SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ २२ આપશે અને મહાપૂજાપૂર્વક નિત્ય પ્રતિમાને વંદન કરશે, એ પ્રમાણે પરમાત્મા કહે છે. તે કુમારપાળ રાજા કેવા થશે વગેરે વર્ણન શ્લોક ૨૨૨થી ૨૨૬માં કરેલ છે તેમાં કહ્યું છે કે, અઢાર દેશોમાં મારી-વ્યસન વગેરેને નિવારશે. ત્યારપછી ભાવમાં શ્રમણો, રાજાઓ વગેરે કેવા થશે તેનું શ્લોક ૨૨૭થી ૨૩૦માં વર્ણન કરેલ છે. ત્યારપછી કલ્કી રાજાનું સ્વરૂપ અને કલ્કીની જન્મપત્રિકા બતાવેલ છે. કલ્કીનો પુત્ર દત્ત પિતાના પાપફળને જાણીને પુણ્ય કરવામાં એક તત્પર એવો પૃથ્વીને જિનમંદિરોથી મંડિત કરશે. ત્યારપછી ભસ્મગ્રહ ઉતર્યા પછી ૨૧ હજાર વર્ષ સુધી જિનધર્મ શ્રેષ્ઠ રીતે પ્રવર્તશે એ પ્રમાણે પ્રભુ કહે છે. ત્યારપછી અન્ય ગ્રંથની સાક્ષી આપીને શ્લોક ૨૮૮થી ૨૯૯માં પાંચમા આરામાં આચાર્યો, ઉપાધ્યાયો, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા વગેરે કેટલા થશે તેની સંખ્યા બતાવેલ છે. ત્યારપછી શ્લોક ૩૦૦થી ૩૦૪માં પાંચમા આરાના અંતે થનારા ચતુર્વિધ સંઘનું સ્વરૂપ બતાવેલ છે. શ્લોક-૩૦૫માં જિનેશ્વરદેવનો ધર્મ કયાં સુધી રહેશે તે બતાવેલ છે. ત્યારપછી છઠ્ઠા આરાનું સ્વરૂપ, ઉત્સર્પિણીના પહેલા અને બીજા આરાનું સ્વરૂપ, બીજા આરાના અંતે સાત કુલકરોની ઉત્પત્તિ થશે. ત્યારપછી ઉત્સર્પિણીના ત્રીજા અને ચોથા આરામાં થનારા ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ, ૯ બળદેવના નામો કહ્યા છે તેમાંથી ૬૧ શલાકા પુરષો ત્રીજા આરામાં થશે અને છેલ્લા ૨૪મા તીર્થકર અને છેલ્લા ચકી ચોથા આરામાં થશે. ઉત્સર્પિણીના ચોથા આરામાં ૧૮ કોડાકોડી સાગરોપમ સુધી યુગલિકધર્મ પ્રવર્તશે. આ રીતે ઉત્સર્પિણી અને અવસર્પિણી મળીને એક કાળચક્ર થાય છે, એવા અનંતા કાળચક્રો જીવે પસાર કર્યા છે અને સમ્યક્ત પામ્યા વિનાનો જીવ પસાર કરશે. આ પ્રમાણે પરમાત્માએ ભાવીનું સ્વરૂપ કહીને પ્રેમબંધન ઉચ્છેદ માટે ગૌતમસ્વામીને નજીકના ગામમાં દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા મોકલ્યા. ત્યારપછી શ્લોક ઉપરથી ૩૫૫માં પરમાત્માના અવધિજ્ઞાની વગેરે મહાત્માઓનું સ્વરૂપ કહ્યું છે, તે સમસ્ત સાધુ આદિ પરિવારથી પરિવરેલા છઠ્ઠનો તપ કરીને ૭૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને પરમાત્મા સિદ્ધિમહેલને પામ્યા તે વર્ણન શ્લોક ૩૫૭થી ૩૬૫માં કરેલ છે. ત્યારપછી કાશી-કોશલ દેશના ૯ મલ્લકી અને ૯ લચ્છકી રાજાઓએ અમાવાસ્યાના દિવસે આહારત્યાગરૂપ પૌષધ કરીને પરમાત્મારૂપ ભાવોદ્યોત અસ્ત થવાથી દ્રવ્યોદ્યોત દીપોને રાત્રીએ કર્યા. દેવ-દેવીઓના સમુદાય જતાં-આવતાં હોવાથી તે રાત્રિ જ્યોતિર્મયી થઈ અને “મેરાઇય' શબ્દથી આકુળ બની આ બાજુ દેવમુખેથી વીરપરમાત્મા મોક્ષે ગયા તેમ જાણીને વિમોહપણાને ભાવતાં ક્ષીણમોહવાળા ગણસ્વામી ગૌતમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું અને ત્યારથી માંડીને લોકમાં દીપોત્સવનામનું પર્વ પ્રગટ્યું. વીરપરમાત્માના મોક્ષનો મહિમા કરીને કારતક સુદ એકમના પ્રાતઃકાળે શક્રેન્દ્ર ગૌતમસ્વામીના પૂર્ણજ્ઞાનનો ઉત્સવ કર્યો. તે દિવસે ગૌતમસ્વામીએ કહેલ સૂરિમંત્રના આરાધકસૂરિઓ અક્ષની ચંદનાદિથી અર્ચના કરે છે વગેરે વર્ણન શ્લોક ૩૬૭થી ૩૭૫માં કરેલ છે. ત્યારપછી નંદિવર્ધન રાજા વિલાપ કરે અને ભોજન કરતાં નથી, તેથી બીજના દિવસે kalp-t.pm5 2nd proof
SR No.009693
Book TitleDipalika Kalpa Sangraha
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages304
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy