SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ અસલનાં બધાં લખાણે સળંગ લીટીમાં ને બાળબોધ જૈન લિપિમાં લખાયેલાં છે દેવનાગરી કે બાળબોધ અક્ષરો અને જૈન (માગધી) અક્ષરેમાંના ડાક અક્ષરે વચ્ચે કેટલેક તફાવત છે. આશરે અક્ષરેની ૩૪ સંખ્યા તદ્દન મળતી છે. જોડાક્ષરોમાં પણ કઈ કઈ સ્થળે તફાવત જ ણાય છે. તેથી જેનના રાસ તથા શાસ્ત્ર વગેરે જે લિપિમાં લખાયેલા છે તે લિપિને જૈન લિપિ કહેવી એ વધારે ઠીક લાગે છે. લેલ, હાં, હો રાજ, લલના, સલુણ, રેલાલ, આ છે લાલ વગેરે પાદપૂણાર્થ શબ્દોને જેનેએ દેશમાં જરૂર પડતાં બહુ છૂટથી ઉપયોગ કયા છે. રાસો સિવાય જૂદા જૂદા ધાર્મિક ને નૈતિક વિષય ઉપર સઝાય, સ્તવન, લાવણું ઈત્યાદિની રચના પણ જૈનોએ કરી છે. કવિતા તરફ તેમનું વલણ વિશેષ છે. એક વિદ્વાન કહે છે કે “એકલા કાવ્યમાં સાહિત્યને સમાવેશ થતો નથી છતાં કાવ્ય એ એક સાહિત્યની સુંદર કલા છે. તેને પ્રદેશ અતિ વિસ્તીર્ણ છે. કવિઓનાં જીવન કવિતામય હોઈ, કવિતામાં આસક્ત હોઇ, રસમાં ઝબકાળાયેલા હોય છે. કવિઓના હદયભાવોના ઝરણાનું વહન સાહિત્યના પ્રદેશને ફળદ્રુપ કરે છે. મધ્યકાળના ગુર્જર કવિઓએ આપણી પ્રજાનાં જીવન રચવામાં તેમજ પ્રારબ્ધ ઘડવામાં કેટલી બધી અસર કરી છે ? ” કાવ્યના આવા મહાને લીધે જૈન કવિઓએ રાસને પ્રથમ પસંદગી આપી જણાય છે. એમ. એ. ની પરીક્ષામાં “ગુજરાતી લઈ પાસ થનારા વિદ્વાનોને માટે જે જે ગુજરાતી પુસ્તકો પસંદ કરવામાં આવ્યાં હતાં તેમાં જૈન કવિ તેમવિજય રચેલે “શીલવતીને રાસ ” પણ હતું. તે રાસ ગ્ય પ્રસ્તાવના સહિત રા. બા. હરગોવિ દદાસ કાંટાવાળાએ પ્રાચીન કાવ્યમાળાના એક અક તરિકે પ્રસિદ્ધ કર્યો છે. તેવા વિશેષ અંકે નીકળ્યા હોત તો અથવા ઐતિહાસિક ગદ્ય ગ્રંથ જે રાસાને નામે ઓળવાય છે તેને સંગ્રહ કરવામાં ફેરબસ સાહેબ જેવા ઉત્સાહી યુરેપિયન ગ્રહસ્થને જેગ મળી ગયો હતો તેણ જૈન રાસેની પ્રસિદ્ધિમાં તે કાઈ જગ મળ્યો હોત તો આજે જૈન સાહિત્ય તરફ ગુજરાતના તથા બીજા દેશન સક્ષરે 'કાઈ જુદીજ ખુબીથી જોતા હોત. સનાતન જન ” માસિકમાં જૈનેનાં જૂનાં ગદ્ય લખાણોના
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy