________________
ર૭૩
શ્રીમાન વીરવિજ્યજી—ચંદ્રશેખર. દઈ જમાન તે નિજ ઘર જાવે રે, શેઠ રજ લેઈ પંથ સધાવે છે; ' રાજા કુઅરની ભક્તિ કરતા રે, દિન દિન તેહજ અધીકે ધરતા રે. ૧૪. શ્રી શુભવીર કુંઅરશું મેળો રે, કરતા નવ નવ ભજન ભેળા રે; ચંદ્રશેખર રાસ રસાળ રે, બીજે - ખડે છઠ્ઠી ઢાળ રે. ૧૫.
દોહા એક દિન રાજકચેરીએ, કુંઅને નૃપ પૂછત; વિદ્યા રત્નનિધિ તમે, દેશ વિદેશ પરંત. મુજ માતુલ સુભગાપુરે, ચિત્રસેન છે રાય; તસ કન્યા દે અપછરા, યોવન વય જબ આય.
એક પેગી દેય શિષ્યશું, આવી કિયો વનવાસ; ત્રણે ધુર્ત શિરામણ, રાયે કી વિશ્વાસ ( વેસ્મા તસ્કર અગનિ જળ, ઠગ ઠક્કર સોનાર;
એતાં નવિ હુવે આપણું, મંકડ બહુ બિલાડ. વિશ્વાસે તે ગિયા, લઈ ગયા નિગ નાર; ગામ ગામ ગિરિ વતાં, ન પડિ ખબર લગાર. જે જાણે વિદ્યાબળે, ભાખે અમને તેહ, કન્યા લઈ ઘર આવિએ, જાય હૃદય સદેહ. તવ વળતું કુંઅર કહે, અપહરિ કન્યા દેય; વરચિંતા ટાળી અમે, પરણ્યા બાંધવ દેય. રાય ભણે એ ક્ષત્રિને, નહિ રૂડે આચાર; પરનારી પરધન ભણું, અપહરવું નિરધાર. કુંઅર કહે કન્યા તણું, સહસ ગમે ભરથાર; જબુવતી રૂખમણિ હરી, કુને ક્ષત્રિ વિચાર, પણ તુમ માતુલ વર પ્રિયા, હરતાં ગઈ તસ જાત; મેં શઠશું શત કરી, સાંભળજે તે વાત. ૧૦.
ઢાળ ૭ મી. . (સુતારિના બેટા તુને વીનવું રે લો, મારે ગરબે માંડવડા લાવજે–એ દેશી. ) વિથરિનું વચન નવિ વિસરે રે લો, અરિ કંટકની ગતિ દેય છે;