SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ २१ [૪] શ્રુતસ્થવિરાચાર્યદેવશ્રીજિનસુંદરસૂરિવિરચિત દીપાલિકાકલ્પ - પરમપૂજ્ય આચાર્યભગવંત સોમસુંદરસૂરિમહારાજના શિષ્ય પરમપૂજય જિનસુંદરસૂરિ મહારાજે વિ. સં. ૧૮૮૩માં દીપાલિકાકલ્પની રચના કરેલ છે. તેનો ઉલ્લેખ કલ્પના અંતે આ પ્રમાણે છે.’ પ્રસ્તુત કલ્પમાં પણ સંપ્રતિરાજા આર્યસુહસ્તસૂરિને દીપાલિકાપર્વ લોક અને લોકોત્તરમાં પ્રખ્યાત શાથી છે? તે પૂછે છે અને ગુરુભગવંત વીરપરમાત્માનું સંક્ષિપ્તમાં જીવનચરિત્ર કહીને પ્રભુ પાપાપુરી નગરીમાં હસ્તિપાલરાજાની રજુસભામાં અંતિમ ચાતુર્માસ વીતાવે છે ત્યારે તે ચાતુર્માસમાં પોતાનું આયુષ્ય સ્વલ્પ જાણીને લોકોની અનુકંપાથી સોળ પ્રહર સુધી ધર્મદેશના આપે છે, ત્યારે પુણ્યપાલ રાજા ભગવાનને વંદન કરવા આવે છે અને ભગવાનને વિજ્ઞપ્તિ કરે છે કે હે નાથ ! મેં આજે રાત્રિએ આઠ સ્વપ્નો જોયા છે તેનું આપ ફળ કહો અને પરમાત્મા આઠ સ્વપ્નોનો ફળાદેશ કહે છે તેમાં અંતે અગ્રહિલગ્રહિલજનનું દૃષ્ટાંત કહે છે. આઠ સ્વપ્નોનો ફળાદેશ પરમાત્મા પાસેથી સાંભળીને પુણ્યપાલ રાજા ગૃહવાસથી વૈરાગ્ય પામીને સ્વામી પાસે વ્રતગ્રહણ કરીને સ્વર્ગમાં ગયા. ત્યારપછી ગૌતમસ્વામી પરમાત્માને ભાવમાં થનારા ભાવોનું સ્વરૂપ પૂછે છે. પરમાત્મા ભાવમાં થનારા સર્વભાવોનું કથન કરે છે. ભાવીમાં ૮૪ ગચ્છભેદો થશે, હુંડાઅવસર્પિણીમાં દશ અચ્છેરા થશે તે શ્લોક ૧૩૬-૧૩૭માં બતાવેલ છે. દુઃષમકાળનું સ્વરૂપ લૌકિકો પણ કલિયુગના નામથી વર્ણવે છે તે પરમાત્મા કહે છે. ત્યારપછી ક્રમથી અણહિલપુરપાટણમાં ચૌલુક્ય કુળમાં ચંદ્રમા સમાન કુમારપાળ રાજા થશે અને તે એકવાર આચાર્યભગવંત હેમચન્દ્રસૂરિમહારાજ પાસેથી જીવિતસ્વામીની મૂર્તિનો સંબંધ સાંભળે છે, ત્યારપછી વિતભયસ્થાનમાં ધૂળનો કિલ્લો ખોદાવીને તે પ્રતિમાને પ્રગટ કરે છે અને પ્રતિમાને પાટણમાં લાવીને સાક્ષાત્ વીરજિનેશ્વર માનીને પૂજે છે. તે વખતે તે પ્રતિમા માટે ઉદાયી રાજાએ ગામોનું શાસન આપેલું તે આજ્ઞાપત્ર પ્રગટ થાય છે અને કુમારપાળ રાજા પણ તેવું શાસન પૃ. ૭૮, ‘વિક્રમviતાં મનિલીદંર વક્િસ' પૃ. ૮૦, માદરવનું વત્તાયા પૃ. ૮૧ આ સ્થળોમાં ખરતરગચ્છની માન્યતાને આવરી લેવાનો પ્રયત્ન કરાયો છે. संवत्सरेऽग्नि-३ द्विप ८ विश्व-१४ (१४८३) सम्मिते दीपालिकाकल्पममुं विनिर्ममे । तपागणाधीश्वर-सोमसुन्दर-श्रीसूरिशिष्यो जिनसुन्दराह्वयः ॥१॥ दीपालिकापर्वकल्पोऽयं वाच्यमानः सुधीजनैः । जीयाज्जयश्रियो हेतु-राचन्द्रार्कजगत्त्रये ॥२॥ इति श्रीतपागच्छाधिराज-श्रीसोमसुन्दरसूरेः । शिष्यभट्टारकप्रभो-जिनसुन्दरसूरेः कृतिरेषा विनिर्मिता ॥३॥ [fi૦ સુo o o - જરૂ૬-૪ર૭-૪૩૮] kalp-t.pm5 2nd proof
SR No.009693
Book TitleDipalika Kalpa Sangraha
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages304
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy