SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૪ આવશ્યક પદને શીખી લીધું હોય, સ્થિર કર્યું હોય, જિત, મિત, પરિજિત કર્યું હોય, નામસમ, ઘોષસમ, અહીંનાર, અનત્યક્ષર, અવ્યાવિદ્ધાક્ષર, અસ્ખલિત, અમિલિત, અવ્યત્યમેડિત રૂપે ઉચ્ચારણ કર્યું હોય, ગુરુ પાસેથી વાયના લીધી હોય, તેથી વાચના, પુચ્છના, પરાવર્તના અને ધર્મકથાથી યુક્ત હોય પરંતુ અનુપેક્ષાથી રહિત હોય-ઉપયોગ શૂન્ય હોય. અનુપયોગો દ્રવ્ય આ શાસ્ત્ર વચનાનુસાર આવશ્યક પદના જ્ઞાતા હોય પણ તેમાં ઉપયોગ રહિત હોવાથી તે આગમતઃ દ્રવ્યઆવશ્યક કહેવાય છે. ૨૯ • વિવેચન-૧૪ : આ સૂત્રમાં આગમથી દ્રવ્ય આવશ્યકનું નિરૂપણ કર્યું છે. અહીં આગમ એટલે શ્રુતજ્ઞાન, શ્રુતજ્ઞાનના કારણભૂત આત્મા, તેનાથી અધિષ્ઠિત શરીર અને તેના દ્વારા થતાં સૂત્રના ઉચ્ચારણ વગેરેમાં કાર્યનો ઉપચાર કરી તે સર્વને શ્રુતજ્ઞાન-આગમ રૂપ કહેલ છે. આવશ્યક પદનું જ્ઞાન હોવા છતાં દ્રવ્ય કહેવાનું કારણ એ છે કે તેમાં ઉપયોગ નથી. અનુપ્રેક્ષા ઉપયોગ રહિતપણે થઈ શક્તી નથી. તેથી સૂત્રમાં નો અનુપે કહ્યું છે. અનુપયોગ અવસ્થા દ્રવ્ય કહેવાય છે. જ્ઞાન છે પણ ઉપયોગ નથી તેથી તેને દ્રવ્ય આવશ્યક કહેલ છે. ઉપયોગપૂર્વકની અનુપેક્ષા ભાવઆવશ્યક કહેવાય છે. શ્રુતના ગુણોમાં અહીંનાક્ષર ગુણ કહેવાનું કારણ એ છે કે અક્ષરોની ન્યૂનાધિકતા કે ઉચ્ચારણની અનુચિતતાથી અર્થમાં તફાવત થઈ જાય છે. અર્થમાં ભેદ થવાથી ક્રિયા ભેદ થાય છે અને તેથી મોક્ષની પ્રાપ્તિ ન થતાં અનંત સંસારની પ્રાપ્તિ થાય. - સૂત્ર-૧૫ - નૈગમ નયના મતે એક અનુપયુક્ત આત્મા, આગમથી-એક દ્રવ્ય આવશ્યક છે. બે અનુયુક્ત આત્મા, બે દ્રવ્ય આવશ્યક છે. ત્રણ અનુપયુક્ત આત્મા, આગમથી ત્રણ દ્રવ્ય આવશ્યક છે. આ રીતે જેટલા અનુયુક્ત આત્મા, તેટલા આગમથી દ્રવ્ય આવશ્યક છે, તેવું નૈગમનયનું મંતવ્ય છે. નૈગમનયની જેમ જ વ્યવહાર નય આગમથી દ્રવ્ય આવશ્યકના ભેદો સ્વીકારે છે. સામાન્યને ગ્રહણ કરનાર સંગ્રહ નય એક અનુપયુક્ત આત્મા એક અને અનેક અનુપયુક્ત આત્મા અનેક અનાગતઃ દ્રવ્ય છે, તેવા કથનનો સ્વીકાર કરતો નથી. તે બધા અનુપયુક્ત આત્માને એક વ્યાવશ્યક રૂપે માને છે. ઋજુસૂત્ર નય પૃથક્ત-ભેદને રવીકારતો નથી. તેથી તેના મતે એક અનુપયુક્ત આત્મા જ્ઞાનાપેક્ષા એક દ્રવ્ય આવશ્યક છે. ત્રણે શબ્દનય, જ્ઞયક અનુયુક્ત હોય તો તેને અવસ્તુ, અસત્ માને છે. જે જ્ઞાયક હોય તે ઉપયોગ શૂન્ય હોય શકે નહીં અને જો ઉપયોગ શૂન્ય હોય તો તે જ્ઞાયક કહેવાય નહીં. આ આગમથી દ્રવ્યાવશ્યક છે. • વિવેચન-૧૫ : નય :- વસ્તુ અનંત ધર્માત્મક છે. એક સમયે એક જ ધર્મનું કથન થઈ શકે, “અનુયોગદ્વાર' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન તેથી અન્ય ધર્મને ગૌણ કરી એક ધર્મને મુખ્યતાએ જે ગ્રહણ કરે તે નય કહેવાય છે. વસ્તુમાં અનંત ધર્મો હોવાથી નયો પણ અનંત થાય છતાં સુગમતાથી બોધ કરાવવા તેને સાત વિભાગમાં વિભક્ત કર્યા છે, તે જ સાત નય રૂપે પ્રસિદ્ધ છે. 30 (૧) નૈગમનય :- વસ્તુમાં રહેલ સામાન્ય અને વિશેષ બંને ધર્મોનો સ્વીકાર કરે છે. તે અનેક પ્રકારે વસ્તુનો બોધ કરાવે છે. વિશેષરૂપ ભેદને પ્રધાન બનાવી આ નય જેટલા અનુપયુક્ત આત્મા હોય, તેટલા આગમ દ્રવ્ય આવશ્યકને સ્વીકારે છે. (૨) વ્યવહારનય :- સંગ્રહનય દ્વારા ગૃહીત પદાર્થમાં વિધિપૂર્વક વિભાગ જે અભિપ્રાયથી કરવામાં આવે તે અભિપ્રાયને વ્યવહારનય કહેવામાં આવે છે. આ નય લોકવ્યવહારને પ્રધાનતા આપે છે. તે વ્યવહારમાં ‘વિશેષ’ ઉપકારી છે. પાણી લાવવું હોય તો ઘટ વિશેષમાં લાવી શકાય, ઘટત્વ સામાન્યથી કાર્ય થઈ શકતું નથી. વ્યવહારનય ‘વિશેષ'ને જ માન્ય કરે છે તેથી વિશેષગ્રાહીનૈગમનય જેવું જ તેનું વક્તવ્ય છે. તે જેટલા અનુપયુક્ત આત્મા, તેટલા આગમ દ્રવ્યઆવશ્યકને સ્વીકારે છે. વૈગમનય જેવી જ પ્રરૂપણા હોવાથી સૂત્રકારે ક્રમપ્રાપ્ત સંગ્રહનયને છોડી વ્યવહાર નયનું પહેલા કથન કર્યું છે. બાકી સાત નયમાં સંગ્રહનય બીજા ક્રમે અને વ્યવહાર નય ત્રીજા ક્રમે છે. (૩) સંગ્રહનય :- પ્રત્યેક પદાર્થમાં રહેલ વિશેષ ધર્મોને ગૌણ કરીને સામાન્યને સ્વીકારી પ્રત્યેક પદાર્થને એકરૂપે સ્વીકારે તેને સંગ્રહનય કહે છે. અનેક ઉપયોગ શૂન્ય આત્માઓમાં અનુપયુક્તત્વ એક સમાન છે તે સામાન્યને લક્ષ્યમાં રાખી સંગ્રહનય એક આગમ દ્રવ્યઆવશ્યકને સ્વીકારે છે. (૪) ઋજુસૂત્રનય :- જે કેવળ વર્તમાન અને સ્વકીય પર્યાયને સ્વીકારે તેને ઋજુસૂત્રનય કહે છે, તેના મતે અતીતકાલ વિનષ્ટ છે, અનાગતકાળ અનુત્પન્ન છે, તેથી તે વર્તમાન પર્યાયને જ સ્વીકારે છે. વર્તમાન પર્યાય એક સમયની જ હોવાથી એક છે. તેથી આ નય અનેકતાને સ્વીકારતો નથી, તેના મતે આગમ દ્રવ્ય આવશ્યક એક જ છે, અનેક નહીં. (૫ થી ૭) શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂત નય :- આ ત્રણે નય શબ્દ પ્રધાન છે. તેના મતે જ્ઞાતૃત્વ અને અનુપયુક્તત્વનો સમન્વય સંભવિત નથી. જ્ઞાતા હોય તો અનુપયુક્ત ન હોય અને અનુપયુક્ત હોય તો જ્ઞાતા ન કહેવાય. તે ત્રણેના મતે દ્રવ્યઆવશ્યક પ્રરૂપણા અસત્ છે. આ રીતે આગમથી દ્રવ્ય આવશ્યક સંબંધી નયોનું મંતવ્ય જાણવું. • સૂત્ર-૧૬ : પ્રશ્ન :- નોઆગમથી દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નોઆગમથી દ્રવ્યઆવશ્યકના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) જ્ઞાયકશરીર દ્રવ્યાવશ્યક (૨) ભવ્યશરીર દ્રવ્યાવશ્યક (૩) જ્ઞયકશરીર ભવ્યશરીર વ્યતિક્તિ દ્રવ્યાવશ્યક. • વિવેચન-૧૬ -- આ સૂત્રમાં નોઆગમથી દ્રવ્ય આવશ્યકના ભેદનું કથન છે. અહીં ‘નો’ શબ્દ
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy