SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ન કાંઈક આચાર્ય રત્નપ્રભે પિતાની સ્વતંત્ર બુદ્ધિને પણ પ્રયોગ કર્યો છે અને માત્ર આચાર્ય વાદી દેવસૂરિનું જ અનુકરણ કર્યું છે એમ નથી. વળી દુર્ભાગે સ્યાદ્વાદરનાકર સંપૂર્ણ ઉપલબ્ધ પણ નથી તેથી તેની ટીકાની પૂર્તિ પ્રસ્તુત રત્નાકરાવતારિકા દ્વારા જ થઈ શકે છે–આથી પણ તેની વિશેષ ઉપયોગિતા છે જ. પંજિકા અને ટિપ્પણ પ્રથમ જણાવ્યા પ્રમાણે “રત્નાકરાવતારિકા એ કિલષ્ટ ગ્રન્થ છે. તેથી તેના વિવરણની આવશ્યક્તા હતી જ. તેની પૂતિ આ. રાજશેખરે પંજિકા ” લખીને અને મુનિ જ્ઞાનચન્દ્ર ટિપ્પણ” લખીને કરી છે. આ બન્ને ટીકાઓ મૂળ રત્નાકરાવતારિકાના કઠિન સ્થળને સરળ રીતે સમજાવી દે છે, તેથી આ બન્ને ગ્રન્થ પણ રત્નાકરાવતારિકાને સમજવામાં અત્યંત ઉપયોગી સિદ્ધ થયા છે. આથી જ જન ગ્રન્થભંડારોમાં આ બંનેની અનેક હસ્તપ્રત મળી આવે છે. આ બને અત્યાર સુધી સંપૂર્ણપણે છપાયા હતા નહિ. આ પૂર્વે માત્ર બે પરિચ્છેદ પૂરતા જ તે છપાયા હતા. પરંતુ આ ગ્રન્થમાં તે સર્વપ્રથમ છાપવામાં આવ્યા છે, જે જિજ્ઞાસુને ઉપકારક નિવડશે એમાં સંદેહ નથી. . વળી, અનેક વાદના મુદ્દાઓમાં પંજિકા અને ટિપણમાં કેટલીક નવી સામગ્રી પણ આપવામાં આવી છે જેનો નિર્દેશ મૂળ અવતારિકામાં પણ નથી. આથી પણ આ બને ગ્ર અભ્યાસનો વિષય બને એ જરૂરી છે. આચાર્ય વાદી દેવસૂરિ " આચાર્ય વાદી દેવસૂરિના જીવનચરિતની સામગ્રી માટે નીચેના ગ્રન્યો ઉપયોગી છે– ૧ મુદ્રિતકુમુદચન્દ્રપ્રકરણ–યશોવિજય ગ્રન્થમાલા, કાશી ૨ પ્રભાવરિત (વિ. ૧૩૩૪) સિંધી જૈન ગ્રન્થમાલા ૩ પ્રબંધ ચિંતામણિ (વિ. ૧૩૬૧) સિંધી જૈનગ્રન્થમાલા ૪ પ્રબન્ધકેષ (વિ. ૧૪૦ ૫) સિંધી જૈન ગ્રન્થમાલા ૫ પુરાતનપ્રબ ધસંગ્રહ, સિંધી જૈન ગ્રન્થમાલા ૬ વાદીન્દ્ર દેવસૂરિચરિત્ર (અધૂરી હસ્તપ્રત–પરિચય માટે જુઓ, જૈન સત્યપ્રકાશ, અંક પ૬, પૃ. ૨૮૬માં શ્રી અગરચંદ નાહટાજીને લેખ). ૭ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ.૨૪૭-૨૪૯–જેન વે. કોન્ફરસ, મુંબઈ ૮ કાવવાનુશાસન, પ્રસ્તાવના પૃ. ccxlvii–cclv પ્રથમ આવૃત્તિ, મહાવીર જન - વિદ્યાલય, મુંબઈ - જન પરંપરાને ઇતિહાસ, ભાગ-૨, પૃ. ૫૬૦–૧૭૫–ચારિત્ર સ્મારક ગ્રન્થમાલા, અમદાવાદ, - શ્રીપ્રભોચન્દ્રાચાર્યે પ્રભાવચરિત' નામે ગ્રંથમાં જૈન પ્રભાવક આચાર્યોનાં જે જીવન ચરિતે લખ્યાં છે તે આર્ય વજસ્વામીથી માંડી આચાર્ય હેમચંદ્ર સુધીના કુલ મળી ૨૨ ૧. ઉદાહરણ તરીકે જુઓ પ્રથમ મંગલ શ્લોકની વ્યાખ્યા.
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy