SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર– ઉતરાર્ધ સૂદર્શન તેમજ ફૂટ શાલ્મલિ નામના શાશ્વત વૃક્ષ તથા તે બધાનો ગણિતયોગ, તીર્થંકરનો જન્માભિષેક આદિ વિષયોનું વિસ્તૃત સ્પષ્ટ વર્ણન છે. અંતમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા જ્યોતિષી સંબંધી જ્ઞાન પણ આપેલ છે, કે જે જ્યોતિષગણ રાજ પ્રજ્ઞપ્તિ(સૂર્ય પ્રજ્ઞપ્તિ)નો સંક્ષિપ્ત સાર છે. આ રીતે આ સૂત્રમાં જંબૂદ્વીપના ક્ષેત્રીય, પ્રવૃત્તીય તેમજ જ્યોતિષી મંડલ સંબંધી વિષયોનું સુંદર સંકલન છે. આ એક જ સૂત્ર દ્વારા આત્મ સાધકને પોતાના ક્ષેત્ર સંબંધી વિવિધ પ્રકારના તત્ત્વોનો પરિબોધ થઈ શકે છે. 232 જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિનો સારાંશ પ્રથમ વક્ષસ્કાર સંપૂર્ણ લોકના ત્રણ વિભાગ છે. ઉર્ધ્વલોક, અધોલોક અને તિરછાલોક. તિરછાલોકમાં રત્નપ્રભા નરક પૃથ્વી પિંડની છતનો ઉપરી ભાગ જ તિરછાલોકનો સમભાગ છે. આની ઉપર અસંખ્ય દ્વીપ સમુદ્ર છે, જે એકની પછી બીજો એમ ક્રમશઃ ગોળાઈમાં ઘેરાએલા છે. જેમાં પહેલો મધ્યનો દ્વીપ પૂર્ણ ચંદ્રના આકારે, થાળીના આકાર જેવો ગોળ છે. શેષ સર્વે દ્વીપ સમુદ્ર એકબીજાને ઘેરાયેલા હોવાથી વલયાકારે, ચૂડીના આકારમાં રહેલા છે. વચમાં થાળીના આકારનો જે ગોળ દ્વીપ છે, તે જંબુદ્રીપ છે. આ સંપૂર્ણ તિરછાલોકનું મધ્ય કેન્દ્ર બિન્દુ છે. ચારે દિશાઓનો પ્રારંભ પણ આ દ્વીપની વચ્ચોવચમાં સ્થિત મેરુ પર્વતથી થાય છે. આ જંબુદ્રીપનું વર્ણન આ પ્રમાણે છે– જંબૂઢીપ :– તિરછાલોકની વચ્ચોવચ્ચ સમભૂમિ પર સ્થિત આ જંબુદ્રીપ એક લાખ યોજન લાંબો, એક લાખ યોજન પહોળો, પરિપૂર્ણ ગોળ ચક્રાકાર, થાળીના આકાર અથવા પૂર્ણ ચન્દ્રમાના આકાર જેવો છે. આમાં મુખ્ય ૬ લાંબા પર્વત છે, જે આ દ્વીપના પૂર્વી કિનારાથી પશ્ચિમી કિનારા સુધી લાંબા છે. જેનાથી આ દ્વીપના મુખ્ય સાત વિભાગ(ક્ષેત્ર) થાય છે. ૧ ભરતક્ષેત્ર, ૨ હેમવંતક્ષેત્ર, ૩ હરિવર્ષક્ષેત્ર, ૪ મહાવિદેહ ક્ષેત્ર, ૫ રમ્યાસક્ષેત્ર, ૬ હેરણ્યવંત ક્ષેત્ર ૭ ઐરાવત ક્ષેત્ર. એમાં પ્રથમ ભરતક્ષેત્ર દક્ષિણ દિશામાં છે. ત્યાર પછી બીજા ત્રીજા એમ ક્રમશઃ ઉત્તર દિશામાં છે. અંતમાં ઐરાવત ક્ષેત્ર આ દ્વીપના અંતિમ ઉત્તરીભાગમાં સ્થિત છે. ભરતક્ષેત્ર :– જંબુદ્વીપના દક્ષિણી કિનારા પર ભરતક્ષેત્ર આવેલું છે. અર્થાત્ આપણે જે ક્ષેત્રમાં નિવાસ કરી રહ્યા છીએ તે આ ભરતક્ષેત્ર છે. તેના ઉત્તરી કિનારા ૫૨ ચુલ્લ હિમવંત પર્વત છે. શેષ ત્રણે દિશાઓના કિનારે ગોળાકાર લવણ સમુદ્ર છે. સમુદ્ર અને ભરતક્ષેત્રની વચમાં આઠ યોજનની ઊંચી જગતી છે. જગતીમાં રહેલા છિદ્રો દ્વારા સમુદ્રી જળ ભરતક્ષેત્રના કિનારાપર આવ્યા છે. આ સમુદ્રી જળમાં ત્રણે દિશાઓમાં એક એક કરીને ત્રણ તીર્થ આવેલા છે. એમના નામ પૂર્વમાં માગધ તીર્થ, દક્ષિણમાં વરદામ તીર્થ અને પશ્ચિમમાં પ્રભાસ તીર્થ છે. આ ત્રણે તીર્થોમાં એમના અધિપતિ દેવ રહે છે. આ લવણ સમુદ્રી જળને વર્તમાન વ્યવહારમાં લવણની ખાડી, પ્રશાંત મહાસાગર, હિન્દ મહાસાગર વગેરે કહે છે. વૈતાઢય પર્વત । :– આ ભરતક્ષેત્રની મધ્યમાં વૈતાઢય પર્વત છે. જે પૂર્વ-પશ્ચિમ લાંબો છે. એના બન્ને કિનારા જગતીને ભેદીને લવણ સમુદ્રને સ્પર્શ કરે છે. આ પર્વત ચાંદીમય પૃથ્વીનો ૫૦ યોજન જાડો અને ૨૫ યોજન ઊંચો છે. એ મધ્યમાં સ્થિત હોવાથી તેના દ્વારા ૫૨૬ યોજન પહોળુ ભરતક્ષેત્ર બે વિભાગોમાં વિભાજિત છે. તે પ્રત્યેક ભાગ ૨૩૬ યોજનના પહોળા છે અને લંબાઈમાં કિનારા (જગતી) સુધી છે. વિદ્યાધર શ્રેણી :– દસ યોજન ઉપર જવાથી આ પર્વત બન્ને બાજુમાં જાડાઈમાં એક સાથે ૧૦–૧૦ યોજન ઘટી જાય છે. જેથી ૧૦–૧૦ યોજનની બન્ને બાજુમાં સમતલ ભૂમિ છે. ત્યાં વિદ્યાધર મનુષ્યોના નગર છે અને વિદ્યાધર મનુષ્ય ત્યાં નિવાસ કરે છે. અતઃ આ બન્ને ક્ષેત્રને વિદ્યાધર શ્રેણી કહેલ છે, ઉત્તરની વિદ્યાધર શ્રેણીમાં ૬૦ નગર છે. દક્ષિણની શ્રેણીમાં ૫૦ નગર છે. અહીં મનુષ્ય વિદ્યા સમ્પન્ન હોય છે. આભિયોગિક શ્રેણી :– એજ પ્રકારે વિધાધર શ્રેણીથી દસ યોજન ઉપર જતાં ત્યાં પણ ૧૦–૧૦ યોજન પહોળી સમભૂમિ બન્ને બાજુ છે. આમાં વાણવ્યંતર જાતિના દેવોના ભવન છે અને તે દેવ શક્રેન્દ્રના લોકપાલોના આભિયોગિક દેવ છે. એટલે આ બન્ને શ્રેણિઓને આભિયોગિક શ્રેણી કહેવાય છે. વ્યંતરમાં પણ મુખ્યત્વે અહીં ૧૦ ભક દેવોના નિવાસ સ્થાન છે. શિખર તલ :– આભિયોગિક શ્રેણીથી પાંચ યોજન ઉપર જતાં વૈતાઢય પર્વતનો શિખર તલ આવે છે, જે દસ યોજન પહોળો છે. આ શિખર તલ પદ્મવર વેદિકા એવં વન ખંડથી ઘેરાએલ છે અર્થાત્ શિખર તલના બન્ને કિનારા પર વેદિકા (પાલી—ભિતિ) છે અને આ બન્ને વેદિકાઓની પાસે એક એક વનખંડ છે. આ વનખંડોમાં વાવડીઓ,પુષ્કરણિઓ, આસન, શિલાપટ્ટ મંડપ, પર્વત ગૃહ આદિ છે. વેદિકા વન ખંડોની પહોળાઈ જમ્બુદ્વીપની જગતીના ઉપર કહેલ પદ્મવર વેદિકા એવં વનખંડની સમાન છે. એમની લંબાઈ એવું શિખર તલની લંબાઈ આ પર્વતની લંબાઈ જેટલી છે. બન્ને વિદ્યાધર શ્રેણીમાં, બન્ને અભિયોગિક શ્રેણીમાં અને સમભૂમિ પર બન્ને બાજુ આ પ્રકારે પદ્મવર વેદિકા એવં વનખંડ છે. ફૂટ :– શિખરતલ પર પૂર્વથી પશ્ચિમ તરફ ક્રમશઃ ૯ ફૂટ આ પ્રકારે છે– (૧) સિદ્ધાયતન ફૂટ (૨) દક્ષિણાÁ ભરત ફૂટ (૩) ખંડ પ્રપાત ગુફા ફૂટ (૪) માણિભદ્રકૂટ (૫) વૈતાઢય ફૂટ (૬) પૂર્ણ ભદ્ર ફૂટ (૭) તિમિસ ગુફા કૂટ (૮) ઉત્તરાર્ધ્વ ભરત ફૂટ (૯) વૈશ્રમણ ફૂટ. = ગુફાઓ :– વૈતાઢય પર્વતના પૂર્વી ભાગમાં અને પશ્ચિમી ભાગમાં એમ બે ગુફાઓ છે જે વૈતાઢય પર્વતના ઉત્તરી કિનારાથી દક્ષિણી કિનારા સુધી ૫૦ યોજનની લાંબી છે, ૧૨ યોજન પહોળી છે અને ૮ યોજન ઊંચી છે. ગુફાઓની ઉત્તર દક્ષિણ બન્ને બાજુમાં એક એક દ્વાર છે, જેનો પ્રવેશ ૪ યોજનનો છે. પૂર્વી ગુફાની અંદર પૂર્વી કિનારે અને પશ્ચિમી ગુફાની અંદર પશ્ચિમી કિનારે ક્રમશઃ ગંગા, સિંધુ નદી ભિત્તિની અંદર નીચે વહે છે. એની સામેની દિશાની ભિત્તિમાંથી ઉમગજલા અને નિમગજલા નામની બે નદીઓ નીકળે છે. જે પૂર્ણ ગુફાના ૧૨ યોજન ક્ષેત્રને પાર કરી ગંગા સિંધુ નદીમાં મળી જાય છે. આ નદિઓ ૩–૩ યોજનની પહોળી છે અને એમનું પરસ્પરનું અંતર ૨–૨ યોજનનું છે. પૂર્વી ગુફાનું નામ ખંડ પ્રપાત છે અને પશ્ચિમી ગુફાનું નામ તમિશ્ર ગુફા છે. બન્ને ગુફાઓ અંધકાર પૂર્ણ એવં સદા બંધ દરવાજા વાળી છે. ચક્રવર્તીના સેનાપતિ રત્ન એમાં પ્રવેશ હેતુ એક એક તરફથી દરવાજા ખોલે છે અને બહાર નીકળવા માટે બીજી દિશાનો દરવાજો સ્વતઃ ખુલી જાય છે. આ બન્ને ગુફાઓનો એક–એક માલિક દેવ છે. ખંડપ્રપાત ગુફાના કૃતમાલક દેવ અને તમિશ્ર ગુફાના નૃતમાલક દેવ છે.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy