________________
શ્રીમાન વીરવિજયજી–ધમ્મિલકુમાર. ૫૧ વસ્ત્ર તુરગ દેઈ તસ્કરે રે, લોહ ડંડ લેઈ ધાય રે. જૂઓ. ૩૦. નૃપ રૂપ ચેર તુરગ ચઢી રે, આવ્યો નયર મઝાર રે; દર ઈ ભટને કહે રે, ચેરને કલ્યો બાર રે. જૂઓ૦,૩૧. કુંદી ફંદ સુણશે નહી રે, કહીને ગયો વિસરામ રે; જળઘટ હલકે ગૃપ ગયો રે, સન્મુખ કાંઠે જામરે. જૂઓ૦ ૩૨. ડડે હણે ઘટ ભાગિયો રે, જાણી ચેર ચરિત્ર રે; દરવાજે નૃપ એલો રે, આવ્યો રાંકની રીત રે. જૂઓ૦ ૩૩. જક્ષ સુતે દેવાલયે રે, દરવાજા લહી બંધ રે; ચર અદશ્ય રૂપ દેવ રે. કુસુમાભરણ સુગંધ રે. જૂઓ૦ ૩૪. ગણપતિમંદિર જપ કરે રે, પુરેહિત ચારને હેત રે; ચર પ્રસન્ન થઈ કહે રે, તો ધ્યાનસકેત રે. જૂઓ૦ ૩૫તસ્કર ગ્રહી તુજને દિયું રે, ચાલ અમારી સાથ રે; તામ પુરહિત ઇસમો રે, વળગે ગણપતિ હાથ રે. જૂઓ. ૩૬. મંત્રબળે કરી વાંદરે રે, પીંપળ વૃક્ષની ડાળ રે; બાંધ્યું કાખમેં ટીપણું રે, એક હાથે જપમાળ રે. જૂઓ. ૩૭. યોપવિત અર્ચા શિરે રે, શાંતિ કરે એ ભૂપ રે; બે દિન ઠકુરાઈ ભેગો રે, પોં પુરહિત રૂ૫ રે. જૂઓ૦ ૩૮. પત્ર લખી તરૂ ચઢિયો રે, નિજ ઠામેં ગયા તેહ રે; રાય પ્રભાતે ઓળખ્યા રે, લજવાણુ ગયા ગેહ રે. જૂઓ૦ ૩ ઠામ ઠામ કૈતુક જુએ રે, લોક હસંત હજાર રે; રાજસભાઓં નૃપ જુઓ રે, ફરિયાદ આવી ચાર રે. જૂઓ. ૪૦. વાંચી પત્ર તરૂતળે રે, ખેદ મહત્સવ રૂ૫ રે; પ્રગટયા પુહિત રે, નિજ ઘર ગત સહ ભૂપ રે. જૂઓ૦ ૪૧. ધમ્પિલકુંવરના રાસની રે, એ કહી બારમી ઢાળ રે; શ્રીગુભવીર કુંવરત રે, હવે રહિ ઉદય નિહાળ રે; જૂઓ૦ ૪૨.
દેહરા, પંચમ દિન ૫ સંસદિ, મંત્રી પ્રમુખ જન સવે; બેઠા તસ્કર વ્યતિક, ચિંતાતુર ગત ગર્વ.
I
-