________________
રાયચંદ્રજૈનકાવ્યમાલા.
આવ્યું તાતનું આણું રે. ઘરનાં દે અટાણું રે, મુજ મન જાણું માત મિલણભણું રે. અમને વોળારે, હવે વાર ન લાવો રે, શંખપુરી જાવ પથ દરેં ઘણે રે; મન ચિંતે રાજા રે, નિત્ય કેડી દીવાજા રે, કુંવર દિન ઝાઝા રહ્યા પણ ઘડી સમા રે. પુત્રી જે જાઈ રે, તે અતે પરાઈ રે, એહથી શી વડાઈ ઘરવસ્તી તણી રે; બદામનું નાણું રે, ઘેંસ છાશનું ખાણું રે, કાંસાક્ટ ભાણું લહી ધનમદ કરે રે. તમરાનું ગાણું રે, છાળીનું દુઝાણું રે, પરઘરનું ઘરાણું પહેરી મુખ ગણે રે; ત્રિપંડીનું ટાણું રે, ચણોઠીનું ઘરાણું રે, બેરટ અથાણું ભેજનમાં નહી રે. વાદળની છાયા રે, કપટીની માયા રે, તૃષ્ણાજળ ધાયા જળ નહિ પામતા રે; પરદેશીની પ્રીતી રે, બળી ભૂમિ બેતી રે, પણે ઘરવસ્તી કેતી માની રે. એમ ચિંતી રાય રે, અંતે ઊરજાય રે, પુત્રીની માયશું વાત સવે કરી રે; ઉઠે કુંવર રજાઈ રે, નૃપ કરત સજાઈ રે, રથ ઘોડા નવાઈ આસન બેસણાં રે. દિયે ભુષણ વાસ રે, ઘણાં દાસી દાસ રે, દેઈ કુંવરને પાસ રહી એમ વીનવે રે, પુત્રી ઉછરંગે રે, ઉછરી ઉગે રે, ગુણવંતને સંગે તુમ બાળે ઠરી રે. દેશે ન વિચારી રે, નવી પરણે નારી રે, પણ એ દિલ ધારી કદિય ન દુહો રે; સુણી કુંવર સજેલા રે, થઈ ભેજનવેળા રે,