________________
રાયચંદ્રજૈનકાવ્યમાલા.
કમળસેના શું સુખ વરે છે લાલ, ધમ્મિલરાસે તેરમી રે, ઢાળ પ્રથમ ખંડ સાર રે, ચતુરનર, શ્રીગુભવીર કુંવર સુખી હો લાલ. ૩૫.
ચોપાઈ. ખડે ખડે મધુરતા ઘણી, જેમ રસ શેલડી સાઠ ભણી
શ્રી શુભવીર વચન રસ લતા, ધમ્મિલ રસેં ચો પુર્ણવતા. ઇતિશ્રીમત્તપગચ્છીય સંવિજ્ઞશિરોમણિ પ્રતિશિરરત્ન પડિતશ્રી શુભવિજયગણિશિષ્યપંડિત શ્રી વીરવિજયગાણિવિરચિતે શ્રીસ્મિલચરિતે પ્રાકૃત પ્રબંધે પ્રથમખડઃ સમાતઃ
દ્વિતિય ખંડ પ્રારંભ,
દોહરા ભગુરૂ ચરણકમળ નમી, કહિશું આગળ વાત; મ્મિલ આગે મુનિવરેં. ભાષા નિજ અવદાત. પ્રથમ ખંડ અખંડ રસ, પૂર્ણ દુઓ સુપ્રમાણ બીજો ખંડ કહું હવે, સુણજે વિકસિત જાણુ. ધાર્મિક પંડિત કેતુકી, ધાગી નરનાર; ઈસી કથા આગળ કહુ, તસ ચિંત રંજનહાર. એક દિન રમવા નિકળે, અગડદત્ત અવિવેક; પગ પગ દેખણ કારણે, મળિયા લોક અનેક. મુખ હે પૂરણ શશી, અર્ધચંદ્ર સમ ભાળ; તપનોપમ તેજે કરી, અધર અણુ પરવાળ. મદનમંજરી દેખતી, કામદેવ અવતાર; કમળનાર્થે વશ કિ, ચિંતે મુજ ભરતાર. લેખ લખી ચતુરાઈશું, લલિત વચન નિજ હાથ; ઉપર મુદ્રા દેઈને, માલની સખી સાથ. માલતી કુલ કેબીમાં, અક્ષત લેખ સમેત;
એકાંતે જઈ કુંવરને, વધાવની ધરી હત. લેખ દિયે તારા હાથમાં, વૃદ્ધ સખી સુવિનીત; વાંચે કુંવર ઉબેલીને, પણ ધક્કે પ્રીત.