SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ 135 jainology II આગમસાર તમસ્કાય ૧૭૨૧ યોજન સુધી સંખ્યાત યોજન જાડી છે, આગળ અસંખ્ય યોજનની જાડાઈમાં છે. એમાં અંધકાર ધૂઅરથી પણ અતિ પ્રગાઢ હોય છે અર્થાત્ આ અંધકાર સમૂહરૂપ છે. તેથી તેનું નામ પણ જલની પ્રમુખતાથી ન થઈને અંધકારથી "તમસ્કાય" કહેવામાં આવેલ છે. જે રીતે લવણશિખા લવણ સમુદ્રનો જ વિભાગ છે, તે જ રીતે આ તમસ્કાય પણ અરુણોદય સમુદ્રના વિભાગ રૂપ જ છે. તમસ્કાયમાંથી થઈને દેવોને માર્ગ પાર કરવા માટે જવું આવવું આવશ્યક થઈ જાય છે ત્યારે તેને પાર કરે છે. તે દેવ પણ તેમાંથી ભયભીત સંધ્યાત થઈને શીઘે નીકળે છે. કોઈ દેવ એમાં વાદળ, વિજળી, ગર્જના, વર્ષા પણ કરી શકે છે. એમાં જ્યોતિષી દેવ હોતા નથી, કિનારા પર હોઈ શકે છે. તેમની કાંઈક પ્રભા એમાં જઈ શકે છે. પરંતુ તે નિપ્રભ થઈ જાય છે. એમા બાદર પૃથ્વીકાય(અપેક્ષાથી) અને અગ્નિકાય હોતી નથી. માટે દેવકૃત વિજળી અચેત હોય છે. અપ્લાય, વાયુકાય વનસ્પતિકાય અને ત્રસકાયના જીવ એમાં હોઈ શકે છે. સંસારનાં તમામ જીવ તમસ્કાયમાં ઉત્પન્ન થઈ ચૂક્યા છે. તમસ્કાય ના ગુણ નિષ્પન ૧૩ નામ છે. યથા– (૧)તમ (૨)તમસ્કાય (૩) અંધકાર (૪) મહાઅંધકાર (૫) લોકઅંધકાર (૬) લોક તમિશ્ર (૭) દેવઅંધકાર (૮) દેવ તમિશ્ર (૯) દેવ અરણ્ય (૧૦) દેવ બૃહ (૧૧) દેવ પરિઘ (૧૨) દેવ પ્રતિક્ષોભ (૧૩) અરુણોદક સમુદ્ર. કૃષ્ણ રાજી – પાંચમાં દેવલોકનાં રિષ્ટ પ્રતરમાં આઠ કૃષ્ણ રાજીઓ છે. તે નક્કર પૃથ્વી શિલામય છે. ચારે ય દિશાઓમાં ચાર કૃષ્ણ રાજીઓ છે. તે ચારેયની બહાર ચાર દિશાઓમાં ઘેરેલ ચાર કૃષ્ણ રાજીઓ બીજી છે. અર્થાત્ એક–એક દિશામાં બે-બે(એક પછી એક) છે. અંદર ચારે સમચતુષ્કોણ આયત છે. બહારની બે ઉત્તર-દક્ષિણમાં ત્રિકોણ છે અને પૂર્વ પશ્ચિમમાં ષટ્કોણ છે. આ આઠે કૃષ્ણ રાજીઓ સંખ્યાતા યોજનની પહોળી અને અસંખ્ય યોજનની લાંબી "રેખા" જેવી આકારવાળી છે. એક દિશાની આવ્યંતર કૃષ્ણરાજી આગળની દિશાની બાહ્ય કૃષ્ણરાજીને સ્પર્શ કરે છે. અર્થાત્ દક્ષિણની આત્યંતર કૃષ્ણરાજી પશ્ચિમની બાહ્યને, પશ્ચિમની આત્યંતર ઉત્તરની બાહ્યને, ઉત્તરની આત્યંતર પૂર્વની બાહ્ય અને પૂર્વની આત્યંતર દક્ષિણની બાહ્ય કૃષ્ણરાજીને સ્પર્શ કરે છે. આ આઠેયના ઘેરાની મધ્યનું ક્ષેત્ર આ કૃષ્ણરાજીઓનું ગણવામાં આવે છે. તે વચ્ચેના ક્ષેત્રની અપેક્ષાએ દેવકૃત વાદળા, ગર્જના અને વિજળી આદિનું કથન કરવામાં આવેલ છે. આ કૃષ્ણરાજીઓ પણ પૃથ્વીકાયનાં કાળા પુદ્ગલમય છે. માટે આઠે ઘોર કાળા વર્ણની છે. તેની વચ્ચેનું ક્ષેત્ર પણ કૃષ્ણ આભાવાળું ડરામણું હોય છે. એમાં પણ બધા જીવ ઉત્પન્ન થઈ ચૂક્યા છે; સૂક્ષ્મ પાંચ સ્થાવરપણે અને બાદર પૃથ્વીપણે ઉત્પન્ન થયા છે. આઠેનાં વચ્ચેનાં મેદાન રૂપ ક્ષેત્રની અપેક્ષાએ વાયુપણે પણ ઉત્પન્ન થયા છે. લોકાંતિક – આઠ કૃષ્ણ રાજીઓના કિનારે લંબાઈના મધ્યમાં આઠ લોકાંતિક દેવોના વિમાન છે. આઠેના ઘેરાની વચ્ચે જે મેદાન છે તેની મધ્યમાં પણ એક વિમાન છે. એમ કુલ ૯ લોકાંતિક દેવોના વિમાન છે. જેમ કે– (૧) અર્થી (૨) અર્ચિમાલી (૩) વૈરોચન (૪) પ્રશંકર (૫) ચન્દ્રાભ (૬) સૂર્યાલ (૭) શુક્રાભ (૮) સુપ્રતિષ્ટાભ (૯) રિષ્ટાભ. પહેલુ વિમાન ઇશાનખૂણામાં, બીજુ પૂર્વમાં એમ ક્રમશઃ આઠ દિશાઓમાં આઠ વિમાન છે. એમાં ક્રમશઃ આઠ લોકાંતિક દેવ છે. –(૧)ઈશાન ખુણાવાળા અર્ચિવિમાનમાં સારસ્વત દેવ છે અને પછી ક્રમશઃ (૨) આદિત્ય(૩) વઢિ (૪) વરુણ (૫) ગઈતોય (૬) તુષિત (૭) અવ્યાબાધ (૮) મરુત(આરૈય) અને વચ્ચે નવમા વિમાનમાં રિષ્ટ દેવ છે. પહેલા બીજા લોકાંતિકનાં સાત મુખ્ય દેવ, ૭00 પરિવારના દેવ છે. ત્રીજા-ચોથા લોકાંતિકના ચૌદ મુખ્ય દેવ, ૧૪ હજાર પરિવારના દેવ છે. પાંચમાં છટ્ટાનાં સાત મુખ્ય દેવ, ૭૦૦૦ પરિવારના દેવ છે. સાતમા, આઠમા, નવમા લોકાંતિકના નવા મુખ્ય દેવ, ૯૦૦ પરિવારના દેવ છે. લોકાંતિક વિમાન વાયુ પ્રતિષ્ઠિત છે અર્થાત્ વાયુના આધાર પર રહેલ છે. લોકાંતિક દેવોનું આયુષ્ય આઠ સાગરોપમ કહેવાયેલ છે. આ વિમાનોથી લોકાંત અસંખ્ય યોજન દૂર છે. ઉદ્દેશક: ૪ (૧) ચોવીશ દંડકમાં કેટલાક જીવ મૃત્યુ સમયે મારણાંતિક સમુઘાત કરે છે, કેટલાક સમુઠ્ઠાત કરતા નથી. સમુદ્ઘાત કરનારા બીજીવાર તે સ્થાનમાં પહોંચ્યા પછી આહારાદિ કરે છે. સમુદ્યાત ન કરનારા પહેલી વખતે તે સ્થાન પર પહોંચી અને આહારાદિ કરે છે. પાંચ સ્થાવર છએ દિશામાં ઉત્કૃષ્ટ લોકાંત સુધી જાય છે. જઘન્ય અંગુલનાં અસંખ્યાતમાં ભાગ સુધી જાય છે. એક પ્રદેશી શ્રેણી છોડીને અર્થાત્ લોકાંત સુધી એક સીધી પંક્તિથી જાય છે, વચ્ચે આત્મ પ્રદેશોની પહોળાઈમાં વધઘટ થતી નથી. તાત્પર્ય એ છે કે એક સરખી પહોળાઈની શ્રેણીથી છએ દિશાઓમાં લોકાંત સુધી એકેન્દ્રિય જીવો જાય છે. ઉદ્દેશક: ૭ (૧) ચોખા, ઘઉં, જવ, જુવાર આદિ ધાન્ય કોઈ સ્થાનમાં વાસણમાં સુરક્ષિત બંધ કરી રાખેલ હોય, તેની ઉમર જઘન્ય અંતર્મુહૂર્તની હોય છે, ઉત્કૃષ્ટ ત્રણ વર્ષની હોય છે. ત્યારબાદ તે ધાન્યની સચેત યોનિ નાશ થઈ જાય છે. તે બધા અચેત થઈ જાય છે. ચણા, મસુર, તલ, મગ, અડદ, કુલ– આદિની પાંચ વર્ષની ઉત્કૃષ્ટ ઉમર હોય છે. અળસી, કુસંબ, સણ, સરસવ, મૂલગ આદિ બીજની ઉત્કૃષ્ટ ઉમર સાત વર્ષની હોય છે. (૨) સ્વસ્થ વ્યક્તિનાં ૩૭૭૩ શ્વાસોચ્છવાસનું એક મુહૂર્ત હોય છે. સંખ્યાત આવલિકાનો એક શ્વાસોશ્વાસ હોય છે. શેષ સંખ્યાત કાલની ગણના અને સંખ્યાતા, અસંખ્યાતા કાલની ઉપમા ગણના અનુયોગ દ્વાર સૂત્રના સમાન સમજવી, જુઓ સારાંશ. સંખ્યાતાની ગણના શીર્ષ પ્રહેલિકા સુધી છે. જેમાં ૧૯૪ અંકની સંખ્યા હોય છે. જેમ કે- ૭૫,૮૨,૬૩,૨૫,૩૦,૭૩,૦૧, ૫,૬૯,૬૪,૦૬,૨૧,૮૯,૬૬,૮૪,૮૦,૮૦,૧૮,૩૨,૯૬. આ ૫૪ આંકડા પર ૧૪૦ મ્ડા છે. દસ ક્રોડા ક્રોડ પલ્યોપમનો એક સાગરોપમ થાય છે. ૧૦ ક્રોડાકોડ સાગરોપમનો એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણીકાલ
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy