SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ હરિર્ઝેગોષીએ તેમ જ કર્યું. દેવકી પાસે મુકાઈ જતાં મરેલાં બાળકોને મારી નાંખવાની ચેષ્ટા કરતો કંસ ભ્રમમાં જ રહી ગયો. આ હકીકતની દેવકી કે વસુદેવને પણ તે વખતે ખબર ન પડી. એની જાણ મહાભારતના યુદ્ધ પછી ઘણા સમય બાદ પરમાત્મા નેમિનાથસ્વામીજી પાસેથી દેવકીને થઈ હતી. પૂર્વભવમાં દેવકીના આત્માએ પોતાની શોક્યના સાત રત્નોની ચોરી કરી હતી. તેમાંથી તેણે એક જ રત્ન શોક્યને પાછું આપ્યું હતું. આ કારણે એ આત્માને દેવકીના ભાવમાં પોતાના જ છે પુત્રોને લાલનપાલન કરવા ન મળ્યું અને એક જ કુષ્ણની આરાધના દ્વારા દેવકૃપાથી મળેલ ગજસુકુમાળને તે રમાડી શકી, જેણે પણ ભરયૌવનમાં દીક્ષા લઈને મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. હવે મૂળ કથા ઉપર આવીએ. દેવકીના સાતમા પુત્ર શ્રીકૃષ્ણનો જન્મ દેવકીને પુનઃ સાતમો ગર્ભ રહ્યો. તે વખતે તેને સાત મહાસ્વપ્નો આવ્યા. સ્વપ્નો જાણીને વસુદેવે કહ્યું કે આ બાળક અર્ધભરતેશ્વર થશે. દેવકીએ કહ્યું કે હવે આ બાળક તે કદી પણ કંસને આપવા દેશે નહિ. છતાં જો તેમ કરવાની ફરજ પડશે તો તે આપઘાત કરીને મૃત્યુ પામશે. વસુદેવે કહ્યું, “આપણા છ યે સંતાનોની કંસે હત્યા કરી છે એ જાણ્યા પછી તો હું પણ આ મહાપુણ્યશાળી સંતાન તેને કેમ આપું? એ કદાપિ નહિ બને. તું એકદમ નિશ્ચિત થઈ જા. મથુરાના ગોકુળનો રાજા નંદ મારો ખાસ મિત્ર છે. હું જાતે આ બાળકને તેની પાસે મૂકી આવીશ.” અને. શ્રાવણ વદ આઠમના દિવસે દેવકીએ મહાપુણ્યવાન પુત્રને જન્મ આપ્યો. દેવકીનું આ સાતમું સંતાન હતું એટલે તેને મેળવી લેવા માટે કંસે જન્મ થતાં પહેલાં જ મહેલની ચારે બાજુ સખ્ત ચોકીપહેરો ગોઠવી દીધો હતો. પરંતુ આ સંતાનના આત્માના પૂર્વભવના મિત્ર દેવોએ પોતાના દિવ્યબળથી ચોકીદારોને ઘસઘસાટ ઊંઘાડી દીધા. વસુદેવ જાતે તે બાળકને લઈને ત્યાંથી નીકળી ગયા. બાળકના જ પુણ્યપ્રભાવે વસુદેવ યમુના નદીને પાર કરી ગયા. ગોકુળમાં પહોંચીને નંદ અને યશોદાને તે બાળક સોંપી દીધું. યોગાનુયોગ તે જ વખતે યશોદાએ બાળકીને જન્મ આપ્યો હતો. તેને લઈને વસુદેવ પાછા ફર્યા. દેવકીની બાજુમાં તે બાળકી મૂકી દીધી. જગતમાં ચાલતી ક્રૂર કલ્લેઆમ બાળકીના રુદનથી ચોકીદારો જાગી ગયા. તેમણે કંસને પુત્રી- જન્મના સમાચાર આપ્યા. કંસે ત્યાં આવીને કન્યાને જોતાં વિચાર કર્યો કે, “મોટા મર્દ રાજાઓ મારા ચરણો ચૂમે છે ત્યાં આ સાતમું કન્યાસંતાન મારી હત્યા કરે એ વાતમાં શા માલ છે? પેલા મુનિ સાવ બુદ્ધિભ્રષ્ટ હોવા જોઈએ જેણે આ સંતાન દ્વારા મારી હત્યાની આગાહી કરી હતી.” કંસે તે કન્યાને મારી નાંખવાને બદલે તેનું નાક કાપી લીધું અને તે કન્યા દેવકીને પાછી સોંપી દીધી. કંસ કેટલો ક્રૂર હશે કે એણે તાજા જન્મેલાં જીવતાં દેખાતાં બાળકોને રહેંસી નાંખ્યા ! શું આટલી બધી ક્રૂરતા માનવમાં હોઈ શકે ખરી ? રે! ક્રૂરતાની શું વાત કરું ! જેના વ્હાલા પુત્રનું એક હડકાયા કૂતરાના કરડવાથી મૃત્યુ થઈ ગયું તેના ક્રોધમાં પરદેશી જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy