SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ સૂગ-૧૫૦ • સૂત્ર-૧૫૦/ર :પ્રકારાન્તરથી ‘બેનામ’ બે પ્રકારના કા છે. જીવનામ અને અજીવનામ. પ્રશ્ન : જીવનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર + જીવનામના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે - દેવદત્ત, યજ્ઞદત્ત, વિષ્ણુદd, સોમદત્ત વગેરે જીવનામ છે. પ્રશ્ન :- અજીવ નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જીવનામના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ઘટ, પર્યાવઝા), કટ(ચટાઈ), રથ વગેરે. • વિવેચન-૧૫૦/ર : નામ દ્વારા જે પદાર્થનો બોધ થાય છે, તે પદાર્થ બે પ્રકારના છે - જીવ અને જીવ. જેમાં ચેતના છે, જે દ્રવ્ય પ્રાણ તથા ભાવપાણથી જીવ છે તે જીવ કહેવાય છે, જે જડ છે, જેમાં ચેતના-જ્ઞાન નથી તે અજીવ કહેવાય છે. દુનિયામાં આવે અને જીવ દ્રવ્ય હંમેશાં હોય જ છે. જીવ અને જીવમાં સમસ્ત દ્રવ્ય સમાય જાય પણ લોકવ્યવહાર માત્ર આ ‘બેનામ’થી ચાલી ન શકે તેથી હવે પ્રકારાનરચી પુનઃ ‘બેનામ' જણાવે છે. • સૂત્ર-૧૫૦/૩ - પ્રકારાન્તથી બેનામના બે પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે - (૧) વિશેષિત (૨) અવિશેષિત. દ્રવ્ય તે સામાન્ય-અવિશેષિત નામ છે. જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય તે વિશેષ નામ છે. જીવદ્રવ્ય કે વિરોધ નામ છે. નારકી, તિશયોનિક મનુષ્ય અને દેવ, તે વિશેષ નામ છે. નાસ્કી તે અવિશપનામ છે. રતનપભા, શર્કરાપભા, વાલુકાપભા, પંકણભા, ધૂમપભા, તમ પ્રભા, મસ્તમપ્રભા, તે વિશેષ નામ છે. રનીપભાનારકી અવિશેષ છે તો પતિ રતનપભાનારકી અને પર્યાપ્ત રતનપભા નાકી તે વિશેષ નામ બની જાય છે. આ જ પ્રમાણે શર્કરાપભા વગેરે નાકીને અવિશેષ કહેવામાં આવે ત્યારે પતિ અને અપતિ શાપભાદિ નાકી વિશેષ નામ બની જાય છે. • વિવેચન-૧૫૦/૩ : આ સૂત્રમાં અવિશેષિત અને વિશેષિત, આ બે અપેક્ષાએ હિનામનું વર્ણન કર્યું છે. પ્રત્યેક વસ્તુમાં સામાન્ય અને વિશેષ ગુણ રહેલા છે. પૂર્વનું સામાન્ય પશ્ચાતું વિશેષ બની જાય. પછીનું વિશેષ પુનઃ સામાન્ય બની જાય. સંગ્રહનય સામાન્યને અને વ્યવહારનય વિશેષને પ્રધાનરૂપે ગ્રહણ કરે છે. સંગ્રહનય દ્વારા ગ્રહણ કરાયેલ સામાન્ય, અવિશેષમાં વ્યવહારનય વિધિ પૂર્વક ભેદ કરી વિશેષનું દર્શન કરાવે છે. તે વિશેષમાં સંગ્રહનય પુનઃ સામાન્યના દર્શન કરાવે છે. વિશ્વમાં રહેલ સર્વ દ્રવ્યમાં સમાનરૂપે રહેલ છે માટે સંગ્રહનય દ્રવ્ય સામાન્યને સ્વીકારે છે અને વ્યવહારનય તેમાં ભેદ કરે છે કે દ્રવ્યમાં કેટલાક જીવ દ્રવ્ય છે અને કેટલાક અજીવ દ્રવ્ય છે. પુનઃ સંગ્રહનય સામાન્યને દર્શાવતા કહે છે કે બધા જીવમાં જીવવા સમાન છે માટે બધા જીવ સમાન છે. તેમાં ભેદ કરતાં વ્યવહારનય કહે છે ૧૦૦ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન કે જીવમાં નાચ્છી જીવ, તિર્યચજીવ, મનુષ્ય અને દેવ જીવ ભિન્ન-ભિન્ન છે. સંગ્રહનય નાસ્કી જીવને એક સમાન કહે તો વ્યવહારનય રત્નપ્રભાદિ નાકીના સાત ભેદ બતાવે છે. આ જ રીતે આગામી સૂત્રોમાં તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવ જીવોમાં રહેલ સામાન્ય-વિશેષનું કથન શાસ્ત્રકાર કરે છે. • સૂત્ર-૧૫૦/૪ - તિર્યંચયોનિક આ નામને સામાન્ય માનવામાં આવે તો એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય, આ પાંચ વિશેષ નામ કહેવાય. એકેન્દ્રિયને સામાન્ય માનવામાં આવે તો પૃedીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય, તે વિશેષ નામ કહેવાય. જે પૃથવીકાયને સામાન્ય કહેવામાં આવે તો સૂક્ષ્મ પૃથ્વીકાય અને ભાદર પૃવીકાય, બે વિશેષ કહેવાય. જે સૂમ પૃથવીકાયને સામાન્ય કહેવામાં આવે તો પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય અને અપયતિ સૂક્ષ્મ પૃવીકાસ વિરોષ કહેવાય. ભાદર પૃથ્વીકાયને જો અવિશેષ-સામાન્ય માનવામાં આવે તો પતિ બાદર પૃથ્વીકાય અને અપયત બાદર પૃવીકાય વિશેષ કહેવાય છે. આ પ્રમાણે અપકાયથી વનસ્પતિકાય પતિ તે સામાન્ય મનાય ત્યારે પાપ્તિ, અપતિ તેના વિશેષ કહેવાય છે. છે બેઈન્દ્રિયને સામાન્ય માનવામાં આવે તો પતિ બેઈન્દ્રિય અને અપયત બેઈન્દ્રિય વિશેષ બને છે. બેઈન્દ્રિયની જેમજ તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિયની વક્તવ્યતા જાણવી. • વિવેચન-૧૫૦/૪ - તિર્યંચ - તિર્યંચ ગતિ નામ કર્મના ઉદયે જેઓને સીધા નહીં પણ આડાતિછ ચાલી શકાય તેવા શરીર પ્રાપ્ત થયા છે, તે તિર્યંચ કહેવાય છે. એકેન્દ્રિય - જે જીવોને એક સાર્શેન્દ્રિય હોય તેને એકેન્દ્રિય કહે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના જીવો એકેન્દ્રિય છે. બેઇન્દ્રિય :- જે જીવોને સ્પર્શ અને સના, બે ઈન્દ્રિય હોય તે બેઈન્દ્રિય. તેઈન્દ્રિય :- જે જીવોને સ્પર્શ, રસના અને પ્રાણ, ત્રણ ઈન્દ્રિય હોય છે. ચતુરિન્દ્રિયઃ- જે જીવોને સ્પર્શ, રસના, ઘાણ અને ચણા, ચાર ઈન્દ્રિય હોય. પંચેન્દ્રિય :- જે જીવોને સ્પર્શ, સના, ધાણ, ચક્ષુ અને શ્રોત, પાંચ ઈન્દ્રિય હોય તેને પંચેન્દ્રિય કહે છે. પૃવીકાય ?- પૃથ્વી જ જેનું શરીર હોય તેને પૃથ્વીકાય કહે છે. તે જ રીતે પાણી, અગ્નિ, આદિની વ્યાખ્યા પણ સમજી લેવી જોઈએ. સૂમ :- સૂમનામ કર્મના ઉદયથી જે જીવનું શરીર અત્યંત સૂક્ષ્મ હોય, જે કોઈ પણ શસ્ત્રયી વ્યાઘાત ન પામે, તેથી હણ્યા હણાય નહીં, મા મરે નહીં, બાળ્યા બળે નહીં, ચર્મચક્ષુથી જે દેખાય નહીં તે જીવોને સૂક્ષ્મ કહે છે.
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy