SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પ્રમાણવિદ્યાના એક સર્વગ્રાહી ગ્રન્થ બનવા પામ્યા છે. ભારતીય દર્શાનાને ઇતિહાસ તપાસીએ તે જણાશે કે સર્વ પ્રથમ વસ્તુચર્ચા અથવા તેા પ્રમે/નરૂપણ છે અને પછી જ્ઞાનચર્ચા કે પ્રમાણનિરૂપણ છે. ન્યાયદર્શીનમાં સર્વ પ્રથમ પ્રમાણનિરૂપણ વ્યવસ્થિત રીતે થયું. ત્યાર પછી જ અન્ય દનેામાં પ્રમાણવિદ્યાના પ્રવેશ થયા છે. તેમાં પણ બૌદ્ધ દર્શનમાં પ્રમાણવિદ્યા સ્વતન્ત્ર રીતે સ્થાન પામ્યા પછી જ જૈનદર્શનમાં પ્રમાણુંશાસ્ત્રોની રચના થવા લાગી છે. આથી જૈનપ્રમાણ વિદ્યાના ગ્રન્થામાં બૌદ્ધ પ્રમાણવિધાને પ્રભાવ જણાઈ આવે છે અને તે પ્રમાણનયતત્ત્વાલેાકમાં પણ દેખાય તે સ્વાભાવિક છે. આચાય હેમચન્દ્રની પ્રમાણુમીમાંસા તથા પ્રમેયકમલમાણ્ડમાં જૈન પ્રમાણવિદ્યાનાં સૂત્રો સાથે ન્યાયસૂત્ર, ન્યાયબિંદુ આદિની તુલના આપવામાં આવી છે. તે ઉપરથી તેેષ્ઠ શકાશે કે જૈન ન્યાયના નિર્માણમાં જૈનેતર દર્શનને વારસા અને તેમાં જેને દ્વારા સંશાધન કેટલું અને કેવા પ્રકારનું છે. એટલું જ નહિ પણ પ્રમાણનયતત્વાલેાકના નિર્માણુમાં ખાસ કરી પરીક્ષામુખે કેવા ભાગ ભજવ્યેા છે. વળી, આચાર્ય સિદ્ધસેનના ન્યાયાવતારની તુલના જે ન્યાયાવતારવાકિના પરિશિષ્ટમાં છે તે પણ જેવા જેવી છે જેથી જણાઈ આવશે કે પ્રમાણુવિદ્યાને પ્રવેશ જૈનદર્શનમાં કેવી રીતે થયા છે. રત્નાકરાવતારિકા ઉપર જોયું તે પ્રમાણે આચાર્ય વાદી દેવસૂરિએ ભારતીય દર્શનના આકરરૂપે પ્રમાણનયતત્ત્વાલેકની ટીકા ‘ સ્યાદ્વાદરનીકર ’ ગ્રન્થની રચના કરી હતી. તે અતિવિસ્તૃત હતી. સામાન્ય જિજ્ઞાસુને તેમાં પ્રવેરા સરલ હતેા નહિ તેથી તેમાં જિજ્ઞાસુનેા પ્રવેશ સરલ થાય તે દ્રષ્ટિએ વાદી દેવસૂરિના જ એક શિષ્ય આ. રત્નપ્રભસૂરિએ, જેએએ સ્યાદ્વાદરત્નાકરના નિર્માણમાં પણ આ દેવસૂરિને સહાય કરી હતી, ‘ રત્નાકરાવતારિકા ’નામની લઘુ ટીકા લખી છે. સ્યાદ્વાદરત્નાકરમાં પ્રવેશ સુલભ થાય એ દૃષ્ટિએ લખાયેલ આ લઘુ ટીકા ભાષાની છંટાને કાણે કિલષ્ટ જ બની ગઈ છે પરંતુ વિષયપ્રવેશ સક્ષેપમાં કરાવે છે તે જ દૃષ્ટિએ તેનું અવતારિકા ’ નામ સાર્થક છે, અન્યથા સ્વયં એ અવતારિકા ’ માં જ પ્રવેશ કરવા માટે એ ટીકાની જરૂર પડી છે તે જ તેના ‘ અવારિકા ’ નામના ઔચિત્ય વિષે શંકા ઉપજાવે તેવી સ્થિતિ છે. ' . વ્યવહારમાં ન વપરાતા અને ક્લિષ્ટ શબ્દોના પ્રયાગ કરીને તથા અમુક જવર્ણોમાં અમુક પ્રકરણે લખવાની પ્રતિજ્ઞા કરીને સ્વયં લેખકે પેાતાના પાંડિત્યનું પ્રદર્શન તા કર્યું છે પરંતુ જે ઉદ્દેશને લઈ ને લઘુ ટીકા લખવાનું શરૂ કર્યુ હતુ. તેમાં તે બાધક જ છે તેમ કહ્યા વિના ચાલતુ નથી. પરંતુ ભાષાની આ ક્લિષ્ટતાને બાદ કરીએ તે આટલી નાંતી કૃતિમાં ભારતીય દર્શનામાં તે કાળે ચર્ચાતા વિષયાનુ સંક્ષેપમાં જે પ્રકારે નિરૂપણ લેખકે કર્યું. છે તે તે ખરેખર પ્રશંસા જ માગી લે છે. સ્યાદ્વાદરનીકરના લાંબા લાંબા વાદામાંથી આવશ્યક દલીલાની ઉત્તમ તારવણી કરીને અવતારિકામાં વાદનું નવનીત તારવી આપ્યું છે તે પ્રશંસનીય જ છે. k અવારિકા નામની સાતા અવતારિકામાં ચર્ચિત કોઈ પણ વાદની તુલના યાદ્વાદરત્નાકરગત એ વાનરૂપણુ સાથે કરવાથી જણાઈ આવ્યા વિના રહેતી નથી. પણુ
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy