SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સૂગ-૧૫ ૮૬ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન પુદ્ગલ દ્રવ્ય એક, બે, ત્રણ, ચાર આદિ આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાય છે માટે તેમાં આનુપૂર્વી ઘટિત થાય છે. આકાશ દ્રવ્યના એક પ્રદેશ ઉપર જેટલા પુદ્ગલ રહે તે એક પ્રદેશાવગાઢ કહેવાય. જે પુદ્ગલ દ્રવ્ય આકાશના બે પ્રદેશ ઉપર વ્યાપીને રહે તે દ્વિપદેશાવગાઢ કહેવાય. તે જ રીતે જે પુદ્ગલ દ્રવ્ય આકાશના સંખ્યાત કે અસંખ્યાત પ્રદેશ પર વ્યાપીને રહે તે સંખ્યાત પ્રદેશાવગાઢ અને અસંખ્યાત પ્રદેશાવગાઢ કહેવાય છે. એક પ્રદેશાવગાઢ, દ્વિપદેશાવગાઢ તેમ ક્રમથી અસંખ્યાત પ્રદેશાવગાઢ સુધી સ્થાપના કરવામાં કે કથન કરવામાં આવે તો તે પૂર્વાનુપૂર્વી કહેવાય. વિપરીત સ્થાપનાને પશ્ચાતુપૂર્વી કહેવાય. પૂર્વાનુપૂર્વી-પશ્ચાનુપૂર્વી ક્રમને છોડીને અન્ય કોઈપણ ક્રમથી સ્થાપનાને અનાનુપૂર્વી કહેવાય. • સૂણ-૧૨૬,૧૨૩ - [૧૬] પ્રશ્ન ક કાલાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- કાલાનુપૂર્વના બે પ્રકાર છે. તે આ પ્રમાણમાં છે, (૧) ઔપનિધિતી અને (૨) અનૌપનિધિની. ઔપનિશ્ચિકી અને અનૌપનિધિકીમાંથી ઔપનિધિતી કાલાનુપૂવ થાય છે અથતિ અRવક્તવ્ય હોવાથી તેનું વર્ણન પછી કરવામાં આવશે. [૧૨] તેમાં જે અનૌપનિધિકી કાલાનુપૂર્વી છે, તેના બે પ્રકાર છે - (૧) નૈગમ-વ્યવહાર નય સંમત (૨) સંગ્રહનીય સંમત • વિવેચન-૧૨૬,૧૨૩ : ઉપકમ નામના પ્રથમ અનુયોગ દ્વારના, આનુપૂર્વી નામના પ્રથમ ભેદના પાંચમા પ્રભેદ કાલાનુપૂર્વીના વર્ણનનો સૂત્રકાર પ્રારંભ કરે છે. કાલ સંબંધી અનુકમથી કથન કરવામાં આવે તે કાલાનુપૂર્વી કહેવાય છે. કાલ એટલે સમયરૂપ નિશ્ચાયકાળ અને આવલિકા, સ્ટોક વગેરે રૂ૫ વ્યવહાકાળ. કાળ ચારૂપી છે તેમાં આનુપૂર્વી, સત્પદ પ્રરૂપણા વગેરે સુગમ નથી. તેથી કાળમાં દ્રવ્યોનો ઉપચાર કરી એક સમયની સ્થિતિ, બે સમયની સ્થિતિવાળા દ્રવ્યાદિનો વિચાર કાળાનુપૂર્વમાં કરવામાં આવે છે. કોઈક સ્થાને દ્રવ્ય સાથે ફોગના ઉપચારથી પણ કથન કરવામાં આવેલ છે. • સૂઝ-૧૨૮,૧૨૯ - [૧ર૮] પન :- નૈગમ-વ્યવહારનય સંમત કાલાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નૈગમ-વ્યવહારનય સંમત અનઔપનિધિતી કાલાનુપૂર્વના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) અર્થપદ પ્રરૂપણા, (૨) મંગસમુત્કીર્તનતા, (3). ભંગોપદનતા, (૪) સમવતર, (૫) અનુગમ. ૧૯] પ્રશ્ન • નૈગમ-વ્યવહારનય સંમત પિદ પ્રરૂપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર • નૈગામ-વ્યવહારનય સંમત અuિદ પ્રરૂપણામાં ત્રણ સમય, ચાર સમય ચાવતું દસ સમય, સંપ્રખ્યાત સમય, અસંખ્યાત સમયની સ્થિતિવાળું દ્રવ્ય આનુપૂર્વી કહેવાય છે. એક સમયની સ્થિતિવાળું દ્રવ્ય અનાનપૂર્વ અને બે સમયની સ્થિતિવાળું દ્રવ્ય અવકતવ્ય કહેવાય છે. ત્રણ સમયની સ્થિતિવાળા, ચાર સમય ચાવતું અસંખ્યાત સમયની સ્થિતિવાળા અનેક દ્રવ્ય અનેક આનપૂર્વ કહેવાય છે. એક સમયની સ્થિતિવાળા અનેક દ્રવ્ય અનેક અનાનુપૂર્વ અને બે સમયની સ્થિતિવાળા અનેક દ્રવ્ય અનેક અવકતવ્ય કહેવાય છે. આ નૈગમ-વ્યવહાર નય સંમત અર્થપદ પ્રરૂપણા છે. આ નૈગામ-વ્યવહારનય સંમત અપદ પ્રરૂપણાનું શું પ્રયોજન છે ? રાવતું તેના દ્વારા ભંગસમુકીર્તનત કરાય છે. તે તેનું પ્રયોજન છે. • વિવેચન-૧૨૮,૧૨૯ : આ સૂત્રોમાં સૂત્રકારે કાળદ્રવ્યને પ્રધાન કરી, કાળપર્યાય વિશિષ્ટ દ્રવ્ય દ્વારા કાલાનુપૂર્વીનું વર્ણન કર્યું છે. પરમાણુથી લઈ અનંતપદેશી કંધ જે એક સમયની સ્થિતિવાળા હોય તે કાળની અપેક્ષાએ અનાનુપૂર્વી કહેવાય છે. બે સમયની સ્થિતિવાળા દ્રવ્યોમાં એક અને બીજા સમય વચ્ચે પૂર્વપશ્ચાતું ભાવ ઘટિત થાય છે, તેથી તેને અનાનુપૂર્વી કહી ન શકાય, તેમજ મધ્યનો અભાવ હોવાથી સંપૂર્ણ ગણનાનુકમ સંભવિત નથી, તેથી આનુપૂર્વી કહી ન શકાય, તેથી તેને અવકતવ્ય કહેવામાં આવે છે. ત્રણ સમયથી લઈ અસંખ્યાત સમયની સ્થિતિવાળા દ્રવ્યમાં ગણના ક્રમ ઘટિત થાય છે, તેથી તેને આનુપૂર્વી કહેવામાં આવે છે. સ્વભાવથી જ કોઈપણ દ્રવ્ય અનંત સમયની સ્થિતિવાળા ન હોવાથી આનુપૂર્વમાં ત્રણ સમયથી અસંખ્યાત સમયની સ્થિતિવાળા જ પુદ્ગલ દ્રવ્યને ગ્રહણ કરેલ છે. એક, બે, ત્રણાદિ સમયની સ્થિતિવાળા દ્રવ્ય એક પણ હોઈ શકે અને અનેક પણ હોઈ શકે માટે આનુપૂર્વી, અવક્તવ્ય અને અનાનુપૂર્વી, આ ત્રણેનું એકવચન અને બહુવચનથી કથન કર્યું છે. • સૂગ-૧૩૦ : પ્રથન • સૈગમ-વ્યવહારનયસંમત ભંગસમુકીતનતાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નૈગમ-વ્યવહારનયસંમત દ્રવ્યાનુપૂર્વીંની જેમ કાલાનુપૂર્વની ભંગસમુત્કીનિતામાં (૧) આનુપૂર્વી છે, (૨) અનાનુપૂર્વી છે, (3) અવકતવ્ય છે વગેરે છવ્વીસભંગ જાણવા. પાવતુ આ રીતે તૈગમવ્યવહારનય સંમત ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ છે. આ નૈગમ-વ્યવહાર નયસંમત ભંગસમુકીનતાનું શું પ્રયોજન છે ? આ નૈગમ-વ્યવહાર નયસંમત ભંગસમુકીતનતા દ્વારા ભંગોપદર્શન કરાય છે. • વિવેચન-૧૩n : આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય આ ત્રણ એકવચનાન્ત, ત્રણ બહુવચનાd, તે રીતે અસંયોગી છ ભંગ, દ્વિકસંયોગી બાર અને મિસંયોગી આઠ ભંગ થાય. આ રીતે કાલાનુપૂર્વીના ભંગસમુત્કીર્તનતાના છવ્વીસ ભંગ દ્રવ્યાનુપૂર્વીની જેમ જાણવા. • સૂત્ર-૧૩૧ : પ્રન :- નૈગમ-વ્યવહારનય સંમત ભંગોપદીનતાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- કણ, ચાર આદિ સમયની સ્થિતિવાળા એક-એક દ્રવ્ય આનુપૂર્વી, એક
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy