SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ આ કવિનું સ્ત્રી અને પુરુષ પરીક્ષા સંબધી શાસ્ત્ર રચના એજ સામુદ્રિકતિલક છે. આ ગ્રંથકારનાં ગજપરીક્ષા (હસ્તિપરીક્ષા શાસ્ત્ર) તથા શકુન શાસ્ત્ર ગ્રંથ અમને ઉપલબ્ધ થયાં નથી. પરંતુ તેના પુત્ર અને સામુદ્રિકતિલકના નિપુણ છંદરચનાકાર જગદેવ (જગદેવ ) નું સ્વમશાસ્ત્ર ઉપલબ્ધ થયું છે. આ ગ્રંથ બે અધિકારમાં સમાપ્ત થએલે છે. આમાં કવિએ પિતાનું વર્ણન કરતાં परहृदयाभिमायं परगदितार्थस्य वेत्ति यस्तत्त्वम् । सत्यं भुवने दुर्लभ सम्पत्तिः स कविरेकैकः ।। ઉપરના સ્વખશાસ્ત્રની અને સામુદ્રિકતિલકમાં આપેલી પ્રશસ્તિ લેખક જગદેવ પિતે જ છે. એટલે તેના સ્થળ, સમય તથા શાસ્ત્રજ્ઞાન માટે બીજા કોઈ પણ ઉહાપોહની જરૂર રહેતી નથી. કુમારપાળને સમય પ્રસિદ્ધ જ છે. હસ્તકાંડ પાર્વચંદ્ર નામના જૈનાચાર્યની કૃતિ છે. આ પાર્વચંદ્ર શ્રીમદ્ ચંદ્રાચાર્યના શિષ્ય છે, એમ તેઓ પોતે જણાવે છે. તેમને કાળ લગભગ બારમા સિકાને છે. તેમને વિશેષ પરિચય ગ્રંથમાંથી મળી આવતું નથી. પણું કર્તા પિતાને શ્રી ચંદ્રાચાર્યના શિષ્ય તરીકે ઓળખાવે છે. છેલ્લા ક્યાં આ હકીક્ત ગ્રંથકારે લખી છે. જન સ્તોત્રસદેહની ભૂમિકામાં દર્શાવેલી મુનિરાજ શ્રી ચતુરવિજયજીની માન્યતા મુજબ પાશ્વદેવગણિ કે જેઓ વિ. સં. ૧૧૭૧ માં વિદ્યમાન હતા તેઓ જ હસ્તકાંડના કર્તા છે. અહીં પ્રસ્તાવના લેખક પાશ્વદેવગશિનું અપરનામ શ્રી ચંદ્રસૂરિ હતું તેમ જણાવે છે. પરંતુ અહીં ગ્રંથકાર પિતાના ગુરૂનું નામ શ્રી ચંદ્રાચાર્ય હતું એમ સ્પષ્ટ દર્શાવે છે. એટલે પાWદેવગણિ એજ પાર્ધચંદ્ર કે બીજા કઈ તેમાં સંદેહ રહે છે. પાWદેવગણિ શ્રીમદ્દ ધનેશ્વરસૂરિના શિષ્ય છે. એટલે મુનિરાજશ્રી ચતુરવિજયજીની માન્યતા બંધ બેસતી થતી નથી. અત્યાર સુધીમાં ત્રણ પાશ્વદેવગણિ થઈ ગયાનું જાણવા મળે છે. ત્રણમાં બે લગભગ સમકાલિન છે. એક વિ. સ. ૧૧૯૦ માં હેવાનું જણાવેલું છે. અહંચૂડામણિસાર એ ચૂડામણિ નામના અતિ ગૂઢ મનાતા પુસ્તકને સાર હોય તેમનામાભિધાન છે ચૂડામણિને પરિચય અને એ નિમિત્તશાસ્ત્રમાં આપે છે. હસ્તકાંડ તથા અહીં ચૂડામણનો વિષય એક જ છે. આ વિષયને વિસ્તૃત ગ્રંથ અમારે સંપાદિત ચંદ્રોમિલન” આ ગ્રંથમાલામાં હવે પછી બહાર આવનાર છે. હરતસંજીવનમાં ચૂડામણિની પદ્ધતિનો ઉલ્લેખ છે. અને તેનું વિશદીકરણ થાય તે હેતુથી આ બે થે આપવામાં આવ્યા છે. ત્રીજા ગ્રંથ તરીકે “સામુદ્રિકશાસ્ત્ર” આપ્યું છે. આ પુસ્તક સંબંધો પણ
SR No.009533
Book TitleJain Samudrik Panch Granth
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherSarabhai Manilal Nawab
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Devnagari & Jyotish
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy