SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધ દાર્શનિક ધર્માનિ અને તેના અનેક ટીકાકાર, શાંતરક્ષિત તથા તેના ટીકાકાર કમલશીલ અને બીજા અનેક બૌદ્ધ આચાર્યોના ગ્રન્થોને ઉપયોગ છે જ. ઉપરાંત ન્યાય-વૈશેષિકદિ - દર્શનના જયંત આદિ અનેક આચાર્યોના મૌલિક ગ્રન્થોનું અવગાહન પણ તેમાં તરી આવે છે. તેમને મળેલ જ્ઞાનવાર પચાવીને જયંતની ન્યાયમંજરીની છટાદાર ભાષામાં સ્યાદાદરત્નાક્યની રચના કરીને ગુજરાતની દાર્શનિક વિદ્યાની ભૂખને સંતોષવાનો એક ' ભગીરથ પ્રયત્ન આચાર્ય વાદી દેવસૂરિએ કર્યો હતો. તેમના એ ગ્રન્થનું મૂલ્ય આ રીતે જ " મૂલવવું જોઈએ, એક સાંપ્રદાયિક ગ્રન્થ તરીકે નહિ. અને એમ થાય તે જ ભારતીય 'દર્શન વિચારના જે સોપાન છે તે સમજવામાં અને ભારતીય પ્રમાણુવિધામાં જે વિકાસ થયે છે તેમાં જૈન દાર્શનિકે એ જે પ્રદાન કર્યું છે, તેની મૂલવણી કરવામાં સરલતા થશે. ' ભારતીય દાર્શનિક ચર્ચામાં જૈન આચાર્યોને પ્રવેશ મોડે છે તેથી તેને એક લાભ એ છે કે જયારે વૈદિક અને બૌદ્ધો વચ્ચે વિવાદ ચાલતું હતું ત્યારે તે બનેની દલીલમાં રહેલ બેલાબલને વિચાર કરવાનો અવકાશ જૈનાચાર્યોને મળ્યો અને તેમણે જ્યારે પોતાની પ્રમાણુવિદ્યાનું નિર્માણ કર્યું ત્યારે બૌદ્ધ અને વૈદિકે બન્નેની વિદ્યાના વિકાસમાંથી નવનીત તારવીને તેમણે પિતાની પ્રમાણવિદ્યાનું નિર્માણ કર્યું. આ બધો વારસે વાદી દેવસૂરિને મળ્યો તેથી સ્યાદ્વાદરનાકરગત જૈન પ્રમાણવિદ્યા એ તે કાલની ભારતીય પ્રમાણુવિદ્યાનું નવનીત છે એમ કહીએ તે અતિશયોક્તિ નથી. ' જૈન આગમ ગ્રન્થમાં મુખ્યત્વે જ્ઞાનચર્ચા છે પરંતુ પ્રમાણચર્ચા પ્રાસંગિક છે આચાર્ય ઉમાસ્વાતિએ તત્ત્વાર્થાધિગમસૂત્રમાં તત્વને જાણવાના નાના પ્રકારનો નિર્દેશ કર્યો છે તેમાં એક પ્રકાર પ્રમાણ અને નય દ્વારા તત્વનો અધિગમ કરવો એ છે. અને આગમગત પાંચ જ્ઞાને એ જ બે પ્રમાણ છે એમ પણ આ. ઉમાસ્વાતિએ નિયું છે. તેની વ્યાખ્યામાં પૂજ્યપાદથી માંડીને અનેક અચાર્યોએ જ્ઞાન એ જ પ્રમાણ છે એમ માન્ય રાખી અન્ય દેશોમાં પ્રચલિત પ્રમાણેની ચર્ચા સાથે જૈન પ્રમાણચર્ચાનો મેળ બેસાડવા તથા જૈનાગમમાં પ્રસિદ્ધ પાંચ જ્ઞાને સાથે પ્રમાણને મેળ બેસાડવા નાનાવિધ પ્રયત્નો કર્યા છે. આચાર્ય સિદ્ધસેને ન્યાયાવતાર નામની સંક્ષિપ્ત પદ્યબદ્ધ રચના કરી તેમાં જૈન દષ્ટિએ પ્રમાણ અને નય ચર્ચા કરી છે. પણ છેવટે આચાર્ય અને જૈન સંમત પ્રમાણ સંખ્યા જે નિયત કરી તેનું જ મોટે ભાગે અનુકરણ કરીને ત્યાર પછીના પ્રમાણચર્ચાના ગ્ર રચાયા છે. તેમાં અકલંકને ગ્રન્થોના નવનીતરૂપે આચાર્ય માણિક્યનંદીએ પરીક્ષામુખ નામના સૂત્ર ગ્રન્થની રચના કરી પરંતુ તેમાં માત્ર તત્ત્વજ્ઞાનના ઉપાય તરીકે પ્રમાણની જ મિમાંસા કરવામાં આવી હતી. આથી આચાર્ય ઉમાસ્વાતિએ સૂચવેલ પ્રમાણ અને નય-એ બે તત્વજ્ઞાનના ઉપાય છે તેનું નિરૂપણ. જે આગમાનુસારી હતું અને જેનું સમર્થન ન્યાયાવતારમાં થયું હતું, તે ઉપેક્ષિત થતું હતું. તેવી ઉપેક્ષા નિવારવા આચાર્ય વાદી દેવસૂરિએ “પ્રમાણનયતવાલોક' નામના સૂત્રગ્રન્થની રચના મુખ્ય પરીક્ષા મુખને અનુસરીને કરી અને તે રીતે મૂળ જૈન આગમગતં તત્વજ્ઞાનની પરંપરાને પુનર્જીવિત કરી છે. એટલું જ નહિ પણ તેમાં વાદવિધિનું પણ પ્રકરણ ઉમેરવામાં આવ્યું છે. - જે વિષે પરીક્ષામુખમાં નિર્દેશ પણ નથી. આમ પ્રમાણનયતવાલોક એ જૈન
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy