SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ આગમચાર– ઉતરાર્ધ 230 જ રીતે અહીં વનસ્પતિઓ છે. તેમ કહેવાથી લીલું ઘાસ, છોડ, વેલ, આંબાનું વૃક્ષ આદિ અનેકોના સમાવેશ યુક્ત કથન સંગ્રહ નયની અપેક્ષાએ છે. એ પ્રકારે દ્રવ્યથી ૬ દ્રવ્યોનું, જીવથી ચાર ગતિના જીવોનું કથન સંગ્રહ નયની અપેક્ષાએ છે. આ પ્રકારે આ નય એક શબ્દમાં અનેક પદાર્થોનો સંગ્રહ કરે છે. વિશેષ વિશેષતર ભેદ– પ્રભેદોની અપેક્ષા રાખતો નથી. વ્યવહાર નય – સામાન્ય ધર્મોને છોડીને વિશેષ ધર્મોને ગ્રહણ કરી વસ્તુનું કથન કરવાવાળો અને ભેદ–પ્રભેદ કરી વસ્તુનું કથન કરનારો વ્યવહાર નય છે. જેમ કે દ્રવ્યને છ ભેદથી, એમાં પણ જીવ દ્રવ્યને ચાર ગતિથી, પછી જાતિથી. કાયાથી. પછી દેશ વિશેષથી કથન કરે છે. જેમકે સંગ્રહ નય મનુષ્ય જાનવર આદિ અથવા તેના સમૂહને આ જીવ છે, એવા સામાન્ય ધર્મની પ્રમુખતાથી કથન કરે. જ્યારે વ્યવહાર નય આ મનુષ્ય ભારતવર્ષના રાજસ્થાન પ્રાંતના જયપુર નગરનો બ્રાહ્મણ જાતિનો ત્રીસ વર્ષનો જુવાન છે, એવું કહેશે. એ રીતે વિશેષ ધર્મ કથન તથા આશયને વ્યવહાર નય પ્રમુખ કરે છે. (૧) નૈગમ નય સામાન્ય અને વિશેષ બન્નેને ઉપયોગી સ્વીકારે છે. (૨) સંગ્રહ નય સામાન્યને ઉપયોગી સ્વીકાર કરે છે. (૩) વ્યવહાર નય વિશેષ (વ્યવહારિક) અવસ્થા સ્વીકાર કરીને કથન કરે છે. આ ત્રણ નયને દ્રવ્યાર્થિક નય કહે છે. આ નયો ત્રણે કાળને સ્વીકારે છે. ઋજુસૂત્ર નય :- ફક્ત વર્તમાનકાળને પ્રમુખતા આપવાવાળો યા સ્વીકાર કરનારો આ નય ઋજુસૂત્ર નય છે. આ વર્તમાનની ઉપયોગિતા સ્વીકાર કરે છે. ભૂત અને ભાવના ધર્મોની, અવસ્થાઓની અપેક્ષા રાખતો નથી. કોઈ વ્યક્તિ પહેલાં દુ:ખી હતો, પછી એનું ભવિષ્ય પણ દુ:ખી હશે, પરંતુ અત્યારે વર્તમાનમાં સુખી છે, સુખનો અનુભવ કરી રહ્યો છે. તેને ભૂત અને ભવિષ્યના દુ:ખનો અત્યારે શું સંબંધ? આથી તે વ્યક્તિને સુખી કહેવામાં આવશે. કોઈ પહેલાં રાજા હતો, હમણાં ભિખારી બની ગયો છે. પછી ફરી ક્યારેક રાજા બનશે. પરંતુ અત્યારે તે ભીખારીપણાનો અનુભવ કરી રહ્યો છે. અતઃ એને ભૂતકાળ અને રાજાપણાનો અત્યારે કંઈ જ સંબંધ નથી. અત્યારે તો એ ભિખારી જ કહેવાશે. કોઈ વ્યક્તિ મુનિ બન્યો હતો, અત્યારે તે ગૃહસ્થ છે, ફરી મુનિ બની જશે. વર્તમાનમાં તે ગૃહસ્થરૂપમાં છે. પૂર્વ અને ભાવી મુનિપણાનો એને કોઈ આત્માનંદ નથી. અતઃ આ નય વર્તમાન અવસ્થામાં વસ્તુ સ્વરૂપને દેખે છે, જાણે છે અને કથન કરે છે. શબ્દ નય - શબ્દથી પદાર્થોનું જ્ઞાન થાય છે. એટલા માટે આ નય પદાર્થનો કોઈપણ પ્રકારે બોધ કરાવનાર શબ્દોનો સ્વીકાર કરે છે. તે શબ્દ જે પદાર્થનો બોધ કરાવે છે તેને આ નય પ્રધાનતા આપીને સ્વીકાર કરે છે. આ નય વર્તમાનને સ્વીકાર કરે છે. યથા “ જિન' શબ્દ જે વર્તમાનમાં રાગદ્વેષ વિજેતા છે એને એ ગ્રહણ કરે છે. પરંતુ ભવિષ્યમાં કોઈ જિન થશે એ દ્રવ્ય “જિન”નો સ્વીકાર કરતો નથી. તેવી રીતે કોઈનું નામ “જિન” છે, એ નામ જિનનો પણ સ્વીકાર કરતો નથી. પ્રતિમા, યા ચિત્ર પર કોઈ “જિન”ની સ્થાપના કરી તે “સ્થાપના દિનને પણ આ નય સ્વીકાર કરતો નથી. આ પ્રકારે આ નય કેવલ ભાવ નિક્ષેપનો સ્વીકાર કરે છે. નામ, સ્થાપના એવં દ્રવ્યનિક્ષેપને આ નય સ્વીકાર કરતો નથી. જે શબ્દ જે વસ્તુનું કથન કરવાની અર્થ યોગ્યતા અથવા બોધકતા ધરાવે છે એના માટે એ શબ્દનો પ્રયોગ કરવો શબ્દ નય છે. શબ્દ- યોગિક, રૂઢ અને યોગિકરૂઢ પણ હોય છે. તે જે-જે શબ્દના બોધક હોય છે, તેને આ નય ઉપયોગી સ્વીકાર કરે છે. યથા ૧“પાચક આ યૌગિક નિરુક્ત શબ્દ છે. એનો અર્થ રસોઈયો, રસોઈ કરનારા હોય છે. ૨– “ગૌ આ રૂઢ શબ્દ છે. એનો અર્થ છે– જવાની ક્રિયા કરનારો. પરંતુ બળદ અથવા ગાય જાતિ માટે એનો અર્થ રૂઢ થયો છે. અતઃ શબ્દનય એનો પણ સ્વીકાર કરે છે. ૩– “ પંકજ યૌગિક પણ છે અને રૂઢ પણ છે. એનો અર્થ છે કીચડમાં ઉત્પન્ન થનારું કમળ'. પરંતુ કીચડમાં તો દેડકો, શેવાળ આદિ ઘણી . એને નહીં સમજતા ફક્ત “કમળ'ને જ સમજવામાં આવે છે. આ રીતે “પંકજ' એ યૌગિકરૂઢ શબ્દ છે. એનાથી કમળનો જ બોધ થાય છે. શબ્દ નય એનો પણ સ્વીકાર કરે છે. એ પ્રકારે વિભિન્ન રીતે અર્થનો બોધક અને સર્વે શબ્દોની ઉપયોગિતા કરનારો એ “શબ્દન’ છે. સમભિરૂઢ નય – આ નય પણ એક પ્રકારનો શબ્દનાય છે. એનું સ્વરૂપ પણ શબ્દનયની સમાન સમજવું જોઈએ. વિશેષતાએ છે કે આ રૂઢ શબ્દ આદિને પદાર્થનો અર્થ બોધક તરીકે સ્વીકાર કરતો નથી, ફક્ત યૌગિક, નિરુકત શબ્દ જે અર્થને કહે છે તે પદાર્થનો જ આ નય સ્વીકાર કરે છે. અર્થાત્ રૂઢ શબ્દનો સ્વીકાર નથી કરતો, સાથે પર્યાયવાચી શબ્દ છે એને પણ એકરૂપમાં સ્વીકાર નથી કરતો. પરન્ત ભિન્ન ભિન્ન રૂપમાં એનો સ્વીકાર કરે છે. અર્થાત એ પર્યાયવાચી શબ્દોનો જે નિરુક્ત અર્થ હોય છે એ શબ્દથી એ પદાર્થનો સ્વીકાર કરે છે અને બીજા પર્યાયવાચી શબ્દને વાચ્ય પદાર્થથી એનો અલગ સ્વીકાર કરે છે. યથા– જિન, કેવળી, તીર્થકર આ જિનેશ્વરના જ બોધક શબ્દ છે એવું એકાર્થક રૂપમાં પણ છે. તો પણ એ નય એનો અલગ–અલગ અર્થમાં અલગ-અલગ સ્વીકાર કરશે. આ પ્રકારે આ નય નિરૂક્ત અર્થની પ્રધાનતાએ શબ્દનો પ્રયોગ તે પદાર્થ માટે કરે છે તથા આવો પ્રયોગ કરવો ઉપયોગી માને છે. એ પર્યાય શબ્દને અલગ-અલગ પદાર્થનો બોધક માને છે. જિન, અહંત, તીર્થકર, કેવળી એ ભિન્ન-ભિન્ન ગુણવાળાના બોધક છે એવંભૂત નમ:- જે શબ્દનો જે અર્થ છે અને તે અર્થ જે પદાર્થનો બોધક છે તે પદાર્થ જ્યારે એ અર્થનો અનુભવ કરાવે, એ અર્થની ક્રિયાશીલ અવસ્થામાં હોય ત્યારે એ માટે એ શબ્દનો પ્રયોગ કરવો, એ આ એવંભૂત નયનો આશય છે. અર્થાત્ જે દિવસે જે સમયે તીર્થની સ્થાપના કરી તે સમયે તીર્થકર શબ્દનો પ્રયોગ કરવો. જે સમયે સુરઅસુર દ્વારા પૂજા કરાય છે તે સમયે અર્વત્ કહેવું, કલમથી જ્યારે લખવાનું કાર્ય કરાય છે ત્યારે એને માટે “લેખની’ શબ્દનો પ્રયોગ કરવો. સમભિરુઢ નય નિરુક્ત અર્થવાળા શબ્દનો સ્વીકાર કરે છે અને એવંભૂત નય પણ એનો સ્વીકાર કરે છે. પરંતુ એ ભાવ યા ક્રિયામાં પરિણત વસ્તુ માટે એ શબ્દનો પ્રયોગ કરવાનો સ્વીકાર કરે છે; એ એની વિશેષતા છે. આ પ્રકારે આ નય કેવળ શુદ્ધ ભાવ નિક્ષેપનો જ સ્વીકાર કરવાનું કથન કરે છે. આ સાતે નય પોતપોતાની અપેક્ષાએ વચન પ્રયોગ અને વ્યવહાર કરે છે, એ અપેક્ષાએ જ એ નય કહેવાય છે. અન્ય અપેક્ષાનો સ્પર્શ કરતા નથી, ઉપેક્ષા રાખે છે, માટે તે નય કહેવાય છે. જો એ નયો બીજી અપેક્ષાનું ખંડન, વિરોધ કરે તો એ નય વચન
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy