SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર- ઉતરાર્ધ 134 (૬) લોક નીચે વિસ્તૃત, વચ્ચમાં સાંકળ ઉપર વિશાળ છે. નીચે પત્યેક સંસ્થાન, મધ્યમાં ઉત્તમ વજાકાર અને ઉપર મૃદંગના આકારે છે. (૭) દેવલોક ચાર પ્રકારના છે અને તેના ૨૫ ભેદ છે– (૧) ભવનપતિ-૧૦, (૨) વ્યંતર-૮, (૩) જ્યોતિષી–પાંચ, (૪) વૈમાનિક—બે ભેદ છે. (કલ્પોપન, કલ્પાતીત) ઉદ્દેશક: ૧૦. પ્રથમ ઉદ્દેશકના સૂર્ય સંબંધી વર્ણનની જેમ અહીં ચન્દ્ર સંબંધી વર્ણન છે, જે યથાયોગ્ય સમજી લેવું. || શતક પ/૧૦ સંપૂર્ણ શતક-૬: ઉદ્દેશક-૧ (૧) જ્યારે કષ્ટ ઉપસર્ગ આદિથી મહાવેદના થાય છે, તો નિર્જરા પણ મહાન થાય છે. મહાવેદના અથવા અલ્પવેદનામાં શ્રેષ્ઠ તે જ છે, જ્યાં પ્રશસ્ત નિર્જરા થતી હોય. નારકીમાં મહાવેદના અનુસાર નિર્જરા થાય છે, પરંતુ તે શ્રમણ નિર્ચન્થની નિર્જરાથી અલ્પ જ થાય છે. કેમ કે નારકીના કર્મ ગાઢ અને ચીકણા હોય છે. જ્યારે શ્રમણ નિર્ગસ્થના કર્મ શિથિલ હોય છે. એરણ પર જોર-જોરથી ઘા મારતા તેમાથી પુગલ ઓછા નીકળે છે. તે જ રીતે નારકીની કર્મ નિર્જરા છે. અગ્નિમાં ઘાસ અને અગ્નિથી તપ્ત તવા પર પાણીનું ટીપું જલ્દી નાશ પામે છે. તે જ પ્રકારે શ્રમણ નિર્ગસ્થનાં કર્મ તપ, ઉપસર્ગ આદિથી જલ્દી નાશ પામે છે. (૨) મન, વચન, કાયા અને કર્મ આ ચાર કરણ છે. આ ચારે અશુભ કરણોથી નારકી જીવ અશાતા વેદના વેદે છે. દેવ શુભ કરણોથી શાતા વેદના વેદે છે અને તિર્યંચ, મનુષ્ય શુભ,અશુભ કરણોથી બન્ને વેદના વેદે છે. (૩) વેદના નિર્જરાથી ચાર ભાંગા જીવોમાં હોય છે– ૧. કેટલાક મહાવેદના મહાનિર્જરાવાળા હોય છે. જેમ કે- પડિમાધારી અણગાર. ૨. કેટલાક જીવ મહા- વેદના અલ્પ નિર્જરાવાળા હોય છે. જેમ કે- નરયિક. ૩. કેટલાક જીવ અલ્પવેદના મહાનિર્જરાવાળા હોય છે. જેમ કે– શૈલેશી પ્રતિપન (૧૪માં ગુણ સ્થાનવાળા) ૪. કેટલાક જીવ અલ્પ વેદના અલ્પ નિર્જરાવાળા હોય છે. જેમ કે– અણુત્તર દેવ. ઉદ્દેશક: ૨- ઉદ્દેશકઃ ૩ પ્રજ્ઞાપના સુત્રના ૨૮માં પદના પ્રથમ ઉદ્દેશકની જેમ અહીં આહાર સંબંધી વર્ણન જાણવ. (૧) મહાન ક્રિયા, મહાન આશ્રવવાળાના કર્મોનો સંગ્રહ નિરંતર થતો રહે છે. અલ્પક્રિયા અલ્પ આશ્રવવાળાના કર્મો નિરંતર ક્ષીણ થતા રહે છે. જેમ નૂતન વસ્ત્ર ઉપયોગમાં લેતાં ધીરે ધીરે મસોતાના રૂપમાં ફેરવાઈ જાય છે અને ગંદા વસ્ત્ર ક્ષાર આદિમાં ભીંજાવાથી અને પાણીમાં ધોવાથી ધીરે ધીરે મેલ નીકળી જતાં સ્વચ્છ થઈ જાય છે. તેવી જ રીતે કર્મોનો સંગ્રહ અને ક્ષય થાય છે. વસ્ત્ર આદિ પદાર્થોનો પુગલ ઉપચય અને અપચય પ્રયોગસા(પ્રયત્નથી) અને વિશ્રસા(સ્વાભાવિક) બન્ને પ્રકારનાં થાય છે. જીવના કર્મોનો ઉપચય અપચય એક પ્રયોગસા જ થાય છે, વિશ્વસા થતો નથી. વસ્ત્રનો પુલ ઉપચય સાદિ સાંત હોય છે. જીવનો કર્મબંધ ત્રણ પ્રકારનો છે– ૧. અનાદિ અનંત-અભવીનો પરંપરાથી, ૨. અનાદિ સાંત- ભવનો પરંપરાથી, ૩. સાદિ સાંત-ઈરિયાવહિ બંધ અથવા પ્રત્યેક કર્મની અપેક્ષાએ સાદિ સાંત બંધ થાય છે. પરંપરાની અપેક્ષાએ બે ભાંગા થાય છે. સાદિ અનંતનો ભાંગો કર્મબંધમાં હોતો નથી. વસ્ત્ર સાદિ સાંત હોય છે. જીવ પણ ગતિ, દંડક આદિની અપેક્ષાએ સાદિ સાંત છે. સિદ્ધ સાદિ અનંત છે. ભવસિદ્ધિક લબ્ધિની અપેક્ષાએ અનાદિ સાંત છે અને અભવસિદ્ધિક સંસારીની અપેક્ષાએ અનાદિ અનંત છે. (૨) આઠે કર્મોની બંધ, સ્થિતિ, અબાધા કાલ પ્રજ્ઞાપના પદ ૨૩માં કહેવામાં આવેલ છે. જુઓ સારાંશ. (૩) અબાધા કાલના સમય સુધી કર્મોની નિષેક રચના(કર્મોની સ્થિતિ સાથે કર્મ પ્રદેશોની રચના) પણ થતી નથી અર્થાત્ ત્યાં સુધી સ્થિતિબંધ માત્ર થાય છે. ઉદ્દેશક: ૪ (૧) કાલાદેશથી સપ્રદેશી અપ્રદેશી –૨૪ દંડકોમાં પ્રથમ સમયવર્તી જીવ કાલની અપેક્ષાએ અપ્રદેશી કહેવાય છે. બાકી બધાં સમયવર્તી સપ્રદેશી હોય છે. દંડકમાં પણ જે બોલનો પ્રથમ સમય હોય તો તે અપ્રદેશ છે. (૨) બધાં પંચેન્દ્રિય પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાનને જાણી શકે છે. તિર્યંચ પંચેન્દ્રિય પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાની– દેશ પ્રત્યાખ્યાની હોઈ શકે છે. મનુષ્ય દેશ પ્રત્યાખ્યાની અને સર્વ પ્રત્યાખ્યાની બન્ને થઈ શકે છે. ૨૪ દંડકમાં અપ્રત્યાખ્યાની તો હોય જ છે. ૨૩ દંડક અપ્રત્યાખ્યાન નિવર્તિત આયુષ્યવાળા છે.વૈમાનિક દેવ પ્રત્યાખ્યાન આદિ ત્રણેથી નિષ્પાદિત આયુષ્યવાળા હોય છે. - ઉદેશક: ૫ તમસ્કાય – અસંખ્યાતમો અરુણોદય સમુદ્ર છે. તેમાં આત્યંતર વેદિકાથી ૪૨000 યોજન સમુદ્રમાં જતાં ત્યાં લવણ શિખાની જેમ એક સમભિત્તિ રૂપ તમસ્કાય ઉઠેલ છે. જે સંખ્યાત યોજનની જાડી છે. અરુણોદય સમુદ્ર ચૂડી આકારે છે, જેથી તે તમસ્કાય પણ વલયાકારમાં ઉઠેલ છે. ૧૭ર૧ યોજન સીધી ઊંચે ગઈ છે. ત્યારબાદ તિરછી વિસ્તૃત થતી ઊંચે ગઈ છે. પાંચમાં દેવલોકનાં ત્રીજા રિષ્ટ પ્રત્તર સુધી છે. આ સંપૂર્ણ સમસ્કાય ઉધા રાખેલા માટીના ઘડાની જેમ છે. તેને જ કુક્કડ પંજર આકાર કહેવાય છે. પાણીનાં અનેક પરિણામ હોય છે– પુંઅર, ઓસ, બાદલ, લવણશિખા આદિ. તે જ રીતે આ સમસ્કાય પણ પાણીનું એક વિશેષ પરિણામ છે. જે લવણ શિખાની જેમ સમાન શાશ્વત સ્થાઈ રહેનાર છે. લવણ શિખાનો તો ૧૬000 યોજન પછી અંત છે. પરન્તુ તમસ્કાયનો અંત પાંચમાં દેવલોકે છે.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy