SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ પડે છે. ગાયન એ પાંચમે વેદ ગણાય છે. ગાયનથી ચિત્ત લય પામે છે. તે કવિતા તરફ રૂચી કરાવી નીતિને રસ્તે દોરવાનું કામ રાસો વડે કરવાને જૈન લેખકે લલચાય તેમાં નવાઈ નથી. કેટલાક રાસમાં કવિઓએ તર્ક અને કલ્પના શક્તિને સારી રીતે સરાણે ચડાવી હોય એમ જણાય છે. કઈ કઈ રાસમાં એવું પણ જોઈ લેવાય છે કે વાર્તા કથનમાં ચમત્કારિક અને મંત્રી ત્રની કે દેવતાઈ વાનાં વર્ણન કરવા જતાં પાનાં ને પાનાં ભરી દીધાં હોય છે અને તેમાં રાસનો વિશેષ ભાગ રોકાઈ જવાથી સુબોધક ભાગ કાં તો દબાઈ જાય છે ને કાંતે અલ્પ ભાગમાં આવે છે. દરેક રાસમાં મુખ્ય પાત્ર સંસાર છોડી સાધુપણ અગીકાર કર્યાની વાત આવે છે, અને છેલ્લે તેણે સ્વર્ગ મેક્ષના સુખની પ્રાપ્તિ કન રાસ ઉપરથી જોઈ લેવાય છે. મેક્ષના મોતી જેવા મહાપાત્રને જ કવિ મૂળ ગ્રંથોમાંથી મુખ્ય પાત્ર તરીકે રાસમાં પસંદ કરે છે. ખરેખર સવર્તનશાળી ચિત્રોને જ જનસમૂહ આગળ ખડા કરી તેના દષ્ટાંતથી) શ્રેતાઓને સદ્ગણી બનાવવાનો એ કવિઓને શ્રમ સ્તુતિપાત્ર છે. ગુર્જરી કવિતાના પવિત્ર પ્રદેશમાં જૈન કવિઓ સારી રીતે દીપી ઉઠયા છે. તેમની કવિતાઓએ અનેક દાખલા દષ્ટાંત આપી દાન, શીલ, તપ, ભાવના, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય વગેરે બાબતનો મહિમા વધારવા સારે શ્રમ લીધે છે. એકલું અમુક દેવનું વર્ણન કે અમુક ધામનું વર્ણન કે અમુક અવતારનું વર્ણન લઈ માત્ર તે માટે જ રાસો રચાયા હોય એવું જણાતું નથી, પણ ધર્મનીતિના સિદ્ધાંત તરફ જનસમૂહને વાળી શકાય તેવાં પાત્ર પસંદ કરી તે તરફ શ્રેતાઓને વાળવાની તજવીજ કરવામાં આવી છે રાસાનુ સામાન્ય સ્વરૂપ એ પ્રમાણે છે બાકી તેમાં કોઈ કાઈ અપવાદ પણ છે. વિમળ મંત્રીને રાસ, કુમારપાળને રાસ વગેરે રાસો વાંચવાથી કેટલુક ઐતિહાસિક જ્ઞાન પણ થાય છે વલ્લભીપુરના રાજા શિલાદિત્યના દરબારમાં પણ જૈન પંડિત વાદવિવાદ કરતા વનરાજ ચાવડાથી માંડીને ઠેઠ વિશળદેવ વાધેલા સુધીને ઈતિહાસ તપાસીએ તે તેમાં પણ જૈન સાધુઓ અને જૈન મંત્રીઓ થોડે થોડે કાળે દર્શન દેતા જણાય છે. પિતાના પ્રબળ સમયમાં તેમણે સાહિત્યની અભિવૃદ્ધિ માટે ને ધર્મનીતિના સિદ્ધાંતના પ્રસાર માટે શ્રમ લીધો સ્પષ્ટ થાય છે.
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy