SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય નિવેદન - પરમાત્માની કૃપાથી હસ્તસજીવન આદિ સામુદ્રિકના પાંચ થે જનતા સમક્ષ મૂકતાં મને અનહદ આનંદ થાય છે. આ ગ્રંથના સંશોધન અને સંપાદન પાછળ લગભગ દસ વર્ષને પરિશ્રમ છે. અને આટલા બધા દીર્ધકાળના પરિશ્રમ બાદ જ્યારે સુચારુ સંસ્કરણ પ્રગટ થાય, ત્યારે સંપાદકને જે હર્ષ થાય છે, તે સમાનધર્મા બંધુઓને સ્વાનુભવાએલું હોઈ તેનું વિવેચન અસ્થાને છે. આ એક પાંચ ગ્રંથન સંગ્રહ છે. અને તે દરેકના ર્તા જનધર્માવલંબીહેવાથી આ સંગ્રહને “જૈનસામુદ્રિકના પાંચ ગ્રંથો” એવું નામ આપવામાં આવ્યું છે. આ સંગ્રહમાં (૧) હસ્તસંજીવન (૨) સામુદ્રિકતિલક (2) પ્રાચીન સામુદ્રિકશાસ્ત્ર (૪) હસ્તકાંડ અને (૫) અહંચૂડામણિ સાર એમ કુલ પાંચ ગ્રંથ લેવામાં આવ્યા છે. આ પાંચ ગ્રંથે તેમના નામથી જ પ્રસિદ્ધ છે. અને હસ્તસંજીવન માટે એક વિસ્તૃત ભૂમિકા તથા તેના કર્તાને વિશદ પરિચય આ ગ્રંથમાં જ આપવામાં આવ્યું છે. બીજા ગ્રંથા માટે જે કહેવાનું છે. તે પણ નિમિતશાસ્ત્રના નિબંધમાં આવી ગયું છે. છતાં અહિં તે સંબંધિ અવશિષ્ટ વિવેચન કરવું ઠીક છે. સામુદ્રિકતિલક એક જ્ઞાતવ્ય ગ્રંથ છે. આ ગ્રંથ સંસ્કૃત સાહિત્યમાં પ્રસિદ્ધ છે. હસ્તસંજીવનકારે આ ગ્રંથનાં ઘણાં વાક્યને પિતાના ભાગ્યમાં પ્રમાણ તરીકે ઉપયોગ કર્યો છે. ગ્રંથની મહત્તા માટે આ બાબત ઉલ્લેખનીય છે. શરીર સામુહિક માટે આ ગ્રંથ સર્વાગ સુંદર છે. એમજ કહેવું પડશે. પરંતુ તે સાથે કવિત્વની દષ્ટિએ પણ ઉત્કૃષ્ટ છે. ગ્રંથકારને આર્યો ઉપર કેટલો સુંદર અધિકાર જામેલો છે, તે તો છરચના નિપુણેને જ સમજાય તેવું છે. વૃત્તરનાકર નામના સંસ્કૃત છ દેરચનાના ગ્રંથમાં ટીપ્પણમાં આયના લક્ષણનું પૂર્ણ ઉદાહરણ બતાવવા માટે આ ગ્રંથની આર્યાને ઉપયોગ કરેલો છે. ગ્રંથકાર પણ પોતે પોતાના કવિત્વ અને છેદનપુય માટે અભિમાન રાખે છે. અને ઉપરોક્ત બાબતથી સાબિત થાય છે કે તે વ્યાજબી છે. ગ્રંથ ૮૦૦ આર્થીઓમાં લખાએલ છે. પિતાનો પરિચય ગ્રંથકારે પિતે જ આપે છે. એટલે તે જોવાથી સમજી શકાશે કે પાટણના રાજમંત્રીઓ કેવલ રાજકીય બાબતમાં જ નહિ, પણ ગ્રંથ રચનામાં પણ કેટલા બધા કુશળ હતા? રાજપુરુષો પણ ઉત્તમ સાહિત્ય રચી શકે છે, તેને આ ગ્રંથ ઉમદા નમુને છે. ગ્રંથકાર પાટણના મહારાજાધિરાજ કુમારપાલને (મંત્રી) મહત્તમ છે. અને તે નરસુરગગજ શકન પરીક્ષામાં ચતુરાઈ રાખે છે. પિરવાલ જ્ઞાતિમાં જન્મેલા
SR No.009533
Book TitleJain Samudrik Panch Granth
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherSarabhai Manilal Nawab
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Devnagari & Jyotish
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy