SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ નિમિત્તશાસ્ત્રમાં વિવેચન કર્યું છે. અને તેની પ્રાચીનતા સિદ્ધ કરી બતાવી છે. આ ગ્રંથ કોની કૃતિ છે? તે સમજાતું નથી. પણ અતિપ્રાચીન છે. એ નિર્વિવાદ છે. આ પાંચે છે પૈકી હસતસંજીવનના અત્યાર પહેલાં બે ત્રણ જગ્યાએથી પ્રકાશન થએલાં છે. પરંતુ અમારું સંપાદન તેમાં નવી જ ભાત પાડે છે. એ તે વાંચકોને અને વિવેચકોને સમજાશે. આ પુસ્તકના સંપાદનમાં અમેએ ગ્રંથકારની જ સંશોધિત મનાતી વિજાપુરના શાસ્ત્રવિશારદ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી જ્ઞાનમંદિરના ભંડારની હસ્તલિખિત પ્રતને ઉપયોગ કર્યો છે. આ પુસ્તકના મૂળ તેમજ ભાગ્યના દુરહ પઠેનું ધન તથા વિવેચન કરવામાં અને ઉપાધ્યાયજી શ્રી સિદ્ધિમુનિજી તથા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીના પ્રશિષ્ય શ્રી હેમેન્દ્રસાગરજીએ અમૂલ્ય સહાય આપી છે. અને સંશોધન કરતી વખતે વિજાપુર જ્ઞાનમંદિરના સંચાલકે એ જે અનુકૂળતા કરી આપી છે, તે ઉલેખનીય છે. આ સિવાય અમદાવાદ ડહેલાના ઉપાશ્રયમાંથી શ્રી ચંચળબહેનના ભંડારની હસ્તલિખિત પ્રતને ઉપગ કરવામાં ઉપાશ્રયના વહીવટદારે પૈકી શેઠશ્રી પનાલાલ ઉમાભાઈએ અમેને ઘણી સારી સગવડ પુરી પાડી છે. તે માટે તેમને અભિાર માનીએ છીએ. હસ્તસંજીવનના રચયિતા ઉપાધ્યાયજી શ્રી મેઘવિજયજીને વિસ્તૃત પરિચય પંડિત અંબાલાલ પ્રેમચંદ શાહે સિંઘી જૈન ગ્રંથમાળાના દિવિજય મહાકાવ્યની પ્રસ્તાવનામાં આપે છે, તે ઉપરથી અત્રે આપે છે, જે માટે તેમને પણ આભાર માનીએ છીએ. કવિ પરિચય શ્રી મેઘવિજયજી ઉપાધ્યાયને જન્મ ક્યાં અને ક્યારે થયે, તેમજ તેઓ કયાં સુધી ગૃહસ્થ તરીકે હતા તે સંબંધી પરિચય કયાંયથી પણ જાણી શકાયું નથી, તેમ તેમના સાધુ જીવનમાંની પણ વધુ માહિતી મળતી નથી. તેઓએ પિતાની પ્રત્યેક કૃતિઓના અને પ્રશસ્તિ રચી છે, જેમાં પિતાનું નામ, ગુરુ શ્રી કપાવિજયજીનું નામ અને શ્રી વિજયપ્રભસૂરિ પ્રતિ ભક્તિ-અતિરેક દર્શાવતી પંક્તિઓ મળી આવે છે. શ્રી વિજયપ્રભસૂરિએ તેમને ઉપાધ્યાયપદ આપેલું તેથી તેમની પ્રતિ તેઓ આ પ્રકારે કૃતજ્ઞતા દર્શાવતા, એમ જણાઈ આવે છે. તેઓ સાહિત્યના પ્રખર અભ્યાસી મહાકવિ હતા, એ તેમની અનેક કાવ્યરચનાઓથી જણાઈ આવે છે. કિરાત, માઘ, નપધ, મેઘદૂત આદિ કાવ્યના સતત વાચનથી તેમને સમસ્ત કાવ્ય કંઠસ્થ હશે, એ તેમની તે તે કાવ્યની સમસ્યાપૂર્તિઓથી માલમ પડી આવે છે. તેઓ દર્શન-તત્ત્વજ્ઞાનના પંડિત હતા એ તેમના “યુક્તિપ્રબોધ નાટક પરથી જણાઈ આવે છે. એ નાટકમાં તેમણે તે વખતના પ્રધાનતઃ દિગંબર મતાનુયાયી બનારસીદાસના સિદ્ધાંતનું આવેશપૂર્વક
SR No.009533
Book TitleJain Samudrik Panch Granth
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherSarabhai Manilal Nawab
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Devnagari & Jyotish
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy