________________
શ્રીમાન વીરવિજ્યજી–ધમ્મિલકુમાર, ૨૨ પંચ પંચ સઘળે વતે, જાણું તજવા અતિચાર રે; રથ બેસી મારગ કરે, તેમ એ વ્રત મુક્તિ વિચાર છે. તેમ કરે. ર૭.. એકવીશ દ્રવ્ય ગુણ ઉત્તરા, વળિ પણતીસમ ગુણ સાર રે; ભાવથી સત્તર જે ધરે, તે પામે ભવનો પાર રે. તે કરે. ૨૮. દાન શીયલ તપ ભાવના, તિહાં દાન ગૃહીને વિશેષ રે; તે પણ ભા ફળ દીએ, અમૃતાનુષ્ઠાન અશેષ રે. અમૃતા કર૦૨૯. દાન દીયંતાં સાધુને, વરભક્તિ વિશેષે નાર રે; પાંચ કેડી સેવન તણી, સુરવૃષ્ટિ કરે તસ દ્વાર રે. સુરહ કરે. ૩૦. નિશ્રા પ્રાતિર્મિકી, દેખી તેડે મુનિ ગેહ રે; ખીર ખાંડ પડિલાભતી, ક્ષણ ક્ષણ જુએ ઊંચું તેહ રે. ક્ષણ૦ કર. ૩૧. પૂછતાં મુનિને કહે, જે દીઠી વાત અશેષ રે; આહાર સરસ તુમને દિયું, કેમ વૃષ્ટિ નહીં લવલેશ રે. કેમ કરે. ૩૨. તે કહે આ સરિખા મુનિ, તુઝ સરખી દાતા નાર રે; વૃષ્ટિ ન થાએ દષદ તણી, વિણભક્તિ હૃદયમાં ધાર રે. વિણુ કરે૩૩. . ભા દીયંતા બાકળા, કહ્યું કેવળ ચંદનબાળ રે; જિનગુરૂ વિનયને તપ ક્રિયા, ફળ વીર્ય ઉલ્લાસ વિશાળ રે. ફળ૦ કરો. ૩૪. કર્યો અંત કેડીકેડી સાગરે, જબ ગંઠીભેદ કરંત રે; જ્ઞાન ક્રિયા તવ ફળ દી, પ્રણિધાન દિશા વિકસંત રે. પ્રણિ૦ કરોડ તસ કારણુ મુતજ્ઞાન છે, તે તે બહુશ્રુત ગુરૂ આયા રે; વિનયે ગુરૂસેવા કરે, વિનયીને ગુણસંપત્ત રે. વિનયી કરે. ૩૬. . નાહી ધેઈ નિર્મળ થઈ, જેમ દેખે આરીસે રૂ૫ રે; ભાવ શોચ ગુરૂ દર્શને, પ્રગટે નિજ આતમ રૂ૫ રે. પ્રગટે કરો. ૩૭. જ્ઞાનદશ ગુરૂથી હુવે, જ્ઞાનથી સ્થિતિ કર્મનો નાશ રે; કેવળી પણું અને તે લહે, જ્ઞાનઉપયોગે શિવ વાસ રે. જ્ઞાન કરો. ૩૮. રવિ શશિ મણિ દીપક સમે, જ્ઞાન તે વિણકિરિયા અધ રે; ઉગ્રવિહારી તપ તપે, તે જાણે જૂઠ ધધ છે. તે કરો. પ્રભુકર દીક્ષિત છે ઘણું, પણ જ્ઞાની ગણે પરિવાર રે; સૂત્ર પન્ના જેણે રચાં, તે ગણતી ચઉદ હજાર રે. તે કરો૪૦. જગનાટક જ્ઞાની જુએ, જેણે ચાખ્યો શિવ આસ્વાદ રે;