SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દ પરિચિત છે. રાસ શબ્દના પરિચય વાળાએ પુષ્ટિમાર્ગ તે ગુજરા તમાં ઉત્તર હિંદમાંથી ૧૬ મા સૈકાની આખરે આવેલું જણાય છે. નરસિંહ મહેતા જે વૈષ્ણવ ધર્મ પાળતા હતા તે તો વિષણુસ્વામિવાળા વૈષ્ણવ પંથ હો એમ કવિ નર્મદાશંકર કહે છે. ત્યારે જૈન કવિઓએ કવિતામાં કરેલાં મહા પુરૂષનાં વર્ણનેને રાસ નામ શા વાસ્તે આપ્યું હશે તે વિચારવા જેવું છે. - - જેન કવિઓના રાસોમાં જુદે જુદે સ્થળે નજર કરતાં નવરસયુક્ત ' વર્ણને જોવામાં આવે છે. કોઈ કોઈ સ્થળનાં વર્ણનો રસ અને અલંકારથી, છલકાઈ જાય છે. રસનાં આલંબન, ઉદીપન, વિભાવ, વગેરે સાધનને જ્યાં જેવો ઘટે તે ઉપયાગ કરી એ વર્ણને વાંચવામાં આનંદ આવે એવાં રસભરિત કર્યો છે. આવાં રસવાળાં રસિક વર્ણનને તેમણે રાસ નામ આપવાનું ગ્ય ધાર્યું હોય તેમ અનુમાન થઈ શકે છે. કાવ્યને આત્મા રસ છે અને તેથી રસિક કાવ્યને રાસ નામ આપવું એ યોગ્ય પણ છે. સાહિત્ય શબ્દને ખરે અર્થ આપતી વેળા ઉદાહરણ તરીકે એક કોષમાં રસાલંકાર વગેરે એવી મતલબે લખવામાં આવ્યું છે. તે તે અર્થ લક્ષમાં રાખવાથી સ્પષ્ટ જણાશે કે જૈન કવિતાઓને ગુજરાતી ભાષાનું સાહિત્ય કહેવું એ એક આવશ્યક બાબત છે. સાહિત્યને ખરા અર્થ એમાં સાર્થક થાય છે. ' પ્રેમાનંદ વગેરે અન્ય કવિઓએ જુદાં જુદાં આખ્યાન કે કથાવણને લખ્યાં છે. તેવાં વર્ણનથી ભરપુર તેના પહેલાં સામાન્ય રીતે લખાયેલા આ રાસાઓ પણ છે. મૂળ એક વાતને લઈ વિસ્તારથી તેનું વર્ણન કરી અનેક ભવ્ય તથા ચમત્કારિક પ્રસંગોનાં વર્ણન આપી, અંતે નીતિધર્મને વિજય સ્થાપી, પાત્રોનું પરમ મંગળ સમાપ્તિમાં દાખવી રાસ પૂરો કરવામાં આવે છે. જૈન રાસોની કવિતા કૃત્ત કે છંદમાં લખવામાં આવી નથી, પણ અમૂક મેળમાં તાલ સહિત ગવાય અને તેમાં કોઈ રાગ રાગિણીની છીયા આવે એવી દેશીઓમાં રચાયેલી હોય છે. પ્રેમાનંદે જ્યારે કડવાં અને દયારામે જ્યારે મીઠાં એમ લખ્યું છે ત્યારે જૈન કવિઓએ પ્રથમથી તે આજ સુધી ઢાળ એ એક શબ્દ વાપર્યો છે. કડવાં પછી જેમ વલણ
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy