SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપી સાધ્વીએ સર્વ પાપોની આલોચના કરી, પણ તે | રાજા હતી તે વખતે તેણીની દ્રષ્ટિમાં ઉત્પન્ન થયેલા કામવિકારની આલોચના ન કરી ત્યારે શીલસન્નાહ ગુરુભગવંતે અનેક દ્રષ્ટાંતોથી વૈરાગ્યમય દેશના આપી સારણા-વારણા કર્યા પણ રૂપી સાધ્વીએ ગૃહસ્થપણામાં કરેલી ફક્ત એક ભૂલની આલોચના કરી નહી. એક જ શલ્ય સિવાય સર્વ શલ્યો મુક્ત કર્યા. આ એક જ શલ્ય રૂપ વિરાધક ભાવે તેને ૯૯૯૯૭ ભવ ભટકાવી. પછી ફરી એક વખત મનુષ્યભવ પામીને તેણીએ દીક્ષા ગ્રહણ કરી. ભલે એક શલ્ય તેને ૯૯૯૯૭ ભવ ભટકાવી ગયું, પણ બાકીની શુદ્ધ ધર્મ-આરાધના અને ચારિત્રપાલને તેને ફરી સાધુપણું આપ્યું. ત્યાંથી મૃત્યુ પામી ઇન્દ્રની અગ્ર મહિષી બનીને આ ભવે તે ગોવિંદ બ્રાહ્મણની પત્ની બની. તેની ચારિત્ર આરાધના-વિરાધનાની કથા અને તેનો વિલાપ સાંભળીને ગોવિંદ બ્રાહ્મણને દીક્ષા લેવાની ભાવના જાગી. આટલી વાત સાંભળીને ગૌતમસ્વામીએ પરમાત્મા મહાવીરને પૂછ્યું કે, હે ભગવન્! તો હવે આ સ્ત્રી (બ્રાહ્મણી) ની ગતિ શું થશે? “કારણ કે તે સાધુ હતા” [24] મુનિશ્રી દીપરત્નસાગરજી
SR No.009207
Book TitleLaghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2015
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy