SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ २० ત્યારપછી દીપાલિકાપર્વમાં ચતુર્દશી–અમાવસ્યાએ આરાધના કરવાની વિધિ બતાવેલ છે. દીપોત્સવ અમાવસ્યાના દિને નંદીશ્વરતપની આરાધનાની વિધિ બતાવેલ છે.* ત્યારપછી સંપ્રતિરાજા આર્યસુહસ્તીગુરુને પૂછે છે કે, ભગવંત ! દીપાલિકાપર્વમાં લોકો વિશેષથી ઘરની શોભા, વિશિષ્ટ અન્ન-વસ્ત્રાદિનો ભોગ અને અન્યોન્ય જુહાર વગેરે કેમ કરે છે? ત્યારે આર્યસુહસ્તસૂરિએ વિષ્ણુકુમાર અને નમુચિનો અધિકાર વર્ણવેલ છે, વિષ્ણુકુમાર મુનિ જ્યારે ઉપશાંત થાય છે ત્યારે લોકો અન્યોન્ય જુહાર, વિશિષ્ટ શણગાર, ભોજનાદિમાં પ્રવર્યા. ત્યારથી માંડીને આ દિવસે પ્રતિવર્ષ આ વ્યવહાર પ્રવર્તે છે એમ ગુરુએ કહ્યું. મધ્યમપાવાપુરીનું અપાપાપુરી નામ થયું અને શકે પાવાપુરી નામ પાડ્યું. જ્યાં પરમાત્મા મહાવીરસ્વામી નિર્વાણ પામ્યા. આ જ પાવાપુરીમાં વૈશાખ સુદ-૧૧ના દિવસે જંભિકગામથી રાત્રિના બાર યોજનનો વિહાર કરીને મહાસેનવનમાં પધારી ભગવાને દેશના આપી તે વખતે ગૌતમ વગેરે ગણધરોને દીક્ષા આપી અને ગણની અનુજ્ઞા આપી. તેઓએ પણ ભગવાન પાસેથી ઉત્પાદ, વિગમ અને ધ્રુવસ્વરૂપ ત્રણ પદોને સાંભળીને દ્વાદશાંગીની રચના કરી. આ જ પાવાપુરીમાં ભગવાનના કાનમાંથી સિદ્ધાર્થવણિકે ખરક વૈદ્ય પાસેથી ખીલા કઢાવ્યા અને તે કાઢવાના સમયે વેદનાના વશથી ભગવાને જે ચીત્કાર કર્યો, તેથી નજીકમાં રહેલા પર્વતના બે ભાગ થઈ ગયા. આજે પણ ત્યાં વચ્ચે સંધિમાર્ગ દેખાય છે. તથા આ જ પાવાપુરીમાં કાર્તિકઅમાવાસ્યાની રાત્રિએ ભગવાનના નિર્વાણ સ્થાને મિથ્યાષ્ટિ જીવો વડે વીરપરમાત્માના સ્તૂપના સ્થાને સ્થાપિત કરેલા નાગમંડપમાં આજે પણ ચારે પ્રકારના વર્ણના લોકો યાત્રા મહોત્સવ કરે છે. તે એક રાત્રિએ દેવતાના પ્રભાવથી કૂવામાંથી કાઢેલા જળથી પ્રજવલિત કરેલો દીપક તેલ વગર પણ પ્રજવલિત રહે છે. - પૂર્વમાં કહેલા અર્થો ભગવાને આ જ નગરમાં વર્ણવ્યા છે. આ જ નગરીમાં ભગવાન સિદ્ધિને પામ્યા છે. આ પ્રમાણે આ નગરીનો અદ્ભુત મહિમા હોવાથી પાવાપુરી મહાતીર્થ નામે પ્રખ્યાત થયેલ છે. પ્રસ્તુત દીપોત્સવકલ્પનું પ્રકાશન પ્રતાકારે “સિરિપશિયેલીમાનિH’ આ રીતે સ્વતંત્ર થયું છે તે કઈ સંસ્થાથી, કઈ સાલમાં થયું છે વગેરે કોઈ ઉલ્લેખ એમાં આપેલ નથી અને શ્રીજિનપ્રભસૂરિવિરચિત વિવિધતીર્થકલ્પ વિ. સં. ૧૯૯૦, ઈ. સ. ૧૯૩૪માં સિંઘી જૈન જ્ઞાનપીઠથી પ્રકાશિત થયેલ છે તેમાં ૨૧મા કલ્પ તરીકે અપાપાબૃહત્કલ્પ અપનામ દીપોત્સવકલ્પ આપેલ છે. ૬. પૃ. ૮૪ ઉપર દીપોત્સવપર્વની આરાધના કરવાની વિધિ બતાવેલ છે. ૭. પ્રસ્તુત શ્રીજિનપ્રભસૂરિવિરચિત દીપોત્સવકલ્પમાં ‘પદમાવો સવિયથHો છન્નફિટ્ટ' kalp-t.pm5 2nd proof
SR No.009693
Book TitleDipalika Kalpa Sangraha
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages304
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy