________________
૨૩
પણ શ્રીમદ્દ દેવચંદ્ર ઔપણ રચેલ છે એમ કહેવાય છે. આ સ્વર્ગસ્થા શેઠ ભીમશી માણેકે છપાવેલ છે, તેમાં નય, નિક્ષેપ આદિ અનેક સૂક્ષ્મ બાબતે દરેક સ્તવનમાં બતાવેલ છે, તેથી તત્ત્વના ગ્રાહક દરેક જેને તે વાંચવાની સાથે બહુ મનન કરવા યોગ્ય છે. . “ . : - “અતીત જિન સ્તવન વીશી—આ વીશ સ્તવને પણ તત્વના રહસ્યથી પૂર્ણ છે. 'આને વિશેષ સ્પષ્ટતાથી મનન કરી શકાય. તેને માટે તેના અર્થ કરી રા. મનસુખલાલ હરિલાલે પિતાના “સુમતિ પ્રકાશ” નામના હમણાં જ બહાર પાડવાના ગ્રંથમાં પ્રકટ કરેલ છે. * * વીશ વિહમાન જિન સ્તવન – શ્રી સીમંધર આદિ મહાવિદેહાદિ ક્ષેત્રમાં વિચરતા વશજિન ભગવાનપર વીશ સ્તવન કરેલ છે, આ પણ અર્થ સાથે ઉક્ત ગ્રંથમાં બહાર પડવાના છે. * ધ્યાનમાળા –આમાં ધ્યાનને વિષય તેના પ્રકાર સાથે સારી રીતે ચર્ચા છે.
સ્નાત્ર પૂજા – આ પૂજા પ્રચલિત છે, અને પ્રભુનું સ્નાત્ર કરવામાં જે ઉચ્ચભાવના પ્રકટ થવી જોઈએ તે દ્રવ્ય અને ભાવથી આમાં જણાવેલ છે. - નવપદ પૂજા –આ પૂજા હમણું જે સ્વરૂપમાં છે તેવું સૂક્ષ્મ નિરીક્ષણ કરતાં તેમાં ત્રણની કૃતિઓનું સંમિલન છે. ૧ શ્રીમદ્દ યશે વિજય છ ૨. શ્રી જ્ઞાન વિમલસૂરિ ૩, શ્રી દેવચંદ્રજી પ્રથમના બે સમકાલીન હતા એ નિર્વિવાદ છે, શ્રી દેવચંદ્રજી તે વખતે હતા કે નહિ તે તેમનું ચરિત્ર
ગ્ય ઉપલબ્ધ થતું ન હોવાથી કહી શકાતું નથી. , . છુટક સ્તવન સજ કાય–ઘણું હશે પણ હાલમાં ત્રણ ઉપલબ્ધ છે, ૧ શ્રી વિરપ્રભુનું દિવાલીનું સ્તવન તેમાં વીરવિરહ બહુ કરૂણાદ્ધ રીતે વર્ણવેલ છે. ૨ સમકિત નવિ લહ્યું—એ સઝાય છે તેમાં પ્રથમ સમકિત અને પછી ક્રિયા એમ પ્રતિપાદન કરેલ છે. ૩ “આજ લાહે લીજીએ, . કાલ કોણે રે દીઠી એ નામની વૈરાગ્યોત્પાદક સઝાય છે.
આવી રીતે જે કૃતિઓ ઉપલબ્ધ થઈ શકી છે તે અહીં રેખરૂપે ધેલ છે, બીજું જે કંઈ હોય તે તે તુરત પ્રકટ થવાની જરૂર છે.