SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ રાયચંદજૈનકાવ્યમાલા. ભાગે મનસી પ્રીતડી, તિણે જાવું પરદેશ. ઈમ ચિતિ દક્ષણ દિશે, કંઅર ચલ્યા પરછન્ન; ગિરિ પુર જતાં પામિઆ, વિધ્યાચળ ઉપવન. ઉકાળ ભૂતળ તપ, તપતિ રવિ આકાશ; કુંઅર તૃષાકુળ વન ગહન, પેઠે ધરી ઉલ્લાસ, મુકતાફળ જળકતતી, પંકજ ભ્રમર ઉછાંહ; શિર જળધી લઘુ બધું સમ, સરવર દીઠું ત્યાંહ, શ્રમ તપતાપિત પંથીને, તરત ન પીવું નીર; કર પદ મુખ નવિ પેઈએ, કરવું નસ્નાન શરીર. એમ ચિંતિ વિસમી ઘડી, સ્નાન કરે જળપાન; વૃક્ષ લતામાં જક્ષ ઘર, પેઠે કરિ બહુ માન. જક્ષ શિરે મુકતામયી, અરિહંત પડિમા દેખ; દિક પખાલ કુસુમ દીજે, પૂજા કરત વિશેષ. સર સન્મુખ દ્રષ્ટી ગઈ, ચેત્યથિ વળતાં તાસ; જળથી ઝળકે વિજળી, પ્રગટય જાસ ઉજાસ. કુંઅર વિલોકિ ચિંતવે, કઈક કૌતક એહ; યક્ષાલય પાછળ રહી, જોવે પરછન્ન દેહ. ઢાળ ૮ મી. (શીરહિના સાળું છે કે ઉપર યોધપૂરીની ઢાળ છે-એ દેશી.) સરોવર જળથિ છે કે નારિ નિસરી, રૂપ અનેપમ કે તેજે ઉદાત કરી; ભૂષણ ચિવર હો કે ઝભક્ત અંગ ધરી, કુંઅર તે દેખિ હૈ કે ચિંતે ચિત હરી. સાગરપુત્રી છે કે વા વિદ્યાધરી, સિદ્ધ વનિતા હો કે ઈદ્રની અપછરી; નાગ કુમારી છે કે અથવા વ્યંતરી, વનની દેવી છે કે સ્ત્રિલક્ષણુ ભરી. નયન કટાક્ષે છે કે નૃપ ચિંતા ઉતરી,
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy