SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૫ પરસ્પર ગુણવાણી જે અભ્યd સશિ આવે તેમાંથી આદિ અને અંતના બે ભંગને બાદ કરતાં જે રાશિ રહે તે પ્રમાણ ભંગ અનાનુપૂર્વી કહે છે. • વિવેચન-૧૨૫/૧ : આ સૂત્રોમાં મધ્યલોકનું વર્ણન છે. મધ્યલોકવર્તી અસંખ્યાત દ્વીપ-સમુદ્રની બરોબર મધ્યમાં જંબદ્વીપ છે. તે જંબૂદ્વીપ એક લાખ યોજન લાંબો પહોળો છે અને થાળી આકારે સ્થિત છે. તેના ફરતો લવણ સમુદ્ર છે. તેને ફરતો ધાતકી ખંડ છે. તત્પશ્ચાત્ કાલોદધિ સમુદ્ર અને તેને ફરતો પુષ્કર દ્વીપ છે. આમ અસંખ્યાત દ્વીપસમુદ્ર એકબીજાને વીંટળાઈને રહેલ છે. તે બધા પૂર્વ-પૂર્વના દ્વીપસમુદ્ર કરતાં બમણા વિસ્તારવાળા ચૂડીના આકારે સ્થિત છે. અંતિમ સ્વયંભૂરમણ સમુદ્ર છે. મધ્યલોકમાં અઢી ઉદ્ધાર સાગરોપમના સમય પ્રમાણ અસંખ્યાત દ્વીપ સમુદ્રો છે. સમુદ્રોમાં પાણીનો સ્વાદ :- (૧) લવણ સમુદ્રના પાણીનો સ્વદા ખારો-લવણ જેવો છે. (૨) કાલોદધિ સમુદ્ર, પુષ્કરોદ સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્રના પાણીનો સ્વાદ શુદ્ધ પાણી જેવો છે. (3) વાસણોદ સમુદ્રના પાણીનો સ્વાદ વારુણી (દારૂ) જેવો છે. (૪) ક્ષીરોદ સમુદ્રના પાણીનો સ્વાદ ખીર જેવો છે. (૫) વૃતોદ સમુદ્રના પાણીનો સ્વાદ ઘી જેવો છે. (૬) ઈક્ષરસોદ અને શેષ સર્વ સમુદ્રના પાણીનો સ્વાદ શેરડીના રસ જેવો છે. અસંખ્યાત દ્વીપસમુદ્રમાંથી કેટલાક દ્વીપ-સમુદ્રના નામ શારામાં બતાવ્યા છે. શેષ નામોનો શાસ્ત્રમાં નામોલ્લેખ નથી પરંતુ સ્વસ્તિક, કળશ, શુભવર્ણ, ગંધ વગેરે શુભનામોવાળી લોકમાં જેટલી વસ્તુઓ છે, તે નામાવાળા દ્વીપ-સમુદ્ર જાણવા. - જંબૂદ્વીપ, લવણ સમુદ્રથી શરૂ કરી સ્વયંભૂરમણ સમુદ્ર પર્યત ક્રમથી કથન કરે તો તે પૂવનુિપૂર્વી કહેવાય, સ્વયંભૂમણ સમુદ્રથી શરૂ કરી વિપરીત ક્રમથી જંબૂદ્વીપ સુધી સમુદ્ર-દ્વીપોને સ્થાપિત કરવા તેને પશ્ચાનુપૂર્વી કહેવાય અને એકથી પ્રારંભ કરી અસંખ્યાત શશિ સુધી સંખ્યા સ્થાપિત કરી, પરસ્પર ગુણા કરી જે રાશિ આવે, તેમાંથી પ્રથમ અને અંતિમ ભંગ છોડીને શેષ ભંગો અનાનુપૂર્વી કહેવાય છે. • સૂગ-૧૨૫૨ : ઉદdલોક શોમાનુપૂર્વના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) પૂવનુપૂર્વી (૨) પન્નાનુપૂર્વી (3) અનાનુપૂર્વી. ઉર્વલોક ક્ષેત્ર પૂવનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? (૧) સૌધર્મ, (૨) ઈશાન, (૩) સનકુમાર, (૪) માહેન્દ્ર, (૫) લહાલોક, (૬) લાનાક, () મહાશુક, (૮) સહસાર, () અનિત, (૧૦) પ્રાણત, (૧૧) અરણ, (૧૨) અયુત, (૧૩) ઝવેયક, વિમાન, (૧૪) અનુત્તર વિમાન (૧૫) ઈષપ્રાગભારા પૃની. આ ક્રમથી ઉર્વલોકના ક્ષેત્રોને સ્થાપિત કરવા તેને પૂવનિપૂવ. પ્રશન :- ઉદdલોક ક્ષેત્ર પશ્ચાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :ઈષwાગભારા પૃતીથી શરૂ કરી સૌધર્મ કહ્યુ સુધી વિપરીત ક્રમથી ઉtdલોકના ક્ષેત્રોને સ્થાપિત કરવા તેને પulyપૂર્વ કહેવાય છે. “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ધન :- ઉદdલોક x અનાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - એકને આદિમાં સ્થાપિત કરી એકોત્તર વૃદ્ધિ કરતા પંદર પર્વતની સંખ્યાની શ્રેણીપંકિતમાં સ્થાપિત કરી, તે સંખ્યાને ક્રમશઃ પરસ્પર ગુણા કરવાથી જે ભંગ રાશિ પ્રાપ્ત થાય તેના અાદિ અને અંતના બે ભંગને છોડી શેષ ભંગોને અનાનુપૂર્વ કહેવામાં આવે છે. • વિવેચન-૧૨૫/ર : આ ચાર સૂત્રોમાં ઉર્વીલોક ક્ષેત્ર સંબંધી વકતવ્યતા છે. ઉર્વલોકમાં બાર દેવલોક, નવનૈવેયક અને પાંચ અનુત્તર વિમાન છે. સર્વથી ઉપર સિદ્ધશિલાઈષપ્રાગભારા પૃવી છે. સૌધર્માવલંસક વગેરે મુખ્ય વિમાનના આધારે બાર દેવલોકના બારનામ પ્રસિદ્ધ પામ્યા છે. લોકરૂપ પુરુષની ગ્રીવાને સ્થાને આવેલ નવ વિમાન શૈવેયક રૂપે પ્રસિદ્ધિ પામ્યા છે અને અનુતર એટલે શ્રેષ્ઠ. દેવ વિમાનોમાં શ્રેષ્ઠ હોવાથી પાંચ વિમાન ‘અનુતવિમાન” તરીકે પ્રસિદ્ધ થયા છે. આ પાંચે વિમાનમાં સભ્યર્દષ્ટિ જીવો જ ઉત્પન્ન થાય છે. તેમાં ચાર વિમાન ચાર દિશામાં છે અને સવચિસિદ્ધ વિમાન તે ચાર વિમાનની વચ્ચે છે. સવથિસિદ્ધ વિમાનમાં એકાવતારી જીવો જ ઉત્પન્ન થાય છે. તે દેવ ભવ પછી મનુષ્યનો ભવ પામી મોક્ષે જાય છે. સિદ્ધશિલાથી ઉપરના ક્ષેત્રમાં સિદ્ધભગવંતો સ્થિત છે. તે પૃથ્વી થોડી નમેલી હોવાથી તેને ઈષપ્રાગભારા સંજ્ઞા પ્રાપ્ત થઈ છે. • સુત્ર-૧૨૫/૩ - અન્ય અપેક્ષાએ ઔપનિધિની ક્ષેમાનપૂર્વના ત્રણ પ્રકાર કહા છે, તે આ પ્રમાણે છે – (૧) પૂવનુપૂર્વી (૨) પન્નાનુપૂર્વી (3) અનાનુપૂવ. પૂવનિપૂવીનું સ્વરૂપ કેવું છે? એક પ્રદેશાવગાઢ, દ્વિપદેશાવગાઢ યાવતું દશદેશાવગાઢ, સંખ્યાત પ્રદેશાવગાઢ, અસંખ્યાત પ્રદેશાવગાઢ યુગલોને ક્રમથી સ્થાપવામાં આવે, તે ક્ષેત્ર સંબંધી પૂર્ણાનુપૂવ. પન્નાનપૂર્વનું સ્વરૂપ કેવું છે ? અસંખ્યાત પ્રદેશાવગાઢથી શરૂ કરી વિપરીત કમથી એક પ્રદેશાવગાઢ પર્વતની સ્થાપનાને પડ્યાનુપૂર્વી. એક પ્રદેશાવગાઢ પુગલની એક સંખ્યાથી પ્રારંભ કરી, એક એકની વૃદ્ધિ કરતાં અસંખ્યાત પર્વતની શ્રેણી સ્થાપિત કરી તે સંખ્યાનો ક્રમશઃ પરસ્પર ગણાકાર કરી જે રાશિ પ્રાપ્ત થાય, તેમાંથી આદિ અને અંતના બે ભંગ છોડીને શેષ ભંગ અનાનુપૂર્વ કહેવાય છે. આ અનાનુપૂર્વીનું સ્વરૂપ છે. • વિવેચન-૧૨૫/૩ - આ ચાર સૂત્રોમાં ક્ષેત્રાનુપૂર્વી બીજી રીતે પ્રરૂપણ કર્યું છે. આકાશ દ્રવ્ય સર્વ દ્રવ્યને અવગાહના-સ્થાન આપે છે. તેથી આકાશ પ્રદેશની ગણના ફોનમાં કરવામાં આવે છે. છ દ્રવ્યમાંથી ધમસ્તિકાય, અધમસ્તિકાય આ બંને અખંડ દ્રવ્ય છે અને અસંખ્યાત પ્રદેશાવગાઢ છે તેથી તેમાં આનુપૂર્વી ઘટી શકે નહીં. પ્રત્યેક જીવ અસંખ્યાત આકાશ પ્રદેશ ઉપર જ સ્થિત થાય છે, તેથી તેમાં પણ આનુપૂર્વી ઘટી ન શકે. એક
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy