SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ | આર્ય છે તેમ ઢાળ પૂરી થતાં કેટલાક રાસમાં દેહરા કે સોરઠી દેહરા આવેલા હોય છે. મંગળાચરણમાં પ્રથમ દરેક રાસમાં જિદ્રદેવની, પછી સરસ્વતી દેવીની તથા ગુરૂની સ્તુતિ કરી કે રાસ લખાય છે ને ધર્મનીતિની કઈ બાબતને મહિમા બતાવવા લખાય છે તે જણાવ્યું હોય છે. ઘણુ કરીને દરેક ઢાળમાં છેડે કવિનું નામ આવે છે. રાસ પૂરો થતાં કેટલાક રાસમાં તિ તે રાસ કવિએ કઈ સાલમાં કઈ તિથિએ કયે વારે કયા ગામમાં રહી રએ તે તથા કવિના ગુરૂઓનું પેઢીનામું પણ આપવામાં આવ્યું હોય છે. ગુજરાતમાં મુસલમાની રાજના આભનો કાળ તદ્દન અંધાધુ ધીને ને જુલમ ત્રાસ હતો. એ કાળમાં લેકે સંસ્કૃતાદિ ભાષાઓ ભણે કે ચું તત્વજ્ઞાન મેળવવામાં વખત ગાળે એવી કશી જોગવાઈ કે શાંતિ નહોતી. ધર્મ પુસ્તક ભંડારામાં ભરી સંતાડી મૂકવામાં આવ્યાં હતાં. એવા વખતમાં સામાન્ય જીવોના હિતને માટે રાસ રચવામાં આવ્યા હોય એમ જણાય છે. અંધાધુધીના વખતમાં પણ જૈન સાધુઓ જાગ્રત રહ્યા હતા એવું એ રાસો આદિની રચનાથી જણાય છે. એ રાસોમાંના ઘણા મોટા ભાગનું વસ્તુ ( plot) મૂળ સંસ્કૃત કાવ્યો કે આગમ સૂત્રો કે એ સૂની ટીકા ઉપરથી લીધેલું એ તે નિ સ દેહ લાગે છે. અંધાધુધીના વખતમાં જૈન લોકેાએ જોયું કે સામાન્ય જીવો મૂળ માગધી કે સંસ્કૃતિનો અભ્યાસ કરી તે ઉપરથી ધર્મબોધ લઈ શકે તેમ નથી. માટે તેઓ સમજે અને સરળતાથી શીધ્ર બેધ પામે તે સારૂ. એવી સ્વપર હિતબુદ્ધિએ, ઘરબાર તજી ત્યાગી થયેલા એ સંયમીઓએ સંસ્કૃત કાવ્યો તથા સૂત્ર ટીકામાંની-આખ્ય યિકાઓને રાસ રૂપે દેશ ભાષામાં ઉતારી. - જૈન ઉપાશ્રયમાં આજે પણ ચેમાસાના દિવસોમાં તેમજ ઉનાળાના લાંબા દિવસમાં બપોરે ઘણે સ્થળે સાધુ, આર્યા કે શ્રાવકે રાસ લલકારીને વાંચે છે અને શ્રોતાઓ ધ્યાન દઈને સાંભળે છે. સામાન્ય જીના લાભ માટે ધર્મનીતિન શિક્ષણ આપનારા આવા રાસો દેશ ભાષામાં રચનાર સાધુ મનિઓએ છેલ્લાં પાંચ શતકને સમય જતાં શ્રાવકસમૂહ ઉપર બહુ ઉપકાર કર્યો છે. કવિતા જેવી ચીજ સારા રાગથી ને હલકથી ગવાતાં ઘણાને પ્રિય
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy