________________
૧૧
શ્રીમાન વીરવિજયજી.–ધમ્પિલકુમાર, સવિ સાજન ભેળા રતનવતી તેડતી રે. ઘર આસન માંડે રે, મૃત ભક્ત જમાડે રે, મુગધ વસાડે ધૂપ ઉખેવતાં રે; શણગાર મુહાવી રે, માથે તિલક વધાવી રે, કહે વચ્છ વોળાવી વહેલા આવજો રે. મળે જઈ માતાશું રે, રહેજો શાતાશું રે, કઈ દિન વહેલાણું મુજ સંભારજો રે; ઉપગાર વખાણી રે, મુખ મધુરી વાણી રે, ધન બેહોળું આણું દીએ ઉવઝાયને રે. હવે કુંવર સધાવે રે, નૃપ પુત્રી વેળાવે રે, સજનને મેળા શુભ શકુને કરી રે; શેર બહેર આવ્યા રે, મિલણ સહુ લાવ્યા રે, કુંવરે બોલાવ્યા સહુનેં હિત ધરી રે. સૈન્ય સુભટ મિલાવી રે, રાયપાણી આવી રે. કમળસેના બોલાવી હિતશિક્ષા દિયે રે; પતિઆણ રહેજો રે, લજજા નિહેજો રે, સાસુ સસરાની સેવા કર ભલી પરે રે. રાએ માની તે રાણી રે, બેહેન સરખી જાણી રે, નણદી દેરાણીનાં મન સાચવો રે; ગુરૂ વિનય કરે છે રે, સમતામાં રહેજો રે, દાનગુણે દીપાવજો અમ કુળ વંશને રે. એમ કહી નિજ બેટી રે, હાંડા ભર ભેટી રે, થઈ છેટી વળ્યાં નિજ ઘર આંસુ ભર્યા રે; રથ બેઠી નારી રે, રાખીવૃંદ વિહારી રે, કરી સેના સારી પંથે શિરે તદા રે. કુંવર ચિંતાએ રે, રવિ પશ્ચિમ જાએ રે, અંધકાર તે થાયે અવસર પામીને રે; કુવર એકાકી રે, રહ્યા સુભટ તે બાકી રે, પુર બાહેર મુકી રથ પડદા ધરી..