SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ 231 jainology II આગમનસાર નયની સીમાનું ઉલ્લંઘન કરીને દુર્નય બની જાય છે અર્થાત્ એની નયરૂપતા કુનયતામાં બદલાઈ જાય છે. આવા કુનયને કારણે અનેક વિવાદ તથા મત મતાંતર કેનિન્દવ આદિ ઉત્પન્ન થાય છે. નયમાં ક્લેશ ઉત્પાદકતા નથી. દુર્નયમાં કલેશોત્પાદકતા છે. યથા બે વ્યક્તિઓએ એક ઢાલ જોઈ. બન્ને અલગ અલગ દિશામાં દૂર ઉભા હતા. ઢાલ એક બાજુ સુવર્ણ યુક્ત હતી તો બીજી બાજુ ચાંદીના રસયુક્ત બનાવેલી હતી. જો આ બન્ને વ્યક્તિ નયથી બોલે તો એક કહેશે “ઢાલ સુર્વણ મય છે' તો બીજો કહેશે “ઢાલ ચાંદીમય છે'. આમ કહી બન્ને પોતાના કથનના અનુભવમાં શાંત રહે તો એ નય છે. એક બીજાની નિંદા કરે કે અરે તું ગાંડો થઈ ગયો છે, જોતો નથી આ ઢાલ પીળી સોનાની દેખાય છે. બીજો કહેશે તારી આંખોમાં પીળિયો (કમળો) છે, ઢાલ તો ચાંદી જેવી સ્વચ્છ સફેદ દેખાય છે, તો આ દુનેય છે. દુનેયમાં ઝઘડા છે, લડાઈ છે. અહીંયા જો સ્યાદ્વાદ, અનેકાંતવાદ આવીને ઊભો રહી જાય તો તે કહેશે કે ઢાલ સફેદ પણ છે, પીળી પણ છે. સોનારૂપ પણ છે, ચાંદીરૂપ પણ છે; તો શાંતિ થઈ જશે. આ પ્રકારે નય અને દુર્નયને ઓળખીને નય સુધી સીમિત રહેવું જોઇએ અથવા એના પર સર્વ રીતે ચિંતન કરીને અનેકાંતવાદમાં જવું જોઈએ. પરંતુ એકાંતવાદ અથવા દુર્નયનો આશરો કયારે ય ન લેવો જોઇએ. દુર્નયરૂપ એકાંતવાદના મિથ્યાત્વથી ક્લેશ તથા દુઃખની પ્રાપ્તિ થાય છે અને નયવાદ, અનેકાંતવાદથી શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય છે. એક વ્યક્તિ કોઈનો પિતા છે તો પુત્રની અપેક્ષાએ તેને પિતા કહેવું નય છે. પરંતુ એ પિતા જ છે, કોઈનો ભાઈ, પુત્ર, મામા, આદિ નથી એવું કથન કરવું એ દુર્નય છે. મોક્ષમાર્ગમાં શ્રદ્ધાનું સ્થાન અતિ મહત્ત્વશીલ બતાવ્યું છે, એ નય છે. પરંતુ જ્ઞાન યા ક્રિયાનું ખંડન, નિષેધ કરવો, એ દુર્નય છે. એ પ્રકારે જ્ઞાનનું મહત્ત્વ બતાવતાં તે કથનનો વિસ્તાર કરવો નય છે, પરંતુ તેની સાથે ક્રિયાનો નિષેધ નહીં હોવો જોઇએ. ક્રિયાનો નિષેધ જો જ્ઞાનના મહત્ત્વ કથનની સાથે આવી જાય છે તો તે દુર્નય છે. અથવા કયારેક ક્રિયાનું મહત્ત્વ બતાવી વિસ્તારથી તેનું કથન કરી શકાય. પણ તેની સાથે જ્ઞાનનો નિષેધ કરે કે તેને નિરર્થક કહે તો તે પણ દુર્નય થઈ જાય છે. માટે પોતાની અપેક્ષિત કોઈપણ અપેક્ષાનું કથન કરવું નય છે. બીજાની અપેક્ષાઓને વિષયભૂત ન બનાવવો એ પણ નય છે. પરંત અન્યની અપેક્ષાને લઈને વિવાદ કરવો, અન્ય સર્વે અપેક્ષાઓને અથવા કોઈ પણ અપે સ્યાદ્વાદ–અનેકાંતવાદ જૈનધર્મની સમન્વય મૂલકતાનો બોધક છે, તે નયોનો સમન્વય કરે છે. પ્રત્યેક વિષય કે વસ્તુને અનેક ધર્મોથી, અનેક અપેક્ષાથી જોઈ–જાણીને એનું ચિંતન કરવું અને નિર્ણય લેવો એ સમ્યગૂ અનેકાંત સિદ્ધાંત છે અને એનાથી સમભાવ સામાયિકની પ્રાપ્તિ થાય છે. અનેકાંતવાદ, નયથી સ્વયંની ભિન્ન વિશેષતા રાખે છે. તે બન્નેને એક નહીં સમજવા જોઈએ. કારણ કે નય સ્વયંની અપેક્ષા દષ્ટિને મુખ્ય બતાવી, અન્ય દષ્ટિને ગૌણ કરી વસ્તુનું પ્રતિપાદન કરે છે, અન્ય દષ્ટિની ઉપેક્ષા કરે છે. જ્યારે સ્યાદ્વાદ, અનેકાંતવાદ સર્વ દષ્ટિઓને સન્મુખ રાખીને, સર્વ સત્ય આશયોને અને વિભિન્ન ધર્મોને અપેક્ષાએ જુએ છે; કોઈને ગૌણ કે કોઈને મુખ્ય પોતાની દષ્ટિએ કરતો નથી. ટૂંકમાં, નય પોતાનામાં મસ્ત છે, બીજાની અપેક્ષા નથી રાખતો તેમજ તિરસ્કાર પણ નથી કરતો અને અનેકાંતવાદ બધાની અપેક્ષા રાખીને એની સાથે ઉદારતાથી વર્તે છે; જ્યારે દુર્નય સ્વને સર્વસ્વ સમજીને અન્યનો તિરસ્કાર કરે છે. આ પ્રકારે નય, દુર્નય એવં અનેકાંતવાદને સમજીને સમન્વય દષ્ટિ પ્રાપ્ત કરી સમભાવ રૂપ સામાયિકની પ્રાપ્તી(પર્યાપ્તી) કરવી જોઇએ. ઉદાહરણ: નરક ત્રણનાં આધારે રહેલ છે.– પૃથ્વી, આકાશ અને આત્માઓ. નિગમ, સંગ્રહ અને વ્યવહાર નયથી પૃથ્વીનાં આધારે. ઋજુસુત્ર નયથી આકાશનાં આધારે. શબ્દ, સમભિરુઢ અને એવંભુત નયથી આત્માઓ નાં આધારે નરક રહેલ છે. ચોથો નય દ્વાર સંપૂર્ણ ૫ અનુયોગદ્વાર સંપૂર્ણ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ પ્રસ્તાવના:- આ લોક દ્રવ્યથી અને ભાવથી અંધકારમય છે. અંધકાર શબ્દ ભયસુચક છે. લોક ૧૪ રાજ પ્રમાણ છે. તેમાં જીવ પરિભ્રમણ કરતો રહે છે. ઉર્ધ્વલોક, તિછલોક અને અધોલોકમાં પણ પરિભ્રમણ કરી ર તિરછાલોકમાં અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે, તેમાં પણ જીવો જન્મ-મરણ કરી રહ્યા છે. પરંતુ તે દ્વીપ સમુદ્રોની મધ્યમાં અઢીદ્વીપ અને બે સમુદ્રો છે. તેમાં જીવો જન્મ મરણ પણ કરી રહ્યા છે અને મુકત પણ થઈ શકે છે. આ અઢીદ્વીપની વચ્ચોવચ્ચ અથવા બધા દ્વીપ સમુદ્રોની વચ્ચેના કેન્દ્રસ્થાને જંબુદ્વીપ છે. આ સંપૂર્ણ તિરછાલોકની પણ મધ્યમાં છે અને તેમાં જ આપણું નિવાસ સ્થાન દક્ષિણ ભરતનો પ્રથમ ખંડ છે. તેથી મુક્તિ પ્રાપ્ત કરવા યોગ્ય આ ક્ષેત્રરૂપ આપણા નિવાસસ્થાન સંબંધિત ભૌગોલિક જાણકારી પણ હોવી આવશ્યક છે. આગામોમાં આધ્યાત્મિક જ્ઞાનની સાથે અન્ય વિષય લોકસ્વરૂપ, જીવાદિ સ્વરૂપ આદિના જ્ઞાનને પણ મહત્ત્વપૂર્ણ સ્થાન આપવામાં આવેલ છે. તેને પણ અપેક્ષાથી અધ્યાત્મનું સયોગી જ્ઞાન માનેલ છે.લોક અલોક ક્ષેત્ર તેમજ જગત પદાર્થોનું સત્ય સાત્વિક જ્ઞાન પણ આત્મા માટે પરમ સંતુષ્ટિ તેમજ આનંદદાયક છે.સમ્યફ શ્રદ્ધાનને પુષ્ટ કરનાર પણ થાય છે સૂત્રનામ :- આ જ ઉપક્રમમાં આ જંબૂઢીપ પ્રજ્ઞાતિ આગમરૂપે ઉપલબ્ધ છે. તે અંગ બાહ્ય કાલિક સૂત્ર છે. નંદીસૂત્રની આગમ સૂચિમાં તેની પરિગણના કરેલ છે. જંબૂદીપના સંબંધમાં વિવિધ પ્રકારનું જ્ઞાન કરાવનાર હોવાથી આ સૂત્રનું નામ પણ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ રાખવામાં આવેલ છે. (પ્રજ્ઞાપ્તિ – પ્રજ્ઞાની પ્રાપ્તિ એટલે આત્માને વિશેષ જ્ઞાનની પરયાપતિ થવી.) ને વક્ષસ્કાર કહેલ છે. જેની સંખ્યા ૭ છે. તે સિવાય તેમાં કોઈ વિભાગ કે પ્રતિવિભાગ નથી. આ આખું સૂત્ર એક જ શ્રુતસ્કંધરૂપ છે અને આ સૂત્રનું પરિમાણ ૪૧૪૬ શ્લોક તુલ્ય માનવામાં આવે છે. સૂત્ર વિષય :- આ સૂત્રમાં જંબુદ્વીપ સંબંધી વિસ્તૃત વર્ણન એક સાથે ઉપલબ્ધ છે. જેમાં ભરતક્ષેત્ર, કાળચક્રના છ-છ આરા, ચક્રવર્તી દ્વારા છ ખંડનું સાધવું તેમજ તેની ઋદ્ધિ, જંબુદ્વીપમાં આવેલા બધા પર્વત, નદી, ક્ષેત્ર, કહ, કૂટ, વાવડીઓ, ભવન, જંબૂ
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy