________________
૨૫૮
નવ-તત્વ-દીપિકા તે લે નહિ. પિડનિર્યુક્તિમાં તેને અધ્યવપૂરક નામને દેષ કહે છે
() જે આહાર કે વસ્તુ પિતાના પરિવાર તથા શ્રમને લક્ષમાં રાખીને બનાવી હોય, તે લેવી નહિ.
(૫) જે આહાર કે વસ્તુ પ્રમાણેને માટે કેટલાક વખતથી રાખી મૂકેલી હોય, તે લેવી નહિ.
(૬) જે આહાર કે વસ્તુ ખાસ કરીને દાન માટે તૈયાર કરેલી હોય, તે લેવી નહિ.
(૭) જે આહાર કે વસ્તુ અંધારામાં પડી હોય અને તેને જોવા માટે દીવે કરવું પડે તેમ હોય કે અન્ય રીતે પ્રકાશ કરવું પડે તેમ હોય, તે લેવી નહિ.
(૮થી૧૨) જે આહાર કે વસ્તુ શ્રમણને આપવા માટે કિંમત આપીને ખરીદેલી હય, ઉધાર લીધેલી હોય, વિનિમય કરીને મેળવેલી હેય, બીજા સ્થાનેથી મંગાવેલી હિોય, બીજા પાસેથી ઝુંટવીને મેળલી હેય, તે લેવી નહિ.
(૧૩) જે આહાર કે વસ્તુ સામેથી લાવવામાં આવી હેય, તે લેવી નહિ.
(૧૪) જે આહાર કે વસ્તુ કમાડ ખેલીને કે માળ ઉપરથી ઉતારીને લાવવામાં આવી હોય, તે લેવી નહિ.
(૧૫) જે આહાર કે વસ્તુ ભાગીદારની સંમતિ વિના આપવામાં આવી હોય, તે લેવી નહિ.
(૧૬) જે આહાર કે વસ્તુ શ્રમણનું આગમન જાણીને અધિક પાણી વગેરે નાખીને બનાવી હોય, તેને લેવી નહિ