SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાએ કરેલા વીલમાં પચાસ હજાર ડૉલરના વ્યાજમાંથી પુત્રના જન્મદિવસે કૂતરા ખરીદીને “શૂટ’ કરવાની જોગવાઈ કરી ! દિલ્હીના નગરમાર્ગે ફરનારી પોતાની શોભા માટે નાદિરશાહે હિન્દુઓના દસ હજાર માસૂમ બાળકોને મારી નંખાવીને તેમના માથાંઓ ઠેર ઠેર તોરણોમાં લટકાવ્યા. હિટલરના માઈલાઈના હત્યાકાંડો, ધવડાવતી વેળા જ કાપી નાંખેલાં માતાઓના સ્તનો અને નારીઓ ઉપર ગુજારેલા ઉપરાઉપરી દસથી પંદર નરરાક્ષસોના બલાત્કારો, ગોરા અમેરિકનોના વિયેટનામની પ્રજા ઉપરના કાળાં કરતતો, યુગાન્ડાના ઈદી અમીન દ્વારા તે જ દેશના લાખો માણસોની ચલાવેલી નિર્દય કતલો, કાંપુચિયાના સરમુખત્યારની દેશના પચાસ લાખ લોકોની કારમી હત્યા, પાકિસ્તાનના યાહ્યાખાનની પોતાના જ જાતભાઈ ત્રીસ લાખ મુસ્લિમોની બંગલાવિભાજન વખતની કતલ, અકબરનું (મેવાડમાં) કે સમ્રાટ અશોકનું (કલિંગમાં) યુદ્ધના સમયોનું ક્રૂર અને અમાનુષ પાગલપન તથા પૂર્વકાલીન ક્ષત્રિય રાજવીઓની પશુઓના શિકારની ખુન્નસભરી મસ્તી વગેરે વગેરે ક્રૂરતાઓને અહીં નોંધતાં ય કંપારી છૂટી જાય છે. ' અરે સુધરેલાં અને ધાર્મિક કહેવાતાં કુટુંબોમાં મોજશોખમાં અવરોધ(!)રૂપ થતાં હોવાથી બાળકોને ગર્ભમાં જ મારી નાંખવાની જે પિશાચ-લીલા નારીઓમાં ચાલી પડી છે તે ય કેટલી ઘાતકી દશા છે ! હાય! શેતાન પણ માસૂમ બાળકોના ગર્ભમાં જ માતા વડે (કે ડાકણ વડે ?) કરી દેવાતા કકડેકકડા જોઈને કદાચ શરમાઈ જતો હશે ! તે મનોમન બોલતો હશે કે આટલો નીચ’ તો હું ક્યારેય બની શક્યો નથી. દર વર્ષે માત્ર ભારતમાં ચાલીસ લાખ ગર્ભહત્યા થાય છે ! અને પેલું વડીલોની માવજતના ત્રાસમાંથી છૂટવા માટે વડીલોને જ જીવનમાંથી છૂટા કરી દેનારું અનુકમ્પાપ્રેરિત (!) મૃત્યુ ! હાય, ઉપકારી માબાપોને ય મારી નાંખવા સુધીની સુધરેલી (!) ક્રૂરતા ! હવે જ્યાં માબાપો અને સંતાનોને મારી નંખાતા હોય ત્યાં કતલખાનાનાં ઢોરો, દરિયાની માછલીઓ કે મરઘીના બચ્ચાંઓને જિવાડવાની વાત તો સાંભળવાની ય કોની તૈયારી હોય ! કંસ-વધની શ્રીકૃષ્ણની પ્રતિજ્ઞા ગોકુળરાજ નંદે વર્ષે કાળો હોવાથી દેવકીપુત્રનું “કૃષ્ણ” નામ પાડ્યું. જેમ જેમ કૃષ્ણ મોટો થતો ગયો તેમ તેમ તેના પરાક્રમો વધતા ગયા, સહુને તેનું આકર્ષણ વધતું ગયું. અને ગોકુળની ગોપીઓ તો ઘેલી બનવા લાગી. કૃષ્ણની હાજરીમાં જ તેમના પ્રાણ હૈયે ધબકતા રહેતા. તે ગેરહાજર થતો કે સહુ સૂનમૂન થઈ જતા. કૃષ્ણના વધતા જતા પરાક્રમાદિની ફેલાતી કીર્તિ સાંભળીને વસુદેવને ચિંતા થઈ કે રખે કંસ એનું કાટલું કાઢી નાંખે ! આથી તેમણે કૃષ્ણના સાવકા મોટાભાઈ બળદેવને કૃષ્ણની રક્ષા કાજે ગોકુળ મોકલી આપ્યો. બળદેવની અનેક વિશેષતાઓને લીધે કૃષ્ણને તેની સાથે ભારે મૈત્રી જામી. બળદેવ યુદ્ધાદિની અનેક વિદ્યાઓમાં પ્રવીણ હતો એટલે તેણે કૃષ્ણને ઘણી સારી તાલીમ આપી. આમ બળદેવ કૃષ્ણના વિદ્યાગુરુ બનીને પણ ખૂબ આદરણીય બન્યા. આ દરમિયાન એક એવો પ્રસંગ આવી પડ્યો જેના નિમિત્તે બળદેવે કૃષ્ણને તેનું કૂળ, તેના સાચા માતપિતા અને પોતાનું તેની સાથેનું ઓરમાન) ભાઈ તરીકેનું સગપણ વગેરે જણાવ્યા. જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy