SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ * नानाचित्तप्रकरणम् लब्धाहारो जितेन्द्रियः। विमुक्तः सर्वसङ्गैर्यः स तीर्थफलमश्नुते॥ यस्य हस्तौ च पादौ च मनश्चैव सुसंयतम्। विद्या तपश्च कीर्तिश्च स तीर्थफलमश्नुते - इति (स्कन्दपुराणे)। उक्तगुणविशिष्टैस्तीर्थं विनापि तत्फलं प्राप्यत इति हृदयम्। यत एवं तस्माद् भावशौच एव यत्नो विधेयः, तस्यैव सफलत्वात्, उक्तं च - चित्तं विशोधयेत्तस्मात् किमन्यैर्बाह्यशोधनैः ?। भावतः संविशुद्धात्मा स्वर्ग मोक्षं च विन्दति - इति(स्कन्दपुराणे)। उक्तार्थमेव स्फुटयति - जीवे न हणइ अलियं न जंपए चोरियं पि न करे। परदारं पि न वच्चइ घरे वि गंगादहो तस्स॥५८॥ દંભી નથી, નિરારંભ છે, શુદ્ધ ભિક્ષા વિધિથી આહાર મેળવે છે, જિતેન્દ્રિય છે, સર્વસંગોથી જે વિમુક્ત છે, તે તીર્થફળને પામે છે. જેના હાથ, પગ અને મન સુસંયત છે, જેની પાસે વિશિષ્ટ વિધા અને તપ છે, જેના નિરુપમ ગુણોને કારણે તેની કીર્તિ પ્રસરી ગઈ છે, તે તીર્થફળ પામે છે. આશય એ છે કે ઉપરોક્ત ગુણોથી યુક્ત હોય તે તીર્થ વિના પણ તીર્થયાત્રાનું ફળ પામે છે, જ્યારે આ સ્થિતિ છે, તો ભાવશૌચમાં જ પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે તે જ પ્રયત્ન સફળ છે. માટે જ પરદર્શનમાં પણ કહ્યું છે – ‘તેથી ચિતની વિશુદ્ધિ કરવી જોઈએ. બાહ્યશુદ્ધિ કરવાથી શું લાભ છે ? જે ભાવથી અત્યંત વિશુદ્ધ છે, તે સ્વર્ગ અને મોક્ષને પામે છે.” ઉપરોક્ત અર્થને જ વ્યક્તરૂપે કહે છે - જીવોને ન હણે, જુઠું ન બોલે, ચોરી પણ ન કરે, પરસ્ત્રીગમન ન જ કરે, તેના ઘરે જ ગંગા નદી છે. પ૮ अहिंसोपनिषद् + यः कश्चिद् गुणसम्पन्नो जीवान् न हिनस्ति यथासम्भवं द्रव्यादिनिरवच्छिन्नामहिंसां प्रतिपद्यते, तथाऽलीकं न जल्पतिक्रोधादिनाऽसत्यं न भाषते, चौर्यमपि न करोति - दन्तशोधनमप्यदत्तं न गृह्णाति, परदारा अपि न व्रजति, परस्त्रीगमनं नैव कुरुते, तस्य - सद्गुणसम्पत्समालिङ्गितस्य, गृहेऽपि गङ्गाद्रहः - स्वस्थान एवासौ सुरसिन्धुस्नानसिसाधयिषितफलभाक्, गङ्गां विनैव शुद्ध इति भावः। तदुक्तम् - चित्तं शमादिभिः शुद्धं वदनं सत्यभाषणैः। ब्रह्मचर्यादिभिः कायः शुद्धो गङ्गां विनाऽप्यसौ॥ परदारपरद्रव्यपरद्रोहपराङ्मुखः। गङ्गाप्याह कदाऽऽगत्य मामसौ જે ગુણવાન આત્મા જીવોની હિંસા કરતો નથી = દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવથી યથાસંભવ પરિપૂર્ણ અહિંસાનું ગ્રહણ કરે છે. (શ્રાવક જીવનમાં યથાશક્તિ ત્રસ જીવોની અહિંસાનું પાલન કરે છે.) તથા કોઇ-લોભ-ભય કે હાસ્યથી અસત્ય બોલતો નથી. દાંત ખોતરવાની સળી પણ કોઈ આપે નહીં તો તેનું ગ્રહણ કરતો નથી, અર્થાત્ સૂમ પણ ચોરી કરતો નથી. તે આત્મા સગુણોરૂપી લક્ષ્મીથી સમાલિંગિત છે. તેને તો ઘરે પણ ગંગા નદી છે. ગંગાસ્નાનથી જે ફળ અપેક્ષિત હોય તે ફળને પોતાના સ્થાનમાં જ તે મેળવે છે. અર્થાત્ ગંગા વિના જ તે શુદ્ધ છે. અમે જૈનદર્શનીઓ ગંગાસ્નાનમાં પુણ્ય નથી માનતા માટે પક્ષપાતથી આવી વાતો કરીએ છીએ, એવું નથી. જેઓ ગંગાના ગુણ ગાતાં થાકતાં નથી, તેવા જૈનેતર દર્શનમાં પણ આ જ વાત કરી છે. જુઓ ભાગવતનો આ શ્લોક – જેનું ચિત પ્રશમ વગેરેથી શુદ્ધ છે, જેનું મન સત્યભાષણથી શુદ્ધ છે અને જેનું શરીર બ્રહ્મચર્ય વગેરેથી શુદ્ધ છે, તે તો ગંગા વિના પણ શુદ્ધ છે. જે પરસ્ત્રી-પરધન અને પરદ્રોહથી પરામુખ છે, તેના માટે તો ગંગા પણ કહે છે કે તે 18 ૬. 11.૨. - ૦૫! ૨, ૪ - ૨ કરે!
SR No.009614
Book TitleNana Chitta Prakarana
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages69
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size491 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy