SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ દેખાયું ત્યારે તે લગભગ પાગલ થઈ ગયો હતો. રોજ અબજો રૂપિયાનું ધન મેદાનમાં ગોઠવાવતો, હરમમાંથી રૂપસુંદરીઓને બહાર લાવતો અને તે બધા તરફ બે હાથ લાંબો કરીને વાચા ગુમાવી બેઠેલો તે પાગલ માત્ર સંકેતમાં કહેતો કે, “શું આ બધું મારે હવે છોડી જવાનું છે ? યા ખુદા... યા ખુદા..!” લાખો યહૂદી વગેરેને ઘાતકી રીતે મોતને ઘાટ ઉતારી દેતો હિટલર પોતે મરી ન જાય તે માટે અસલ પોતાના જેવા અનેક હિટલરોની સાથે ફરતો. પોતાની આગળ-પાછળની મોટરોમાં નકલી હિટલરોને રાખતો. શયનખંડની પત્ની બનીને પોતાનું ખૂન કરી બેસે તો ? એ ભયથી તેણે દસ વર્ષની પ્રેયસી સાથે પણ લગ્ન તો ન જ કર્યું. જયારે તેને તેનું મોત નજીકમાં નક્કી જણાયું ત્યારે બાર કલાક પૂર્વે જ તે પ્રેયસી ઇવા સાથે પરણ્યો. ' અરે ઈસુ ખ્રિસ્ત પણ ક્રોસ ઉપર લટકતાં એકદમ બેચેન બની ગયેલા. તેમણે કહ્યું, “હે પ્રભુ ! તું આ શું કરે છે ? તું તારા જ પુત્રને સજા ફટકારે છે ? જેવી તારી મરજી !” ક્યારેય મરવું ન પડે તે માટે ગાયકવાડનરેશ રોજ સવાસો રૂપિયાનું ઇજેક્શન લેતા હતા. અને તો ય સાંભળવા મુજબ છેલ્લે છેલ્લે ભયંકર દુર્ગધ વછૂટતા શરીરે રિબાઈ રિબાઈને, એક ખંડમાં એકલા પડી રહીને મર્યા. મરવાનો ભય જૈનને હોય નહિ. જૈન તે, જેને જનમવાનો ભય સતત રહેતો હોય. માટે જ ગૂર્જરેશ્વર કુમારપાળ સામે ગોઠવાયેલું પડ્યુંત્ર સફળ થયું ત્યારે આનંદથી ગૂર્જરેશ્વર બોલી ઊઠ્યા હતા, “અરોન Mા સન્ હું મોત માટે ય સપ્રેમ તૈયાર છું.” દેવકી-પુત્રોના નામે સુભદ્રા-સંતાનોનો વધ દેવકીને ક્રમશઃ છ પુત્રો થયા. કંસે તેમને લઈ લીધા અને મારી નાંખ્યા. વસુદેવને આ વાતની કશી ખબર ન પડી પરંતુ ગમે તે રીતે પ્રજાજનોમાં આ વાત ફેલાઈ ગઈ હતી. અંતે વસુદેવ અને દેવકીના કાને આ વાત આવી. બન્નેને ભારે આઘાત લાગ્યો. ના, ખરેખર તો દેવકીના છ યે પુત્રો સુરક્ષિત હતા. તો કંસે કોને મારી નાંખ્યા ? એનો જવાબ આ રહ્યો. ભદ્રિલપુર નગરમાં રહેતા નાગશ્રેષ્ઠીની પત્ની સુલસાએ કુમારિકા અવસ્થામાં જ કોઈ નૈમિત્તિક પાસેથી જાણેલું કે તે ભવિષ્યમાં મરેલાં જન્મનારા સંતાનો જ પામશે. આથી તેણીએ હરિર્ઝેગમેષી નામના દેવની આરાધના કરી. દેવે તેને કહ્યું કે, “તારા નસીબમાં મરેલાં જ સંતાનોની પ્રસૂતિ છે. તેને હું મિથ્યા કરી શકું તેમ નથી. પરંતુ હું એક કામ કરી શકું તેમ છું. - હાલમાં દેવકીના પુત્રોને કંસ મારી નાંખવાના સંકલ્પવાળો બન્યો છે. દેવકી પ્રથમ પુત્રની પ્રસૂતિ કરવાની તૈયારીમાં છે. તારી પણ તે જ સ્થિતિ છે. મારા દૈવી પ્રભાવથી આમ તમે બંને ગર્ભના સરખા કાળની સ્થિતિમાં જ રહો અને ભવિષ્યમાં પણ તમારા બંનેની આવી સરખી જ સ્થિતિ છ પ્રસૂતિ સુધી રહે તેમ હું કરીશ. તારા મરેલાં જન્મનારા બાળકોને જન્મતાંની સાથે જ દેવકી પાસે મૂકી દઈને દેવકીના બાળકોને જન્મતાંની સાથે તારી પાસે મૂકી દઈશ. આમ તું છ બાળકોને રમાડતી માતા જરૂર બની શકીશ. વળી આની સામે કેસ દ્વારા દેવકીના છ બાળકોની થનારી સંભવિત હત્યાનું પણ નિવારણ થશે.” જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy