SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર૯ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન દ્રવ્યનિટોપ કહે છે. જ્ઞાન હોય, તેમાં ઉપયોગ હોય અને સાથે (તરૂપ) કિયા હોય તો તેને નોઆગમથી ભાવનિક્ષેપ કહે છે. • સૂત્ર-૧૦,૧૧ : [૧૦] અમન :- નામાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જે કોઈ જીવનું, અજીવનું અથવા જીવોનું, અજીવોનું અથવા તદુભયનું, તદુભયોનું ‘આવશ્યક’ એવું નામ રાખવું, તે નામ આવશ્યક કહેવાય. [૧૧] પ્રશ્ન :- સ્થાપના આવશ્યકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- કાષ્ઠકર્મ, ચિત્રકર્મ, લેયકમ, ગ્રંથિમ, વેષ્ટિમ, પૂરિમ, સંઘાતિમ, અક્ષ અથવા વરાટકમાં એક અથવા અનેક આવશ્યક ૫ જે સદ્ભાવ અથવા અસદ્ભાવરૂપ સ્થાપના કરવામાં આવે તે સ્થાપના આવશ્યક છે. નામ અને સ્થાપના વચ્ચે શું તફાવત છે? નામ યાવ(કથિક હોય છે જ્યારે સ્થાપના ઈવકિ પણ હોય અને વાવ-કથિક પણ હોય છે. - વિવેચન-૧૦,૧૧ : આ સૂત્રો દ્વારા સૂત્રકારે નામ અને સ્થાપના આવશ્યકનું સ્વરૂપ તેમજ નામ સ્થાપના વચ્ચેનો તફાવત દર્શાવ્યો છે. નામ, અભિધાન કે સંજ્ઞા આ ત્રણે શબ્દો એક જ અર્થનું સૂચન કરે છે. નામ માત્રથી આવશ્યક છે નામ આવશ્યક. લોક વ્યવહાર ચલાવવા જીવ, અજીવ, જીવઅજીવ ઉભયરૂપ પદાર્થનું નામ રાખવું જ પડે છે. નામ વિના વ્યવહાર શક્ય નથી. કોઈ વ્યક્તિનું ‘આવશ્યક’ એવું નામ રાખવામાં વ્યક્તિની ઈચ્છા જ મુખ્ય છે. જેમ કોઈ વ્યક્તિએ પુત્રનું નામ દેવદત રાખ્યું. દેવે આપ્યો નથી છતાં લોક વ્યવહાર માટે ‘દેવદત્ત' નામ રાખ્યું, તેમ નામ આવશ્યક માટે પણ સમજવું. ભાવની, અર્થક્રિયાની શૂન્યતા હોવા છતાં વ્યવહાર માટે જીવ, અજીવનું આવશ્યક એવું નામ રાખવામાં આવે તો તે નામ આવશ્યક કહેવાય છે. એક જીવ આવશ્યક - કોઈ બાળકનું નામ આવશ્યક સખવામાં આવે તો તે એક જીવ આવશ્યક છે. અનેક જીવ આવશ્યક :- નિંભાડાની અગ્નિમાં અનેક ઉષ્ણયોનિક સંમૂચ્છિમાં જન્મ ધારણ કરે છે. તે નિંભાડાની અગ્નિ તેઓ માટે આવાસરૂપ છે. તે નિંભાડાની અનિ ‘આવાસક' નામ પ્રસિદ્ધ છે. આ અસંખ્યાત અગ્નિકાય જીવોનું આવાસક નામ પડ્યું તે અનેક જીવ આવશ્યકનું ઉદાહરણ છે. એક અજીવ આવશ્યક :- અનેક બખોલવાળા સૂકાવૃક્ષ (ઇંઠા)માં સાપ રહેતો હોય તો તે વૃક્ષ સર્પના ‘આવાસ' નામથી પ્રસિદ્ધિ પામે છે. તે વૃક્ષ એક અજીવ આવશ્યકનું ઉદાહરણ છે. અનેક અજીવ આવશ્યક :- પક્ષીનો માળો અનેક સૂકા ઘાસના તણખલાથી બને છે. તેમાં પક્ષીઓ રહે છે. તેથી તે પક્ષીઓના આવાસરૂપ પ્રસિદ્ધિ પામે છે. માળાનું ‘આવાસ' એવું નામ અનેક અજીવ આવશ્યકનું ઉદાહરણ છે. એક જીવાજીવ આવશ્યક :- જલાશય, ઉધાન વગેરેથી યુક્ત રાજમહેલ, રાજાના ‘આવાસ' રૂપે પ્રસિદ્ધિ પામે છે. જલાશય-ઉધાન વગેરે સચિત છે અને ઈટ વગેરેથી બનેલ રાજમહેલ અચિત છે. આ બંનેથી સંયુક્ત મહેલ રાજાના આવાસરૂપ હોવાથી એક જીવાજીવ આવશ્યક છે. અનેક જીવાજીવ આવશ્યક :- રાજપ્રસાદથી યુક્ત સમસ્તનગર રાજાના આવાસરૂપે કહેવાય છે. તેમાં અનેક જીવો-અજીવો સંમિલિત છે તેથી તે અનેક જીવાજીવ આવશ્યકનું ઉદાહરણ છે. આ રીતે કોઈપણ પદાર્થને ‘આવશ્યક' સંજ્ઞા આપવી તે નામાવશ્યક છે. સ્થાપના આવશ્યક :- ચોક્કસ વસ્તુ કે વ્યક્તિના અભિપ્રાયથી સ્થાપના કરવામાં આવે છે. તે સ્થાપના નિક્ષેપ કહેવાય છે. કાઠાદિની પૂતળીમાં આવશ્યકવાનું શ્રાવકની સ્થાપના કરવામાં આવે તો તે સ્થાપના આવશ્યક કહેવાય. ભાવ આવશ્યકથી રહિત વસ્તુમાં ‘આ આવશ્યક છે' તેવા અભિપ્રાયથી સ્થાપના કરવામાં આવે છે. તે સ્થાપના તસદેશ-દાકાર અથવા અસદેશ-અતદાકાર, બંને પ્રકારે થઈ શકે છે. તે ઉપરાંત નિયતકાળ માટે-અલકાળ માટે અથવા જ્યાં સુધી વસ્તુ રહે ત્યાં સધી-ચાવકયિક સમય માટે આવશ્યકની સ્થાપના કરવામાં આવે છે. • સૂત્ર-૧૨ - પ્રવન - દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- દ્રવ્ય આવશ્યકની બે પ્રકાર કહા છે, તે પ્રમાણે છે – (૧) આગમથી દ્રવ્યઆવશ્યક અને (૨) નોગમથી દ્રવ્ય આવશ્યક. • વિવેચન-૧૨ - તે તે પર્યાયોને જે પ્રાપ્ત કરે છે તે દ્રવ્ય અર્થાત જે અતીત અને અનામત ભાવનું કારણ છે, તે દ્રવ્ય કહેવાય છે. વિવક્ષિત પર્યાયનો જેણે અનુભવ કરી લીધો છે અથવા ભવિષ્યમાં વિવક્ષિત પર્યાયનો અનુભવ કરશે, તે વસ્તુની વર્તમાનમાં તે દ્રવ્યરૂપે પરિગણના થાય છે. જે આવશ્યકરૂપ પરિણામનો અનુભવ કરી ચૂક્યા છે અથવા ભવિષ્યમાં અનુભવ કરશે એવા આવશ્યકના ઉપયોગથી શૂન્ય સાધુના શરીરને દ્રવ્ય આવશ્યક કહેવામાં આવે છે. મનમો:- આવશ્યક સંબંધી આગમ-જ્ઞાન વર્તમાનમાં છે પણ તેમાં ઉપયોગ ન હોય તો તેને આગમથી દ્રવ્યઆવશ્યક કહે છે. નોમાનામો:- પ્રવૃત્તિની અપેક્ષા આવશ્યક સંબંધી આગમ-જ્ઞાન વર્તમાનમાં નથી, ભૂતમાં હતું અથવા ભવિષ્યમાં થશે તો તેને નોઆગમથી દ્રવ્યાવશ્યક કહેવાય છે તથા જે લૌકિક, લોકોતર આવશ્યક પ્રવૃત્તિઓ છે, તેને પણ નોઆગમથી દ્રવ્ય આવશ્યક કહેવાય છે. • સૂત્ર-૧૪ :પ્રશ્ન :- આગમથી દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- આગમથી દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ આ પ્રમાણે છે - જે સાધુએ
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy