________________
નવ-તત્ત્વ-દીપિકા - (૩૪) હાથ સચિત્ત વસ્તુથી ખરડાયેલ હોય અને આપે તે.
(૩૫) આહાર કે વસ્તુ કેઈ સચિત્ત પદાર્થ પર શખેલી હોય અને તે આપે છે.
(૩૬) આહાર કે વસ્તુ પર કેઈ સચિત્ત પદાર્થ રાખેલે હોય અને તે આપે તે.
(૩) આહાર કે વસ્તુ સચિત્તને સ્પર્શ કરતા હોય તે. (૩૮) દાતા અંધ કે પંગુ હોય અને આપે તે. (૩૯) વસ્તુ પૂરેપૂરી અચિત્ત ન હોય અને આપે તે.
(૪૦) સચિત્ત અને અચિત્ત વસ્તુ એક સાથે મળેલી હોય અને આપે તે.
(૪૧) કોઈ અયતનાએ વહોરાવતું હોય તે.
(૪૨) તુરતના લીધેલાં આંગણું પરથી આવીને આપે તે.
આદાન-નિક્ષેપસમિતિનું પાલન કરવા માટે આસન, શય્યા, વસ્ત્ર, પાત્ર, પુસ્તક ઈત્યાદિ વસ્તુઓને લે-મૂક કરતાં પૂરતી સાવધાની રાખવાની જરૂર છે. એટલે કે વસ્તુને ગમે તેમ ફેંકવી નહિ, પછાડવી નહિ, પણ યથાસ્થાને સાચવીને મુકવી, તેમજ લેવી પડે તે ઘસડીને લેવી નહિ કે ગમે તેમ લેવી નહિ, પણ વ્યવસ્થિત રીતે લેવી. આ સમિતિનું પાલન કરવા માટે મુનિએ પ્રાતઃકાળના પ્રતિક્રમણ બાદ મુહુપત્તી, ચળયો , ઊની કલ્પ, સૂતરના
૧. અધોવસ્ત્ર. ૨. અંતરપટ.