SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર- ઉતરાર્ધ 136 થાય છે. બંને મળીને ૨૦ ક્રોડાકોડ સાગરોપમનો એક કાલચક્ર થાય છે. છ આરાનાં વિસ્તૃત વર્ણન માટે જંબૂદીપ પ્રજ્ઞપ્તિ સારાંશ જુઓ. ઉદ્દેશક: ૮ (૧) નાગકુમાર આદિ બીજી નરક સુધી જઈ શકે છે, વચ્ચે વાદળ, વિજળી, ગર્જના કરી શકે છે. અસુરકુમાર ત્રીજી નરક સુધી અને વૈમાનિક દેવ સાતમી નરક સુધી જઈ શકે છે. નરકમાં અગ્નિકાય અને સૂર્ય આદિ નથી, અચિત ઉષ્ણ પુદગલ અને ઉષ્મા હોય છે. પહેલા બીજા દેવલોક સુધી અસુરકુમાર અને વૈમાનિક દેવકૃત વાદળ આદિ થઈ શકે છે, આગળ ફક્ત વૈમાનિક કૃત જ થઈ શકે છે. દેવલોકમાં અગ્નિકાય હોતી નથી પરંતુ અચિત્ત પ્રકાશમાન પુદ્ગલ હોય છે. જ્યાં સુધી તમસ્કાય છે અથવા જે દેવલોકની નીચે ઘનોદધિ છે ત્યાં પૃથ્વી, અગ્નિનો નિષેધ છે અને તમસ્કાય તથા ઘનોદધિના અભાવમાં અપ્લાય, વનસ્પતિ કાયનો પણ નિષેધ છે. આ જ રીતે કૃષ્ણ રાજીઓમાં અને પાંચમા દેવલોકથી ઉપર ઘનોદધિ અને જલ સ્થાનોને છોડીને અપ્લાય વનસ્પતિકાય નો પણ નિષેધ છે. (૨) છ પ્રકારનાં આયુબંધ છે. તેનું નિધત્ત હોવું વિશિષ્ટ બંધને કહેવાય છે. તે આયુષ્યની સાથે પણ હોય છે અને ગોત્રની સાથે પણ હોય છે. એ રીતે કુલ આઠ પ્રકાર થાય છે. નિધત્તનિકાચિત – ૨, આ બે સ્વતંત્ર અને બે આયુષ્યની સાથે – એમ ૪ થયા; આ ચારે ગોત્રની સાથે – ૮ પ્રકાર થયા. જેમ કે- (૧) નિધત્ત નામ, (૨) નિધત્ત નામ આયુ, નિધત્ત નામ ગોત્ર, નિધત્તનામ આયુ ગોત્ર. એ ચાર નિધત્તના થયા. તેમજ ચાર નિકાચિતના જાણવા. (૩) લવણ સમુદ્રનું પાણી ઊંચે ઉઠેલા (ઊન્નત) પાણીવાળું છે. સુબ્ધ પાણી– વાળું પણ છે. બાકી બધાં સમુદ્ર સમતલ પાણીવાળા છે અને અક્ષભિત પાણી– વાળા છે. (અથવા તો ફકત લવણ સમુદ્રના પાણીમાં ભરતી અને ઓટ થાય છે.) વિશેષ – અહીં અરુણોદક સમુદ્રના તમસ્કાયને ઉન્નત ઊંચે ઉઠેલ પાણી રૂપમાં ગણવામાં આવેલ નથી. માટે તે તમસ્કાય લવણ સમુદ્રના પાણીના સમાન ન થઈને પ્રગાઢ ધૂઅરના સમાન હોવું જોઈએ. (૪) લોકમાં જેટલા શુભ નામ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે. એટલા નામના દ્વીપ સમુદ્ર છે. ઉદ્દેશકઃ ૯ (૧) કર્મ બંધનું વર્ણન પ્રજ્ઞાપના પદ ૨૪ના અનુસાર જાણવું. (૨) વૈક્રિય શક્તિથી દેવ બહારના પુદ્ગલ ગ્રહણ કરીને તેઓને એક રૂપમાં અનેક રૂપમાં, એક કે અનેક ગંધ, રસ, સ્પર્શમાં પરિણમન કરી શકે છે. એક વર્ણાદિને બીજા વર્ણાદિમાં અથવા વિરોધી સ્પર્શ આદિમાં પરિમિત કરી શકે છે. (૩) અવિશુદ્ધ લેશી દેવ-વિર્ભાગજ્ઞાની દેવ. અસમ્મોહત-અનુપયોગવંત. વિશુદ્ધલેશી દેવ ઉપયોગવંત હોય તો દેવ દેવીને જાણે જુએ. કાંઈક ઉપયોગવંત અને કાંઈક અનુપયોગવંત આવી અવસ્થા હોય તો પણ અવધિજ્ઞાની જાણી લે છે. વિર્ભાગજ્ઞાની સાચારૂપમાં જાણતા નથી. ઉદ્દેશક: ૧૦ (૧) જીવનાં સુખ-દુઃખને કોઈ કાઢીને બતાવી શક્તા નથી. જે રીતે નાકમાં ગયેલ ગંધના પુગલોને કોઈ કાઢીને બતાવી શકતા નથી. (૨) જીવ અને ચેતના પરસ્પરમાં નિયમિત હોય છે. જીવ અને પ્રાણમાં પરસ્પરમાં ભજના છે. સિદ્ધોમાં દ્રવ્ય પ્રાણ નથી. નરયિક આદિનું જીવ થવું નિયમ છે. જીવનું નૈરયિક આદિ થવું ભજના છે. ભવસિદ્ધિકમાં નૈરયિક હોવાની ભજના અને નૈરયિકમાં ભવસિદ્ધિક હોવાની ભજના છે. (૩) નૈરયિક એકાંતે દુઃખરૂપ વેદના વેદે છે. દેવ એકાંતે સુખરૂપ વેદના વેદે છે. તિર્યંચમનુષ્ય વિમાત્રાથી બને વેદના વેદે છે. (૪) બધા જીવ આત્માવગાઢ પગલોનો આહાર કરે છે, અનંતરાવગાઢ અને પરંપરાવગાઢ પુદ્ગલોનો નથી કરતા. (અપેક્ષાથી અવગાઢમાં અનંતરાવગાઢનો આહાર કરે છે.) (પ) કેવલીને અપરિમિત જ્ઞાન હોય છે અને તે ઈન્દ્રિયોથી નથી પણ કેવલ જ્ઞાનથી પરિમિત અપરિમિત સર્વ પદાર્થોને જાણે છે. || શતક ૬/૧૦ સંપૂર્ણ શતક–૭: ઉદ્દેશક-૧ (૧) પરભવમાં જનાર જીવ ત્રણ સમય સુધી આહારક અથવા અણાહારક હોય છે. ત્યારબાદ આહારક હોય છે. અર્થાત્ એકેન્દ્રિયમાં ત્રણ સમય અને શેષ દંડકમાં બે સમય જ આહારક અથવા અનાહારક હોય છે. ત્રસમાં ત્રીજા સમયથી બધાં આહારક હોય છે. (૨) આહારકના પહેલા સમયે જીવ સર્વ અલ્પાહારી હોય છે અને મૃત્યુના ચરમ સમયે પણ જીવ સર્વ અલ્પાહારી હોય છે. (૩) ત્રણ સકોરા(કોડિયા) (૧) ઉધુ (૨) સીધુ (૩) ઉધુ રાખવાથી જે આકાર હોય છે તે લોકનો સ્થૂલરૂપથી આકાર છે. (૪) શ્રમણ બિરાજિત ઉપાશ્રયમાં સામાયિકની સાધનામાં જોડાયેલ શ્રાવકને ઈરિયાવહિ ક્રિયા હોતી નથી પરંતુ સાંપાયિક ક્રિયા હોય છે. કેમ કે કષાય પૂર્ણતઃ ક્ષીણ હોતા નથી ત્યાં સુધી સાંપરાયિકી ક્રિયા લાગે છે.અકષાયી થયા પછી જ ઈરિયાવહિ ક્રિયા લાગે છે (૫) શ્રાવકને હિંસાનો ત્યાગ સંકલ્પ સાથેનો જ હોય છે. જેથી સંકલ્પ વિના પૃથ્વી ખોદતાં વનસ્પતિ અથવા વ્યસની હિંસા થઈ જાય તો તેનો વનસ્પતિ અથવા ત્રસની હિંસા સંબંધી ત્યાગ ભંગ થતો નથી.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy