SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ સૂગ-૧૪૨ થી ૧૪૪ ૯૮ (૧૦) ઉપસંપદા:- શ્રતાદિની પ્રાપ્તિ માટે અન્ય સાધુઓની નિશ્રા સ્વીકાસ્વી. • સૂત્ર-૧૪૫ - ભાવાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ભાવાનુપૂર્વના ત્રણ પ્રકાર તે આ પ્રમાણે છે – (૧) પૂર્વનુપૂર્વી, (૨) પન્નાનુપૂર્વી (3) અનાનુપૂર્વી પ્રશ્ન * પૂવનવીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- (૧) ઔદયિકભાવ, (૨) ઔપશમિકભાવ, (૩) સચિકભાવ, (૪) ક્ષાયોપશર્મિકભાવ, (૫) પરિણામિકભાવ, (૬) સાHિપાતિકભાવ. આ કમથી ભાવોના ઉપચાસને પૂવનુપૂવ કહે છે. પૂન • પન્નાનપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- સાuિપાતિકભાવથી શરૂ કરી ઔદયિકભાવ પર્યત વિપરીત ક્રમથી ભાવોના સ્થાપનને પડ્યાનુપૂર્વા કહે છે. પ્રશ્ન :- અનાનપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- એકથી શરૂ કરી એકએકની વૃદ્ધિ કરતાં છ પતિની સંખ્યાને સ્થાપન કરી, પરસ્પર ગુણ કરતાં જે સંખ્યા પ્રાપ્ત થાય, તેમાંથી પ્રથમ અને અંતિમ ભંગને બાદ કરી, શેષ રાશિના ભંગથી છ ભાવોના સ્થાપન કે કથનને અનાનુપૂર્વી કહે છે. - આ રીતે ભાવાનુપૂવીનું વર્ણન પૂર્ણ થાય છે. તેમજ ઉપક્રમના પ્રથમ આનુપૂર્વી નામના ભેદની વકતવ્યતા પણ પૂર્ણ થાય છે. • વિવેચન-૧૪૫ : જીવ અને વસ્તુના પરિણામ, પર્યાયને ભાવ કહેવામાં આવે છે. ભાવ અંત:કરણની પરિણતિ વિશેષરૂપ છે. ભાવ જીવ અઇને અજીવ બંનેમાં હોય છે. છ ભાવમાંથી એક પારિણામિક ભાવ જીવ, અજીવ બંનેમાં હોય છે. વિશેષ ઔદાયિક આદિ પાંચ ભાવ જીવના પરિણામ વિશેષ છે. તે છ ભાવ આ પ્રમાણે છે - (૧) ઔદયિકભાવ :- કર્મના ઉદયથી જીવના જે પરિણામ, પર્યાય વિશેષ. (૨) પથમિકભાવ - મોહનીય કર્મના ઉપશમથી પ્રાપ્ત પર્યાય. (3) ક્ષાવિકભાવ :- આઠ કર્મના ક્ષયથી પ્રાપ્ત પયય. (૪) ક્ષાયોપથમિકભાવ :- કર્મના ક્ષયોપશમથી જીવને જે પર્યાયો પ્રાપ્ત થાય. (૫) પારિણામિકભાવ - જીવના કર્મ નિરપેક્ષ સહજ પરિણામ વિશેષ. (૬) સાHિપાતિકભાવ :- પૂર્વોક્ત પાંચભાવોના બે-ત્રણ વગેરે સંયોગથી સાન્નિપાતિક (મિશ્ર) ભાવ ઉત્પન્ન થાય છે. છ ભાવોના આ અનુકમને પૂર્વાનુપૂર્વી, વિપરીત ક્રમને પશ્ચાતુપૂર્વી અને તે બે સિવાયના ક્રમને અનાનુપૂર્વી કહે છે. • સૂઝ-૧૪૬ - નામનું સ્વરૂપ કેવું છે? નામના દશ પ્રકાર છે, તે આ - (૧) એકનામ, (૨) બેનામ, (3) ત્રણ નામ, (૪) ચાર નામ, (૫) પાંચ નામ, (૬) છ નામ, (૭) સત નામ, (૮) આઠ નામ, (૯) નવ નામ, (૧૦) દસ નામ. વિવેચન-૧૪૬ : નામનું લક્ષણ - જીવ, જીવ આદિ કોઈપણ વસ્તુના વાચક શબ્દને નામ [417] “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન કહે છે. જીવ-જીવ વગેરે કોઈપણ વસ્તુને સૂચવતા શબ્દને નામ કહે છે. એક નામ, બે નામ વગેરે નામના દશ પ્રકાર છે. જે એક નામથી જગતના સમસ્ત દ્રવ્ય-પદાર્થનું કથન થઈ જાય તે એક નામ કહેવાય છે. જેમકે સંતુ, સતું કહેતા જગતનાં બધા પદાર્થ ગ્રહણ થઈ જાય છે. કોઈપણ પદાર્થ સત્તા વિહીન નથી. તે જ રીતે એવા બે નામ હોય કે જેમાં જગતના બધા દ્રવ્યોનું કથન થઈ જાય. જેમકે જીવ અને અજીવ. આ બે નામમાં સમસ્ત દ્રવ્ય સમાવિષ્ટ થઈ જાય છે. તે જ રીતે ત્રણ નામ વગેરે સમજવા. • સૂઝ-૧૪૭ થી ૧૪૯ : પન એક નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- એક નામનું સ્વરૂપ આ પ્રમાણે છે - દ્રવ્ય, ગુણ, યયિના જે નામ લોકમાં રૂઢ છે. તેમની તે નામ વાળી સંઘ આગમરૂપ નિકષ-કસોટી પર કસીને કહેવામાં આવી છે. તે એક નામ છે. • વિવેચન-૧૪૭ થી ૧૪૯ : જીવ, જંતુ, આત્મા, પ્રાણી, આકાશ, અંબર વગેરે દ્રવ્ય અથવા જીવ અને અજીવ વગેરે દ્રવ્યના નામ બુદ્ધિ, બોધ, રૂપ, સ, ગંધ વગેરે ગુણોના નામ અને નારક, તિર્યચ, મનુષ્ય, એક ગુણ કૃષ્ણ, બે ગુણ કૃષ્ણ વગેરે પર્યાયના જે નામ લોકમાં રૂઢ છે, તે નામવ સામાન્યની અપેક્ષાએ ચોક છે. બધામાં નામરૂપતા સમાન છે માટે તે “એકનામ' કહેવાય છે. સોના, ચાંદીની યથાર્થતાની કસોટી નિકા-પત્થર પર ઘસવાથી થાય છે તેમ જીવ-જીવાદિ પદાર્થનું સ્વરૂપ જ્ઞાન આગમ દ્વારા થાય છે. આગમ તે નિકષ-કસોટી પત્થર સમાન છે. તેના દ્વારા જીવાદિ પદાર્થના જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. • સૂત્ર-૧૫૦/૧ : પ્રથન • ‘હિનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર હિનામના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે – (૧) એકાક્ષરિક અને (૨) અનેકારિક. પ્રથમ * એકાક્ષણિક હિનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- એકાક્ષરિક દ્વિનામના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે – હી (દેશી), શ્રી (લક્ષ્મી દેવી) ધી (બુદ્ધિ), સ્ત્રી વગેરે એકાક્ષસ્કિ હિનામ છે. પ્રવન - અનેકાક્ષરિક હિનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : અનેકાારિક હિનામના અનેક પ્રકાર છે. જેમકે-કન્યા, વીણા, ઉતા, માલા વગેરે અનેકાક્ષરિક દ્વિનામ છે.. • વિવેચન-૧૫૦/૧ - કોઈપણ વસ્તુના નામનું ઉચ્ચારણ અક્ષરોના માધ્યમથી થાય છે. તે નામ એક અક્ષરથી બનેલ હોય તો તે એકાક્ષરિક નામ કહેવાય છે અને એકથી વધુ સારોથી તે નામ બનતું હોય તે તે અનેકારિક નામ કહેવાય છે. આ રીતે એકાક્ષરિક અને અનેકાક્ષરિક એ બે નામમાં સમસ્ત દ્રવ્યો સમાવિષ્ટ થઈ જાય છે. અહીં જે એકાક્ષારિક નામના ઉદાહરણો સૂત્રમાં આવ્યા છે તે સંસ્કૃત ભાષા પ્રમાણે છે.
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy