SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્મા જણાવે છે કે, હે ગૌતમ ! આ ભવમાં ચારિત્ર પામીને આ સ્ત્રી મોક્ષે જશે. ૯૯૯૯૭ ભવ ભટકનાર અને ૯૯૯૯૭ ભવ સુધી તિર્યંચ-નારકી જેવી દુર્ગતિમાં રખડનાર જીવ અને તેય મોક્ષે જશે તે વાત – એ બંને કઈ રીતે બંધ બેસે? - બને. બધું જ શક્ય બને ભાગ્યશાળી ! બધું જ – “કારણ કે તે સાધુ(સાધ્વી) હતા.” ભવભ્રમણ માટે શલ્ય નિમિત્ત જરૂર બન્યું. કિંચિત્ વિરાધકભાવે તેને મોક્ષમાર્ગમાં કંઈ કેટલીયે અડચણો ખડકી દીધી. પણ તોયે સાધુપણાને પામેલો જીવ હતો ને? એ એક વખતનો ચારિત્ર સંસ્પર્શ તેને માટે પારસમણિ સાબિત થયો. કથીર એવા આત્માને આ પારસમણિએ કંચન બનાવી દઈને ફરી મોક્ષમાર્ગનો પ્રબળ પુરુષાર્થી-પ્રવાસી બનાવી દીધો અને અંતે આપી ગયો મોક્ષરાજ્યની ગાદી. += “કારણ કે તે સાધુ હતા” + [75] + મુનિશ્રી દીપરત્નસાગરજી
SR No.009207
Book TitleLaghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2015
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy