SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ * नानाचित्तप्रकरणम् - પાર્વીયસ્થતિ ? તિ (માલાવત્ત) | हिंसादिदोषदुष्टे तु प्रत्युत गङ्गाप्रकोप इत्याह - जीवे 'हिंसइ अलियं पि जंपए चोरियं पि य करेइ। परदारं 'चिय गच्छइ गंगा वि परम्मुहा तस्स ॥५९॥ यो जीवान् हिनस्ति, अलीकमपि जल्पति, चौर्यमपि करोति, परदारा गच्छत्येव, तस्य - पातकिनः, गङ्गाऽपि पराङ्मुखी भवति, तदुक्तम् - चित्तं रागादिभिः क्लिष्टमलीकवचनैर्मुखम्। जीवहिंसादिभिः कायो गङ्गा तस्य पराङ्मुखीતિ (ભાવ) પર્યવસિત પ્રતિપતિ - ક્યારે આવીને મને પાવન કરશે ? જે હિંસા વગેરે દોષોથી દૂષિત છે, તેના પર તો ઉલ્ટો ગંગાનો પ્રકોપ વરસે છે, તે કહે છે – જે જીવોની હિંસા કરે છે, અસત્ય બોલે છે, ચોરી પણ કરે છે, પરસ્ત્રીગમન કરે જ છે, તેને તો ગંગા પણ પરામુખ છે. Iuell જે સ્વાર્થ માટે કે નિરર્થક જીવહિંસા કરે છે, ક્રોધાદિથી અસત્ય બોલે છે, નાની-મોટી ચોરી કરે છે અને પરસ્ત્રીગમન પણ કરે જ છે, તે પાપીને તો ગંગા પણ પરામુખ છે. ગંગા તેના દર્શન કરવા ય ઈચ્છતી નથી, તો તેને ગંગાથી કોઈ લાભ થવાની તો વાત જ ક્યાં રહી ? ભાગવત પણ કહે છે - ‘જેનું ચિત્ત રાગાદિથી સંક્ષિપ્ત છે, મુખ અસત્યવચનોથી સંક્લિષ્ટ છે, શરીર જીવહિંસા વગેરેથી સંક્લિષ્ટ છે, તેને તો ગંગા પણ પરામુખ છે.” આના પરથી જે નિચોડ આવ્યો, તે કહે છે – 3. તું - | ઘ - વિ | ૨. ૩ - વા રૂ. ૩.૫.૫.૨ - fપયા ૪, ૫ - 4 - अहिंसोपनिषद् में एगट्ठाणम्मि ठिओ अहिसेयं कुणइ सव्वतित्थेसु। जो इंदिए निरंभइ अहिंसओ सच्चवाई य॥६०॥ स एकस्थाने स्थितोऽपि सर्वतीर्थेष्वभिषेकं करोति, क इत्याह - य इन्द्रियाणि निरुणद्धि, अहिंसकः सत्यवादी च, तत एवापेक्षितफललाभात्, संवादी चात्राभिमतस्नानानामेव જે ઈન્દ્રિયનિરોધ કરે છે, અહિંસક અને સત્યવાદી છે, તે એક સ્થાનમાં રહ્યો હોવા છતાં પણ સર્વ તીર્થોમાં અભિષેક કરે છે. II૬oll તે એક સ્થાનમાં રહ્યો હોવા છતાં પણ સર્વ તીર્થોમાં સ્નાન કરવાનું ફળ મેળવે છે. કોણ ? તે કહે છે - જે ઈન્દ્રિયોનો નિરોધ કરે છે = સ્વ-સ્વવિષયો પ્રતિ દોડતી ઈન્દ્રિયોને અટકાવે છે, જે અહિંસક છે, તથા સત્યવાદી છે. આશય એ છે કે જે ઈન્દ્રિયનિરોધ વગેરે કરે છે, તેને તેનાથી જ સર્વ તીર્થોમાં સ્નાન કરવાનું જે ફળ હોય, તે મળી જાય છે, અથવા તો વાસ્તવમાં તીર્થસ્તાનમાં હિંસા હોવાથી હિંસારૂપ ફળ મળે છે. એટલા માટે એમ કહ્યું કે અપેક્ષિત ફળની પ્રાપ્તિ થાય છે. આશય એ છે કે જે અંધશ્રદ્ધાળુઓ તીર્થસ્નાન કરે છે, તેમને સ્વર્ગ, સમૃદ્ધિ, મોક્ષ આદિ જે ફળ અપેક્ષિત હોય છે, તેવું સ્વર્ગાદિ કુળ ઈન્દ્રિયનિરોધ વગેરેથી જ મળી જાય છે. આ રીતે જે તીર્થસ્નાનનું ફળ છે, તે જ ઈન્દ્રિયનિરોધ આદિનું પણ ફળ છે. માટે જે ઈન્દ્રિય નિરોધ વગેરે કરે છે, તે સર્વતીર્થોમાં સ્નાન કરે છે, એવું બેધડક કહી શકાય. જેમને તીર્થસ્થાન અત્યંત અભિમત છે, તેમના જ શાઓ અહીં સાક્ષી છે, જેમ કે સ્કન્દપુરાણમાં કહ્યું છે – શરીર પાણીથી ભીંજાય ૬. ૨ - સ | ૨. ઈ - સો મિસે | રૂ. - ofઢયા જં૦ | ૨ - दियाइ निरु। 49.
SR No.009614
Book TitleNana Chitta Prakarana
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages69
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size491 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy