SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ તેની વિશેષતાનું વર્ણન રસિક કવિને શેભે તે રીતે કરે છે. આનું પ્રકાશન યશોદેવસૂરિ કૃત પ્રત્યાખ્યાન સ્વરૂપ આદિ ગ્રો સાથે, શ્રીત્રાષભદેવ કેસરીમલ સંસ્થા રતલામ દ્વારા ઈ. ૧૯૨૭માં થયું છે. આમાં રચના સંવત નથી. . (૫ ષડ્રદર્શનસમુચ્ચય–આ. રાજશેખરે ૧૮ પોમાં ક્રમે કરી જન, સાંખ્ય જૈમિનીય મૌગ, વૈશેષિક અને સૌગન એ છ દર્શનોનો સાર આપી દીધું છે. નાસિતકને તે. દર્શન માનવાના પક્ષના જ નથી. છતાં પણ અંતે તેના નિરાકરણમાં થોડી ચર્ચા કરે જ છે ( ૧૫૮–૧૭૫). એ યૌગને નામે શિવદર્શનનું વર્ણન કરે છે અને તેમાં તૈયાયિકનું તત્ત્વજ્ઞાન નિર્દિષ્ટ છે. પ્રત્યેક દર્શનને વર્ણન પ્રસંગે લિંગ, વેશ, આચાર. દેવ, ગુરુ, પ્રમાણે, પ્રમેય, મુક્તિ અને તેના સાધનોની ચર્ચા કરે છે. આચાર્ય હરિભદ્રના ઘદર્શન સમુચ્ચયથી આમાં અધિક માહિતી આપવામાં આવી છે. આનું પ્રકાશન યશોવિજય ગ્રંથમાળા (૧૭)માં થયું છે. રચના વર્ષને ઉલ્લેખ નથી. - (૬) કથાકેષ, અન્તરકથાકષ, વિનોદકથાસંગ્રહ–એવા વિવિધ નામે ઓળખાતા ગ્રંથમાં આ. રાજશેખરે કૌતુકથાઓ એટલે કે જે વિનોદ સાથે જ્ઞાન આપે એવી કથાઓને સંગ્રહ કર્યો છે. આ ગ્રંથની અનેક પ્રતે મળે છે, તેમાં કથાને ક્રમભેદ પણ છે. એટલે જણાય છે કે આ. શાજશેખરે સંગ્રહને ક્રમે કરી વ્યવસ્થિત કર્યો છે અને તેને અંતિમ રૂપ આપી ૮૪ કથાઓમાં પૂર્ણ કર્યો છે. વિદકથાસંગ્રહ-એ નામે કકલભાઈ ભુદરદાસ વકીલે ઇ. ૧૯૧૮માં પ્રકાશિત કર્યો છે તેમાં અને શ્રી કથાકેાષ એ નામે ઋષભદેવ કેશરીમલ, રતલામ દ્વારા ઈ. ૧૯૩૭માં પ્રકાશિત ગ્રન્થમાં કથાઓનું ઘણું સામ્ય છે પણ ક્રમભેદ દેખાય છે. અને પ્રથમમાં ૮૧ કથા છે જયારે બીજામાં ૮૪ છે. વિદથાસંગ્રહનું ગુજરાતી ભાષાંતર પણ પ્રકાશિત છે-જૈનધર્મ પ્રસારસભા વિ. ૧૯૭૮. આનું ચતુરશીતિપ્રબન્ધકથાકોષ એવું નામ આમાં ૮૪ કથા હોવાથી પડયું છે. - (૭) પ્રબન્ધકેષ અથવા ચતુર્વિશિતિપ્રબંધમાં ૨૪ પ્રબોને સંગ્રહ આચાર્ય રાજશેખરે કર્યો છે. વકતાને પ્રાયે ચરિત અને પ્રબન્ધની આવશ્યકતા છે તેથી ગુરુમુખથી સાંભળેલી કથાઓને સંગ્રહ કરવા રાજશેખરસૂરિ પ્રવૃત્ત થયા છે અને તેમણે પ્રસ્તુત ગ્રંથમાં આચાર્યો વિષે દશ પ્રબંધે, ચાર પ્રબંધ કવિઓ વિષે, રાજાઓ વિષેના સાત અને રાજાના અંગભૂત શ્રાવકના ત્રણ-એમ ચોવીશ પ્રબંધોની રચના કરી છે-એમ સ્વયં ગ્રંથના પ્રારંભમાં જણાવે છે. પ્રથમ જણાવ્યા પ્રમાણે આ ગ્રંથની રચના દીલ્હીમા વિ. ૧૪૦૫માં કરી છે તેમ પ્રશસ્તિમાં જણાવ્યું છે. આનું પ્રકાશન સિંધી ગ્રંથમાલામાં થયું છે ઈ. ૧૯૩૫માં. . (૮) પ્રાકૃતકડ્યાશ્રયવૃત્તિ–રાજશેખરના આ ગ્રંથને ઉલ્લેખ જૈનસાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસમાં ( પૃ. ૨૪૬ ) મળે છે. તેમાં તે ગ્રંથ વિ. ૧૩૮૭માં લખાયાને અને આ. મલધારી હેમચંદ્ર એંશી દિવસનું અમારિપત્ર રાજા સિદ્ધરાજ પાસેથી લીધું હતું—એમ તે ગ્રંથમાં હકીકત છે એવો નિર્દેશ શ્રી દેસાઈ કરે છે, પરંતુ તે ગ્રંથની હસ્તપ્રત વિષે તેમણે કશી માહિતી આપી નથી. જૈન પરંપરાના ઈતિહાસમાં ( ભા. ૨, પ્ર. ૩૩૭.) પણ શ્રી દેસાઈને અનુસરીને તે ગ્રંથ વિ. ૧૩૮૭માં રચાયાને નિર્દેશ છે. પ્રાકૃતિદ્વયાશ્રય મહાકાવ્યની જે વૃત્તિ છપાઈ છે તે તે આ. પૂર્ણકલશરચિત છે. પરંતુ ઉક્ત
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy