ ૮૩. . ' આ ગ્રંથો ઉપરાંત રાજશેખરસૂરિએ મેરૂતુંગસૂરિના સ્તન્મનકપાર્શ્વનાથપ્રબંધનું સંશાધન પણ કર્યું છે. તેની રચના સં. ૧૪૦૦માં થયાનું જિનરનમાં નેધે છે. લા. ભ ગાંધી અનુસાર “સ્તભનેન્દ્રપ્રબંધનું સંશોધન સં. ૧૮૦૧માં રાજશેખરે કર્યું છે. અતિહાસિક લેખ સંગ્રહ પૃ૦ ૧૨૬, મુનિભદ્રને શાંતિનાથ ચરિત્રનું પણ સંશોધન આ. રાજશેખરે કર્યું છે. આ ચરિત્રની રચના વિ. ૧૪૧ન્માં થઈ છે. શાંતિનાથચરિત પ્રશસ્તિ શ્લોક ૧૧, તથા, દેસાઈ, જૈન સા. સં. ઈ. પૃ૦ ૪૩૭. જૈન પરંપરાના ઈતિહાસમાં ભૂલથી સં. ૧૦૧૦ છપાયો છે-ભાગ, ૨, ૫૦ ૩૩૮. શ્રી મુનિ જ્ઞાનચંદ્ર રત્નાકરાવતારિકાના ટિપ્પણના કર્તા મુનિ જ્ઞાનચન્દ્ર છે. તેમણે પ્રશસ્તિમાં પોતાની ગુરુપરંપરાનો નિર્દેશ કર્યો છે તે પ્રમાણે તેઓ સાધુપૂર્ણિમાગચ્છના હતા. આ ગછનું બીજું નામ સાર્ધ પૂર્ણિમા ગચ્છ છે. ૧ આચાર્ય ગુણચંદ્રના શિષ્ય તરીકે પ્રશસ્તિમાં પોતાને ઓળખાવે છે. સં. ૧૩૮૬માં ગુણચંદ્રની પાટે આ. ગુણપ્રભ થયા તે ઉલ્લેખ જિનપરંપરાના ઈતિહાસમાં છે. એ ઉપરથી જણાય છે કે ગુણચંદ્ર આચાર્ય તે ૧૩૮૬ પૂર્વે આચાર્યપદે હતા. વળી રાજશેખરસૂરિએ આજ્ઞા કરવાથી જ ટિપ્પણની રચના જ્ઞાનચંદે કરી છે અને તેનું સંશોધન પણ રાજશેખરસૂરિએ કર્યું છે તેથી જ્ઞાનચંદ્ર એ રાજશેખરના લધુ સમકાલીન હોવા જોઈએ તેથી તેમનો સમય વિક્રમ ચૌદમી શતી છે. અમદાવાદ દલસુખ માલવણિયા ૩૦-૮-૬૯ ૧ જૈન પરંપરાનો ઈતિહાસ ભા. ૨, પૃ. ૫૩૯-૪૦
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy