________________
સંવરતવ
બે કલ્પ, રજોહરણની અંદરને નિસિજ્જ, એ, સંથારિયું, ઉત્તરપટ્ટો અને દંડ વગેરેની પડિલેહણું–પ્રતિલેખના કરે છે અને તેમાં કઈ જીવજંતુ જોવામાં આવે તે આઘાની ઊનની અતિ કોમળ દશી વડે તેને દૂર કરી દે છે. દિવસના ત્રીજા પ્રહરે પણ તેઓ આવી જ રીતે મુહપત્તી, ચેલપટ્ટો, ગુ, પાત્રલેખનિકા, પાત્રબંધ, પડલા, રજસ્ત્રાણ, પાત્રસ્થાપન, માત્રક (ભિક્ષામાં વસ્તુ જેવા આદિનું પાત્ર), પાતરાં જોહરણ, ઊનનું કહ્યું અને બે સૂતરાઉ કલ્પ વગેરેની પડિલેહણ કરે છે.
ઉત્સર્ગ સમિતિ કે પારિષ્ઠોપનિકાસમિતિનું પાલન કરવા માટે મલ, મૂત્ર, શ્લેષ્મ, ઘૂંક, કેશ, નિરુપયોગી ઉપકરણ તથા અન્ય પરઠવવા ગ્ય વસ્તુઓ જીવ જંતુરહિત તથા અચિત્ત ભૂમિમાં એટલે કે જ્યાં લીલેરી પ્રમુખ ન ઉગેલ હોય તેવી જગાએ વિધિસર પરઠવવી જરૂરી છે.
જીવનધારણ માટે ચાલવું, ખાનપાનાદિ સામગ્રી મેળવવી, વસ–પાત્ર વગેરેની લેન્ક કરવી તથા મલ– મૂત્રાદિનું વિસર્જન કરવું જરૂરી છે, પણ તે દરેક ક્રિયા સાવધાનીપૂર્વક–યતનાપૂર્વક-શાસ્ત્રના નિયમપૂર્વક કરવી, એ પાંચ સમિતિને સાર છે. તેનાથી ચારિત્રનું ઘડતર ઉત્તમ પ્રકારે થાય છે અને ઉપયોગ વધતાં વિશેષ આત્મજાગૃતિ અનુભવાય છે.
હવે ગુપ્તિ સંબંધી વિચારણું કરીએ. મનને સાવદ્ય